પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી શિક્ષક દિન નિમિત્તે, 5મી સપ્ટેમ્બર, 2022ના રોજ સાંજે 4:30 વાગ્યે 7 લોક કલ્યાણ માર્ગ પર 2022ના રાષ્ટ્રીય પુરસ્કારોના વિજેતા શિક્ષકો સાથે વાર્તાલાપ કરશે.
શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કારો આપવાનો હેતુ દેશના કેટલાક શ્રેષ્ઠ શિક્ષકોના અનન્ય યોગદાનની ઉજવણી અને સન્માન કરવાનો છે જેમણે તેમની પ્રતિબદ્ધતા અને સખત મહેનત દ્વારા માત્ર શાળાના શિક્ષણની ગુણવત્તામાં સુધારો કર્યો નથી પરંતુ તેમના વિદ્યાર્થીઓના જીવનને પણ સમૃદ્ધ બનાવ્યું છે.
શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કામ કરતા ગુણવાન શિક્ષકોને જાહેર માન્યતા આપે છે. આ વર્ષે એવોર્ડ માટે, સખત અને પારદર્શક ઓનલાઈન થ્રી સ્ટેજ પ્રક્રિયા દ્વારા દેશભરમાંથી 45 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com