પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગ્રેટર નોઈડાના ઈન્ડિયા એક્સ્પો સેન્ટર એન્ડ માર્ટ ખાતે આયોજિત ઈન્ટરનેશનલ ડેરી ફેડરેશન વર્લ્ડ ડેરી સમિટ (IDF WDS) 2022નું ઉદ્ઘાટન કર્યું હતું.
સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી કે આજે ડેરીની દુનિયાના તમામ મહાનુભાવો ભારતમાં એકઠા થયા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે વિશ્વ ડેરી સમિટ વિચારોના આદાન–પ્રદાન માટે એક મહાન માધ્યમ બનવા જઈ રહી છે. “ડેરી ક્ષેત્રની સંભવિતતા માત્ર ગ્રામીણ અર્થવ્યવસ્થાને વેગ આપે છે, પરંતુ વિશ્વભરના કરોડો લોકો માટે આજીવિકાનો મુખ્ય સ્ત્રોત પણ છે“,એમ તેમણે કહ્યું.
પ્રધાનમંત્રીએ ભારતના સાંસ્કૃતિક લેન્ડસ્કેપમાં ‘પશુ ધન‘ અને દૂધ સંબંધિત વ્યવસાયની કેન્દ્રીયતાને રેખાંકિત કરી હતી. આનાથી ભારતના ડેરી ક્ષેત્રને ઘણી વિશિષ્ટ વિશેષતાઓ મળી છે. પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે વિશ્વના અન્ય વિકસિત દેશોથી વિપરીત, ભારતમાં ડેરી ક્ષેત્રનું પ્રેરક બળ નાના ખેડૂતો છે. ભારતનું ડેરી સેક્ટર “સામૂહિક ઉત્પાદન” કરતાં વધુ “જનતા દ્વારા ઉત્પાદન” દ્વારા વર્ગીકૃત થયેલ છે. એક, બે કે ત્રણ પશુઓ સાથે આ નાના ખેડૂતોના પ્રયાસોના આધારે ભારત સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે. આ સેક્ટર દેશમાં 8 કરોડથી વધુ પરિવારોને રોજગાર પૂરો પાડે છે, એમ તેમણે જણાવ્યું હતું.
ભારતીય ડેરી પ્રણાલીની બીજી વિશિષ્ટ વિશેષતા સમજાવતા, પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો કે ભારતમાં ડેરી સહકારીનું આટલું વિશાળ નેટવર્ક છે, અને સમગ્ર વિશ્વમાં આવું ઉદાહરણ બીજે ક્યાંય જોવા મળતું નથી. શ્રી મોદીએ કહ્યું કે આ ડેરી સહકારી મંડળીઓ દેશના બે લાખથી વધુ ગામડાઓમાં લગભગ બે કરોડ ખેડૂતો પાસેથી દિવસમાં બે વખત દૂધ એકત્ર કરે છે અને તેને ગ્રાહકો સુધી પહોંચાડે છે. પ્રધાનમંત્રીએએ હકીકત તરફ સૌનું ધ્યાન દોર્યું હતું કે સમગ્ર પ્રક્રિયામાં કોઈ વચેટિયા નથી અને ગ્રાહકો પાસેથી 70 ટકાથી વધુ નાણાં સીધા ખેડૂતોના ખિસ્સામાં જાય છે. “સમગ્ર વિશ્વમાં આ ગુણોત્તર અન્ય કોઈ દેશમાં નથી“, એમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું. તેમણે ડેરી સેક્ટરમાં પેમેન્ટની ડિજિટલ સિસ્ટમની કાર્યક્ષમતાને પણ રેખાંકિત કરી હતી અને કહ્યું હતું કે તેમાં અન્ય દેશો માટે ઘણા પાઠ છે.
