Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેન્દ્રીય મંત્રીમંડળે મેસર્સ એચએલએલ લાઇફકેર લિમિટેડને મેડિપાર્ક સ્થાપિત કરવા તમિલનાડુના કાંચીપુરમ જિલ્લામાં ચેંગાલપટ્ટુમાં સ્થિત 330.10 એકર સરકારી જમીન પેટા-ભાડાપટ્ટે આપવાના નિર્ણયને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે સ્વાસ્થ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય હેઠળ મિનિરત્નનો દરજ્જો ધરાવતા સરકારી સાહસ મેસર્સ એચએલએલ લાઇફકેર લિમિટેડને ચેન્નાઈની બહાર ચેંગાલપટ્ટુ સ્થિત 330.10 એકર જમીન પેટા ભાડાપટ્ટે આપવા માટેની મંજૂરી આપી છે. આ જમીન પર તબીબી ઉપકરણોનું ઉત્પાદન કરવા માટે પાર્ક (મેડિપાર્ક) સ્થાપિત કરવામાં આવશે, જેના માટે એક સ્પેશિયલ પર્પઝ વ્હિકલ (એસપીવી) રચવામાં આવશે. પ્રોજેક્ટમાં એચએલએલનો હિસ્સો 50 ટકાથી વધારે રહેશે.

મેડિપાર્ક પ્રોજેક્ટ દેશમાં મેડિકલ ટેકનોલોજી સેક્ટરમાં પ્રથમ ઉત્પાદન ક્લસ્ટર બનશે, જેનો ઉદ્દેશ નોંધપાત્ર રીતે ઓછા ખર્ચે આધુનિક ઉત્પાદનોના સ્થાનિક ઉત્પાદનને વેગ આપવાનો છે, જેના પરિણામે સ્વાસ્થ્ય સંબંધિત સારસંભાળની સેવા વાજબી કિંમતે પ્રદાન કરી શકાશે અને તેનો ફાયદો સવિશેષ દેશના નાગરિકોના મોટા વર્ગને નિદાન સેવામાં મળશે. પ્રસ્તાવિત મેડિપાર્ક દેશમાં તબીબી ઉપકરણો અને ટેકનોલોજીના ક્ષેત્ર તથા આનુષંગિક શાખાઓના વિકાસમાં પ્રદાન કરશે જે હજુ પ્રાથમિક અવસ્થામાં છે. આ મેડિપાર્ક રોજગારીનું સર્જન કરશે અને સરકારના “મેક ઇન ઇન્ડિયા” અભિયાનને પ્રોત્સાહન આપશે.

મેડિપાર્કનું નિર્માણ તબક્કાવાર થશે અને સંપૂર્ણ નિર્માણ સાત વર્ષમાં પૂર્ણ થશે. તેના નિર્માણના પ્રથમ તબક્કામાં ભૌતિક માળખું વિકસાવવામાં આવશે અને ત્રીજા વર્ષથી પ્લોટ ભાડાપટ્ટે આપવામાં આવશે. બીજા તબક્કામાં નોલેજ મેનેજમેન્ટ સેન્ટર વિકસાવવામાં આવશે, જેમાં વિવિધ વિભાગો પાસેથી અનુદાન અને સહાય મળશે, જે આ જ પ્રકારની પહેલો માટે ભંડોળ આપશે. એચએલએલ તબીબી ઉપકરણો અને સાધનસામગ્રી માટે ઉત્પાદન એકમો સ્થાપિત કરવા ઇચ્છતા રોકાણકારોને પારદર્શક બિડિંગ પ્રક્રિયા મારફતે જમીન પેટા-ભાડાપટ્ટે આપશે. શરૂઆતના તબક્કામાં તબીબી ઉપકરણ અને સાધનસામગ્રી, ઉત્પાદન ઉદ્યોગમાંથી પસંદગી પામનાર ઉદ્યોગસાહસોને જમીનો સબસિડાઇઝ દરે આપવામાં આવશે, જેથી અન્ય રોકાણકારોને આકર્ષી શકાય અને જેમ જેમ માગ વધશે તેમ તેમ દરમાં તબક્કાવાર વધારો કરવામાં આવશે. આ રીતે મેડિપાર્ક પ્રોજેક્ટ ભારતમાં ગુણવત્તાયુક્ત હેલ્થ કેર ડિલિવરી વધારવા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

પ્રોજેક્ટ આયાત પરની નિર્ભરતા ઘટાડશે અને અત્યાધુનિક માળખાગત અને ટેકનોલોજીની સુલભતા પ્રદાન કરવા સ્વદેશી અને સ્થાનિક ઉદ્યોગની વૃદ્ધિ માટે મજબૂત આધાર ઊભો કરશે. તબીબી ઉપકરણો અને સાધનસામગ્રીનું સ્થાનિક ઉત્પાદન સુનિશ્ચિત અને વાજબી હેલ્થ કેર ડિલિવરીના ક્ષેત્રને વિકાસ આપશે તથા ગુણવત્તાયુક્ત હેલ્થકેર સેવાની પહોંચ વધારશે.

AP/J.Khunt/TR