Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે પ્રજાસતાક ભારતના રાષ્ટ્રીય આપતિ વ્યવસ્થાપન સતામંડળ અને પ્રજાસતાક માલ્દિવ્સના રાષ્ટ્રીય આપતિ વ્યવસ્થાપન સતામંડળ વચ્ચે આપતિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં સાથસહકાર સ્થાપિત કરવા થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી


પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 02 ઓગસ્ટ, 2022ના રોજ પ્રજાસતાક ભારતના રાષ્ટ્રીય આપતિ વ્યવસ્થાપન સતામંડળ અને પ્રજાસતાક માલ્દિવ્સના રાષ્ટ્રીય આપતિ વ્યવસ્થાપન સતામંડળ વચ્ચે આપતિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં સાથસહકાર સ્થાપિત કરવા માટે થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને કાર્યોતર મંજૂરી આપવામાં આવી છે.

એમઓયુના ફાયદાઃ

આ એમઓયુ એવી વ્યવસ્થા ઊભી કરવા ઇચ્છે છે, જેમાં ભારત અને માલ્દિવ્સ બંનેને એકબીજાની આપતિ વ્યવસ્થાપન વ્યવસ્થાઓમાંથી લાભ થશે તથા એનાથી આપતિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં સજ્જતા, પ્રતિભાવ અને ક્ષમતાનિર્માણના ક્ષેત્રોને મજબૂત કરવામાં મદદ મળશે.

એમઓયુની વિશિષ્ટ ખાસિયતો:

  1. બંને પક્ષો એક દેશના વિસ્તારની અંદર મોટા પાયે વિનાશક આપતિના સમયમાં એની વિનંતી પર કટોકટીમાં રાહત, પ્રતિભાવ, માનવતાના ધોરણે સહાયના ક્ષેત્રોમાં પારસ્પરિક સાથસહકાર આપશે
  2. બંને પક્ષો આપતિ પ્રતિભાવ, આપતિને લઘુતમ કરવા, આયોજન અને સજ્જતાની માહિતીનું આદાનપ્રદાન કરશે, એકબીજાના અનુભવોની વહેંચણી કરશે અને શ્રેષ્ઠ રીતોની જાણકારી આપશે.
  3. બંને પક્ષો સેટેલાઇટ રિમોટ સેન્સિંગ ડેટાની વહેંચણી કરશે તથા અંતરિક્ષ ટેકનોલોજી આધારિત એપ્લિકેશન્સના ક્ષેત્રમાં કુશળતા વહેંચશે, જેથી આપતિની અસરને અસરકારક રીતે ઘટાડવામાં મદદ મળશે તેમજ તેમાં નિવારણ અને જોખમની આકારણી પર માહિતીનું આદાનપ્રદાન સામેલ છે.
  4. બંને પક્ષો અદ્યતન ઇન્ફોર્મેશન ટેકનોલોજી, અર્લી વોર્નિંગ સિસ્ટમ્સ, રિમોટ સેન્સિંગ, ઉપગ્રહ સંચાર અને નેવિગેશન સેવાઓના ક્ષેત્રમાં સાથસહકાર આપશે.
  5. આપતિનું જોખમ ઘટાડવામાં આ ક્ષેત્રને મુખ્ય પ્રવાહમાં લાવવા તાલીમ અને ક્ષમતાનિર્માણ કાર્યક્રમનો વિચાર કરવા બંને પક્ષો વરિષ્ઠ અધિકારીઓને તાલીમ આપવાની તકો પ્રદાન કરશે તથા ટૂંકા અને લાંબા ગાળાની તાલીમોમાં કટોકટીનું વ્યવસ્થાપન કરવાની સેવાના બચાવ અધિકારીઓને તાલીમ આપશે.
  6. બંને પક્ષો સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો વિશે માહિતીનું આદાનપ્રદાન કરશે તેમજ બંને દેશોમાં યોજાનારી કવાયતોની જાણકારીનું આદાનપ્રદાન કરશે તેમજ સંશોધન, માહિતીનું આદાનપ્રદાન, ફેકલ્ટી સપોર્ટ પ્રોગ્રામ, આપતિનું જોખમ ઘટાડવાના ક્ષેત્રોમાં દસ્તાવેજીકરણ અને આપતિમાં સક્ષમતા કેળવવામાં શૈક્ષણિક કાર્યક્રમો અને આબોહવામાં પરિવર્તનની સ્વીકાર્યતા અંગે કાર્યક્રમો જેવા ક્ષેત્રોમાં પણ સાથસહકાર સ્થાપિત કરશે.
  7. બંને પક્ષો આપતિ વ્યવસ્થાપન સાથે સંબંધિત વધારે પ્રવૃત્તિઓમાં સાથસહકારનો નિર્ણય લેશે.
  8. બંને પક્ષો ત્સુનામી એડવાઇઝરી, તોફાન પેદા થવા વિશે, ઊંચા તરંગની ચેતવણી, એકથી વધારે નુકસાનકારક જોખમકારક સ્થિતિસંજોગોની માહિતી અને તેમના દરિયાકિનારાના વિસ્તારોને સમાંતર દરિયા સાથે સંબંધિત આપતિઓના કારણે એકથી વધારે પ્રકારના નુકસાનકારક જોખમના મૂલ્યાંકન વિશે માહિતી કે જાણકારીનું આદાનપ્રદાન કરી શકે છે.
  9. બંને પક્ષો ન્યૂમેરિકલ વેધર પ્રીડિકેશન (NWP) ઉત્પાદનો અને એક્ષ્ટેન્ડેડ રેન્જ ફોરકાસ્ટ (ERF) વિશે માહિતીનું આદાનપ્રદાન કરી શકે છે.
  10. બંને પક્ષો માહિતીનું આદાનપ્રદાન કરી શકે છે, જેમાં ભારતીય પક્ષ દ્વારા ભારતીય હવામાન ઉપગ્રહની માહિતીના વિઝ્યુલાઇઝેશન કરવા રિયલ ટાઇમ એનાલીસિસ ઓફ પ્રોડક્ટ્સ એન્ડ ઇન્ફોર્મેશન ડિસ્સેમિનેશન (RAPID – ઉત્પાદનો અને માહિતીની વહેંચણીનું વાસ્તવિક સમયમાં વિશ્લેષણ)ની સુલભતાની જોગવાઈ તેમજ NWP અને IMD દ્વારા સેટેલાઇટ મીટિયોરોલોજી પર તાલીમ પ્રદાન કરવાની બાબત સામેલ છે.
  11. બંને પક્ષો વાર્ષિક ધોરણે આપતિ વ્યવસ્થાપન સંબંધિત કવાયત શરૂ કરશે, જે બંને દેશોના વિવિધ ભૌગૌલિક વિસ્તારોમાં યોજાશે.

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com