પ્રધાનમંત્રીના મતે અન્ય એક વિશિષ્ટ વિશેષતા એ છે કે સ્વદેશી જાતિઓ અનેક પ્રતિકૂળ સંજોગોનો સામનો કરી શકે છે. તેમણે ગુજરાતના કચ્છ પ્રદેશની બન્ની ભેંસની મજબૂત ભેંસની જાતિનું ઉદાહરણ આપ્યું. તેમણે ભેંસની અન્ય જાતિઓ જેવી કે મુર્રાહ, મહેસાણા, જાફરાબાદી, નિલી રવિ અને પંઢરપુરી વિશે પણ વાત કરી; ગાયની જાતિઓમાં, તેમણે ગીર, સાહિવાલ, રાઠી, કાંકરેજ, થરપારકર અને હરિયાણાનો ઉલ્લેખ કર્યો.
બીજી એક વિશિષ્ટ લાક્ષણિકતા તરીકે, પ્રધાનમંત્રીએ ડેરી ક્ષેત્રે મહિલાઓની શક્તિ પર પ્રકાશ પાડ્યો હતો, પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે ભારતના ડેરી ક્ષેત્રના કર્મચારીઓમાં મહિલાઓનું 70% પ્રતિનિધિત્વ છે. “મહિલાઓ ભારતના ડેરી ક્ષેત્રની વાસ્તવિક આગેવાનો છે“, તેમણે ઉમેર્યું, “માત્ર આટલું જ નહીં, ભારતમાં ડેરી સહકારી સંસ્થાઓના ત્રીજા ભાગથી વધુ સભ્યો મહિલાઓ છે.” તેમણે કહ્યું કે, સાડા આઠ લાખ કરોડ રૂપિયાથી વધુ, ડેરી ક્ષેત્ર ઘઉં અને ચોખાના સંયુક્ત મૂલ્ય કરતાં વધુ છે. આ બધું ભારતની મહિલા શક્તિ દ્વારા સંચાલિત છે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકારે 2014થી ભારતના ડેરી ક્ષેત્રની સંભાવનાને વધારવા માટે અવિરતપણે કામ કર્યું છે. આનાથી દૂધ ઉત્પાદનમાં વધારો થયો છે અને ખેડૂતોની આવકમાં વધારો થયો છે. “ભારતે 2014માં 146 મિલિયન ટન દૂધનું ઉત્પાદન કર્યું હતું. તે હવે વધીને 210 મિલિયન ટન થઈ ગયું છે. એટલે કે લગભગ 44 ટકાનો વધારો,”એના પર પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો હતો કે વૈશ્વિક સ્તરે 2 ટકાના ઉત્પાદન વૃદ્ધિની તુલનામાં, ભારત દૂધ ઉત્પાદન વૃદ્ધિ દર 6 ટકાથી વધુના સ્તરે છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સરકાર બ્લેન્ક્ડ ડેરી ઇકોસિસ્ટમ વિકસાવવા પર કામ કરી રહી છે જ્યાં ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રીત કરવાની સાથે ક્ષેત્રોના પડકારોનો સામનો કરવામાં આવી રહ્યો છે. ખેડૂતો માટે વધારાની આવક, ગરીબોનું સશક્તિકરણ, સ્વચ્છતા, રસાયણ મુક્ત ખેતી, સ્વચ્છ ઊર્જા અને પશુઓની સંભાળ આ ઇકોસિસ્ટમમાં એકબીજા સાથે જોડાયેલી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ગામડાઓમાં હરિયાળી અને ટકાઉ વૃદ્ધિના શક્તિશાળી માધ્યમ તરીકે પશુપાલન અને ડેરીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રીય ગોકુલ મિશન, ગોબરધન યોજના, ડેરી સેક્ટરનું ડિજીટાઈઝેશન અને પશુઓનું સાર્વત્રિક રસીકરણ જેવી યોજનાઓ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ જેવા પગલાઓ તે દિશામાં પગલાં છે.
આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત ડેરી પ્રાણીઓનો સૌથી મોટો ડેટાબેઝ બનાવી રહ્યું છે અને ડેરી ક્ષેત્ર સાથે સંકળાયેલા દરેક પ્રાણીને ટેગ કરવામાં આવી રહ્યા છે. “અમે પ્રાણીઓની બાયોમેટ્રિક ઓળખ કરી રહ્યા છીએ. અમે તેનું નામ રાખ્યું છે – પશુ આધાર“,એમ તેમણે કહ્યું.
