Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

2021 બેચના IFS અધિકારી તાલીમાર્થીઓ પ્રધાનમંત્રી શ્રીને મળ્યા

2021 બેચના IFS અધિકારી તાલીમાર્થીઓ પ્રધાનમંત્રી શ્રીને મળ્યા


ભારતીય વિદેશ સેવા (IFS)ની 2021 બેચના અધિકારી તાલીમાર્થીઓએ આજે ​​વહેલી સવારે 7, લોક કલ્યાણ માર્ગ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

ફ્રી વ્હીલિંગ અને અનૌપચારિક વાર્તાલાપમાં, પ્રધાનમંત્રીશ્રીએ IFS અધિકારી તાલીમાર્થીઓને સેવામાં જોડાવા બદલ અભિનંદન આપ્યા અને કહ્યું કે તેઓને હવે વિશ્વ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે. તેમની સાથે સેવામાં જોડાવા પાછળના કારણની ચર્ચા કરી.

2023 એ મિલેટ્સનું આંતરરાષ્ટ્રીય વર્ષ છે જેના વિશે વાત કરતા, તેમણે વિગતવાર ચર્ચા કરી કે તેઓ મિલેટને લોકપ્રિય બનાવવામાં કેવી રીતે યોગદાન આપી શકે છે જેથી આપણા ખેડૂતોને ફાયદો થઈ શકે. તેમણે મિલેટ્સ કેવી રીતે પર્યાવરણને અનુકૂળ છે અને સ્વાસ્થ્ય લાભો વિશે વાત કરી. તેમણે લાઇફ (પર્યાવરણ માટે જીવનશૈલી) વિશે પણ વાત કરી અને પર્યાવરણને લાભ આપવા માટે વ્યક્તિ કેવી રીતે જીવનશૈલીમાં નાના ફેરફારો લાવી શકે છે. અધિકારી તાલીમાર્થીઓએ આ વર્ષના સ્વતંત્રતા દિવસના ભાષણમાં તેમના દ્વારા આપવામાં આવેલ પંચ પ્રાણની ચર્ચા કરી હતી અને IFS અધિકારીઓ તેમની પ્રાપ્તિમાં કેવી રીતે યોગદાન આપી શકે છે તે વિશે ઇનપુટ્સ આપ્યા હતા.

પ્રધાનમંત્રીએ અધિકારી તાલીમાર્થીઓને આગામી 25 વર્ષ માટે લાંબા ગાળાના વિચાર અને યોજના બનાવવા માટે આહ્વાન કર્યું હતું કે તેઓ આ સમયગાળા દરમિયાન કેવી રીતે પોતાનો વિકાસ કરી શકે અને દેશના વિકાસ માટે ઉપયોગી થઈ શકે.

SD/GP/JD