Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘પ્રગતિ’ના માધ્યમથી વિચારોનું આદાનપ્રદાન કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘પ્રગતિ’ના માધ્યમથી વિચારોનું આદાનપ્રદાન કર્યું


તમામ આયોજનોનું સમયસર અમલીકરણ થઈ શકે અને પરિવર્તન લાવવા માટે સક્રિયપણે રાજકીય કારભાર ચલાવી શકાય (પ્રો એક્ટિવ ગવર્નન્સ) તે માટેના આઈસીટી આધારિત મલ્ટી મોડેલ પ્લેટફોર્મ ‘પ્રગતિ’ના માધ્યમથી વિચારોનું આદાનપ્રદાન કરવા માટેના 15મા સત્રના ચેરમેન તરીકે બુધવારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા.

આ સત્રમાં પ્રધાનમંત્રીએ આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવતા વહીવટના સંદર્ભમાં કરદાતાઓ દ્વારા મોટી સંખ્યામાં કરવામાં આવી રહેલી ફરિયાદો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને આ ફરિયાદો ઉકેલવાની દિશામાં કેટલી પ્રગતિ થઈ છે તેનું પુનરવલોકન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ બાબતના સંદર્ભમાં કહ્યું હતું કે આ સમસ્યાના ઉકેલ માટે એક મિકેનિઝમ-યંત્રણા-સિસ્ટમ ઊભી કરવાની જરૂર છે. આ સમસ્યાઓનો વહેલામાં વહેલો ઉકેલ લાવી શકાય તે માટે વધુમાં વધુ શક્ય હોય ત્યાં સુધી ટેક્નોલોજીનો ઉપયોગ કરવા તેમણે આવકવેરાના અધિકારીઓને અનુરોધ પણ કર્યો હતો.

આ બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજનાના અમલીકરણની બાબતમાં કેટલી પ્રગતિ થઈ છે તેનું પણ પુનરવલોકન કર્યું હતું. દેશના ખનીજ સમૃદ્ધ 12 રાજ્યો દ્વારા અત્યાર સુધીમાં રૂપિયા 3214 કરોડ એકત્રિત કરવામાં આવ્યા હોવાની બાબતની પણ આ બેઠકમાં નોંધ લેવામાં આવી હતી. તેમ જ બાર રાજ્યો આવનારા દિવસોમાં તેનાથીય વધુ રકમ એકત્રિત કરે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ ભંડોળનો ઉપયોગ કરવા માટે એક સરખી પ્રક્રિયા અને પદ્ધતિ વિકસાવવાની દિશામાં કામ કરવા માટે પણ તેમણે સંબંધિત અધિકારીઓને વિનંતી કરી હતી. ખનીજનો વિપુલ જથ્થો ધરાવતા જિલ્લાઓમાં વસતા આદિવાસીઓ સહિતના પછાત સમાજ-સમુદાયના લોકોને વધુમાં વધુ લાભ મળી શકે તેવી વ્યવસ્થા કરવા તેમણે અધિકારીઓને જણાવ્યું હતું.

આ બેઠકમાં પ્રધાનમંત્રીએ રાજસ્થાન, આસામ, મેઘાલય, સિક્કીમ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ,ઉત્તરાખંડ તથા જમ્મુ અને કાશ્મીર સહિતના અનેક રાજ્યોમાં પથારાયેલા વીજળી, રેલવે અને રસ્તાને લગતા માળખાકીય સુવિધાઓ માટેના મહત્વના પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં કેટલી પ્રગતિ થઈ છે તેનું પણ પુનરવલોકન કર્યું હતું.

TR