શ્રી મોદીએ FPAs અને મહિલા સ્વ–સહાય જૂથો અને સ્ટાર્ટઅપ્સ જેવા વધતા ઉદ્યોગસાહસિક માળખા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે આ ક્ષેત્રે તાજેતરના સમયમાં 1000થી વધુ સ્ટાર્ટઅપ્સ જોયા છે. તેમણે ગોબરધન યોજનાની પ્રગતિ વિશે પણ વાત કરી અને કહ્યું કે ઉદ્દેશ્ય એવી પરિસ્થિતિ સુધી પહોંચવાનો છે કે જ્યાં ડેરી પ્લાન્ટ ગોબરમાંથી પોતાની વીજળી ઉત્પન્ન કરે. પરિણામે ખાતર ખેડૂતોને પણ મદદ કરશે.
ખેતી સાથે સામ્યતા દર્શાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે પશુપાલન અને ખેતીને વિવિધતાની જરૂર છે અને મોનોકલ્ચર જ એકમાત્ર ઉપાય ન હોઈ શકે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આજે ભારત સ્વદેશી જાતિઓ અને સંકર જાતિઓ બંને પર સમાન ધ્યાન આપી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે તે આબોહવા પરિવર્તનને કારણે થતા નુકસાનના જોખમને પણ ઘટાડશે.
પ્રધાનમંત્રીએ અન્ય એક મોટી સમસ્યાને સંબોધિત કરી જે ખેડૂતોની આવકને અસર કરી રહી છે જે છે પશુઓના રોગો. “જ્યારે પ્રાણી બીમાર હોય છે ત્યારે તે ખેડૂતના જીવનને અસર કરે છે, તેની આવકને અસર કરે છે. તે પ્રાણીની કાર્યક્ષમતા, તેના દૂધની ગુણવત્તા અને અન્ય સંબંધિત ઉત્પાદનોને પણ અસર કરે છે”,એમ તેમણે ઉમેર્યું. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ દિશામાં ભારત પ્રાણીઓના સાર્વત્રિક રસીકરણ તરફ કામ કરી રહ્યું છે. “અમે સંકલ્પ કર્યો છે કે 2025 સુધીમાં, અમે 100% પ્રાણીઓને ફુટ એન્ડ માઉથ ડિસીઝ અને બ્રુસેલોસિસ સામે રસી આપીશું. અમે આ દાયકાના અંત સુધીમાં આ રોગોથી સંપૂર્ણપણે મુક્ત થવાનું લક્ષ્ય રાખીએ છીએ,”એવી પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી.
પ્રધાનમંત્રીએ અવલોકન કર્યું હતું કે તાજેતરના ભૂતકાળમાં લમ્પી નામના રોગને કારણે ભારતના ઘણા રાજ્યોમાં પશુધનનું નુકસાન થયું છે અને દરેકને ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર, વિવિધ રાજ્ય સરકારો સાથે, નિયંત્રણ રાખવા માટે તેના પર તેમના સ્તરે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. “આપણા વૈજ્ઞાનિકોએ લમ્પી સ્કીન ડિસીઝ માટે સ્વદેશી રસી પણ તૈયાર કરી છે“,એમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું. પ્રધાનમંત્રીએ એ પણ નિર્દેશ કર્યો હતો કે રોગચાળાને નિયંત્રણમાં રાખવા માટે પ્રાણીઓની હિલચાલ પર નજર રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રાણીઓનું રસીકરણ હોય કે અન્ય કોઈ આધુનિક ટેકનોલોજી હોય, પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત તેના ભાગીદાર રાષ્ટ્રો પાસેથી શીખવાનો પ્રયત્ન કરતી વખતે ડેરીના ક્ષેત્રમાં યોગદાન આપવા માટે હંમેશા ઉત્સુક છે. “ભારતે તેના ખાદ્ય સુરક્ષા ધોરણો પર ઝડપથી કામ કર્યું છે“, એમ શ્રી મોદીએ ઉમેર્યું.
