Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુર, ગુજરાતની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રી શ્રીએ શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુર, ગુજરાતની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના વલસાડ જિલ્લામાં શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુરના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે હોસ્પિટલ પ્રોજેક્ટ મહિલાઓ અને સમાજના અન્ય જરૂરિયાતમંદ વર્ગો માટે મોટી સેવા સાબિત થશે. તેમણે શ્રીમદ રાજચંદ્ર મિશનની મૂક સેવાની ભાવનાની પ્રશંસા કરી હતી.

મિશન સાથેના તેમના લાંબા જોડાણને યાદ કરતાં, પ્રધાનમંત્રીએ તેમની સેવાના રેકોર્ડની પ્રશંસા કરી અને કહ્યું કે આઝાદી કા અમૃત મહોત્સવના આજના સમયમાં ફરજની આ ભાવના સમયની જરૂરિયાત છે. પીએમએ ગુજરાતમાં ગ્રામીણ સ્વાસ્થ્ય ક્ષેત્રે પૂજ્ય ગુરુદેવના નેતૃત્વમાં શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા કરવામાં આવેલા પ્રશંસનીય કાર્ય પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે નવી હોસ્પિટલ દ્વારા ગરીબોની સેવા માટે મિશનની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બને છે. આ હોસ્પિટલ અને સંશોધન કેન્દ્ર દરેકને પોસાય તેવી ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ સુલભ બનાવશે. “આ અમૃત કાલમાં સ્વસ્થ ભારતના વિઝનને બળ આપશે. આ હેલ્થકેરના ક્ષેત્રમાં સબકા પ્રયાસ (દરેકના પ્રયત્નો)ની ભાવનાને પણ મજબૂત બનાવે છે”, તેમણે કહ્યું.

પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો કે, “આઝાદી કા અમૃત મહોત્સવમાં, દેશ તેના બાળકોને યાદ કરી રહ્યો છે, જેમણે ભારતને ગુલામીમાંથી બહાર લાવવાના પ્રયાસો કર્યા હતા. શ્રીમદ રાજચંદ્રજી એવા સંત હતા જેમનું મહાન યોગદાન આ દેશના ઈતિહાસનો એક ભાગ છે.” તેમણે શ્રીમદ રાજચંદ્રજી માટે મહાત્મા ગાંધીની પ્રશંસા પણ વર્ણવી હતી. શ્રીમદનું કાર્ય ચાલુ રાખવા બદલ તેમણે શ્રી રાકેશજીનો આભાર વ્યક્ત કર્યો.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, આવા લોકો જેમણે મહિલાઓ, આદિવાસી લોકો અને વંચિત વર્ગના સશક્તીકરણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે તેઓ દેશની ચેતનાને જીવંત રાખી રહ્યા છે. મહિલાઓ માટે સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપનાના રૂપમાં એક મોટા પગલાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે શ્રીમદ રાજચંદ્રજી શિક્ષણ અને કૌશલ્ય દ્વારા દીકરીઓના સશક્તીકરણ માટે ખૂબ જ આગ્રહી હતા. શ્રીમદે ખૂબ જ નાની ઉંમરે મહિલા સશક્તીકરણ વિશે દિલથી વાત કરી હતી. તેમણે કહ્યું કે આઝાદી કા અમૃત મહોત્સવમાં દેશની મહિલા શક્તિને રાષ્ટ્રીય શક્તિના રૂપમાં આગળ લાવવાની જવાબદારી આપણા સૌની છે.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે કેન્દ્ર સરકાર બહેનો અને પુત્રીઓ દ્વારા સામનો કરવામાં આવતી દરેક અવરોધને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે, જે તેમને પ્રગતિ કરતા અટકાવે છે. પ્રધાનમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે ભારત આજે જે સ્વાસ્થ્ય નીતિનું પાલન કરી રહ્યું છે તે આપણી આસપાસના દરેક જીવોના સ્વાસ્થ્યની ચિંતા કરે છે. ભારત માત્ર મનુષ્યો માટે જ નહીં પરંતુ પ્રાણીઓ માટે પણ દેશવ્યાપી રસીકરણ અભિયાન ચલાવી રહ્યું છે.

પ્રોજેક્ટ વિશે

વલસાડના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનો પ્રોજેક્ટ ખર્ચ આશરે રૂ. 200 કરોડ છે. તે અત્યાધુનિક મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે 250 પથારીની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ છે જે ખાસ કરીને દક્ષિણ ગુજરાત વિસ્તારના લોકોને વિશ્વ કક્ષાની તૃતીય તબીબી સુવિધાઓ પૂરી પાડશે.

શ્રીમદ રાજચંદ્ર એનિમલ હોસ્પિટલ 150 બેડની હોસ્પિટલ બનવા જઈ રહી છે અને લગભગ રૂ. 70 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. તે ઉચ્ચ-વર્ગની સુવિધાઓ અને પશુચિકિત્સકો અને આનુષંગિક કર્મચારીઓની સમર્પિત ટીમથી સજ્જ હશે. આ હોસ્પિટલ પ્રાણીઓની સંભાળ અને જાળવણી માટે પરંપરાગત દવાઓની સાથે સર્વગ્રાહી તબીબી સંભાળ પૂરી પાડશે.

શ્રીમદ રાજચંદ્ર સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વુમન અંદાજીત રૂ. 40 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. તેમાં મનોરંજન માટેની સુવિધાઓ, સ્વ-વિકાસ સત્રો માટે વર્ગખંડો અને આરામ વિસ્તારો હશે. તે 700થી વધુ આદિવાસી મહિલાઓને રોજગાર આપશે અને ત્યારબાદ હજારો અન્ય લોકોને આજીવિકા પૂરી પાડશે.

***

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com