Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઈન્ડિયન એગ્રિકલ્ચરલ ઈન્સ્ટિટ્યુટની બે એકર જમીન વેટરનરી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને તબદીલ કરવા કેબિનેટની મંજૂરી


પ્રધાનમંત્રીશ્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઈન્ડિયન એગ્રિકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ (IARI), નવી દિલ્હીની બે એકર જમીન વેટરનરી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (VCI) ને, 99 વર્ષના ગાળા માટે, વાર્ષિક એક ચો.મી. દીઠ રૂ.1 ના ભાડાના દરથી રૂ. 8,01,278ના કુલ લીઝ ભાડાથી લીઝ ઉપર તબદીલ કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. વીસીઆઈ એનિમલ સાયન્સીસના ક્ષેત્રે તાજેતરમાં થયેલા વિવિધ સંશોધનોને આધારે ટૂંકા ગાળાના અભ્યાસક્રમો હાથ ધરીને ઈન-સર્વિસ વેટરનરી પ્રોફેશનલ્સનું કૌશલ્ય અપગ્રેડ કરવાની કામગીરી કરશે. આ માટે સુવિધાઓ ઊભી કર્યા પછી વીસીઆઈ વધુ પ્રવૃત્તિઓ હાથ ધરવાની તથા તેના લાભ દેશની ગ્રામ વસતિને પહોંચાડવા માટેના પ્રયાસો હાથ ધરશે અને એ દ્વારા દેશમાં આર્થિક વિકાસ તથા રોજગાર નિર્માણને વેગ મળશે.

AP/JKhunt/TR/GP