સંબોધનના સમાપનમાં, પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો કે ભારત એક ડિજિટલ સિસ્ટમ પર કામ કરી રહ્યું છે જે પશુધન ક્ષેત્રની અંત–થી–અંતની પ્રવૃત્તિઓને કેપ્ચર કરશે. આ ક્ષેત્રને સુધારવા માટે જરૂરી સચોટ માહિતી પ્રદાન કરશે. આ સમિટ એવી ઘણી ટેક્નોલોજીને લઈને વિશ્વભરમાં થઈ રહેલા કામને આગળ ધપાવશે. પ્રધાનમંત્રીએ ઉપસ્થિત દરેકને આ ક્ષેત્ર સાથે સંબંધિત કુશળતા શેર કરવાની રીતો સૂચવવા વિનંતી કરી. “હું ડેરી ઉદ્યોગના વૈશ્વિક નેતાઓને ભારતમાં ડેરી ક્ષેત્રને સશક્ત બનાવવાની ઝુંબેશમાં જોડાવા આમંત્રણ આપું છું. હું ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશનની પણ તેમના ઉત્કૃષ્ટ કાર્ય અને યોગદાન માટે પ્રશંસા કરું છું,”એમ કહી પ્રધાનમંત્રીએ સમાપન કર્યું.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા, કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્ય મંત્રી ડૉ. એલ મુરુગન, કેન્દ્રીય કૃષિ અને ખાદ્ય પ્રક્રિયા રાજ્ય મંત્રી, ડૉ. શ્રી સંજીવ કુમાર બાલ્યાન, સંસદના સભ્યો, શ્રી સુરેન્દ્ર સિંહ નાગર અને ડૉ. મહેશ શર્મા, ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશનના પ્રેસિડેન્ટ શ્રી પી બ્રાઝેલ અને ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશનના ડાયરેક્ટર જનરલ, શ્રીમતી કેરોલિન ઇમોન્ડ આ પ્રસંગે ઉપસ્થિત હતા.
Speaking at inauguration of International Dairy Federation World Dairy Summit 2022 in Greater Noida. https://t.co/yGqQ2HNMU4
— Narendra Modi (@narendramodi) September 12, 2022
डेयरी सेक्टर का सामर्थ्य ना सिर्फ ग्रामीण अर्थव्यवस्था को गति देता है बल्कि ये दुनिया भर में करोड़ों लोगों की आजीविका का भी प्रमुख साधन है: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 12, 2022
विश्व के अन्य विकसित देशों से अलग, भारत में डेयरी सेक्टर की असली ताकत छोटे किसान हैं।
भारत के डेयरी सेक्टर की पहचान “mass production” से ज्यादा “production by masses” की है: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 12, 2022
आज भारत में Dairy Cooperative का एक ऐसा विशाल नेटवर्क है जिसकी मिसाल पूरी दुनिया में मिलना मुश्किल है।
ये डेयरी कॉपरेटिव्स देश के दो लाख से ज्यादा गांवों में, करीब-करीब दो करोड़ किसानों से दिन में दो बार दूध जमा करती हैं और उसे ग्राहकों तक पहुंचाती हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 12, 2022
इस पूरी प्रकिया में बीच में कोई मिडिल मैन नहीं होता, और ग्राहकों से जो पैसा मिलता है, उसका 70 प्रतिशत से ज्यादा किसानों की जेब में ही जाता है।
पूरे विश्व में इतना ज्यादा Ratio किसी और देश में नहीं है: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 12, 2022
भारत के डेयरी सेक्टर में Women Power 70% workforce का प्रतिनिधित्व करती है।
भारत के डेयरी सेक्टर की असली कर्णधार Women हैं, महिलाएं हैं।
इतना ही नहीं, भारत के डेयरी कॉपरेटिव्स में भी एक तिहाई से ज्यादा सदस्य महिलाएं ही हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 12, 2022
2014 के बाद से हमारी सरकार ने भारत के डेयरी सेक्टर के सामर्थ्य को बढ़ाने के लिए निरंतर काम किया है।
आज इसका परिणाम Milk Production से लेकर किसानों की बढ़ी आय में भी नजर आ रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 12, 2022
2014 में भारत में 146 मिलियन टन दूध का उत्पादन होता था।
अब ये बढ़कर 210 मिलियन टन तक पहुंच गया है। यानि करीब-करीब 44 प्रतिशत की वृद्धि: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 12, 2022
भारत, डेयरी पशुओं का सबसे बड़ा डेटाबेस तैयार कर रहा है। डेयरी सेक्टर से जुड़े हर पशु की टैगिंग हो रही है।
आधुनिक टेक्नोल़ॉजी की मदद से हम पशुओं की बायोमीट्रिक पहचान कर रहे हैं। हमने इसे नाम दिया है- पशु आधार: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 12, 2022
खेती में मोनोकल्चर ही समाधान नहीं है, बल्कि विविधता बहुत आवश्यकता है।
ये पशुपालन पर भी लागू होता है।
इसलिए आज भारत में देसी नस्लों और हाइब्रिड नस्लों, दोनों पर ध्यान दिया जा रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 12, 2022
भारत में हम पशुओं के यूनिवर्सल वैक्सीनेशन पर भी बल दे रहे हैं।
हमने संकल्प लिया है कि 2025 तक हम शत प्रतिशत पशुओं को फुट एंड माउथ डिजीज़ और ब्रुसलॉसिस की वैक्सीन लगाएंगे।
हम इस दशक के अंत तक इन बीमारियों से पूरी तरह से मुक्ति का लक्ष्य लेकर चल रहे हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 12, 2022
पिछले कुछ समय में भारत के अनेक राज्यों में Lumpy नाम की बीमारी से पशुधन की क्षति हुई है।
विभिन्न राज्य सरकारों के साथ मिलकर केंद्र सरकार इसे कंट्रोल करने की कोशिश कर रही है।
हमारे वैज्ञानिकों ने Lumpy Skin Disease की स्वदेशी vaccine भी तैयार कर ली है: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 12, 2022
*****
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com

The strength of India’s dairy sector are the small farmers. pic.twitter.com/1yD04xoNKA
— Narendra Modi (@narendramodi) September 12, 2022
A vibrant cooperatives sector has contributed to India’s strides in the dairy sector. pic.twitter.com/qlqKznOjqo
— Narendra Modi (@narendramodi) September 12, 2022
When the dairy sector flourishes, women empowerment is furthered. pic.twitter.com/RveQA19kny
— Narendra Modi (@narendramodi) September 12, 2022
भारत के पास गाय और भैंस की जो स्थानीय नस्लें हैं, वो कठिन से कठिन मौसम में भी Survive करने के लिए जानी जाती हैं। गुजरात की बन्नी भैंस इसका एक बेहतरीन उदाहरण है। pic.twitter.com/Rhi12A0cCW
— Narendra Modi (@narendramodi) September 12, 2022
हमारी सरकार ने देश के डेयरी सेक्टर के सामर्थ्य को बढ़ाने के लिए निरंतर काम किया है। सिंगल यूज प्लास्टिक बंद करने का जो अभियान चलाया गया है, उसमें पशुधन का कल्याण भी निहित है। pic.twitter.com/SnmJrjhoPr
— Narendra Modi (@narendramodi) September 12, 2022
विभिन्न राज्य सरकारों के साथ मिलकर केंद्र सरकार पशुधन को नुकसान पहुंचाने वाली लंपी बीमारी को कंट्रोल करने की कोशिश कर रही है। pic.twitter.com/4y5dw6i4i7
— Narendra Modi (@narendramodi) September 12, 2022
The Government of India is working with the states to control Lumpy Skin Disease among cattle. Our efforts also include developing a vaccine for it. pic.twitter.com/Vr309mARwy
— Narendra Modi (@narendramodi) September 12, 2022