પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળની કેન્દ્રીય કેબિનેટે ભારત અને કોરિયા વચ્ચેની પરસ્પર માન્યતા સાથેના સર્ટિફિકેટ અંગેની સમજૂતી પર હસ્તાક્ષર કરવાને મંજૂરી આપી દીધી છે. આ સમજૂતી 1978માં ઈન્ટરનેશનલ કન્વેન્શન ઓફ સ્ટાન્ડર્ડ ઓફ ટ્રેઈનીંગ, સર્ટિફિકેશન અને વોચકીપીંગ (STWC)ની જોગવાઈ 1/10ના થયેલા સુધારા આધારિત છે.
આ સમજૂતી ઉપર હસ્તાક્ષરને કારણે અન્ય દેશની સરકાર દ્વારા સાગરખેડૂઓને અપાયેલા મેરીટાઈમ શિક્ષણ અને તાલીમ, સક્ષમતા પ્રમાણપત્રો,સંમતી, ઉપરાંત તાલીમના દસ્તાવેજી પૂરાવા, તથા મેડિકલ ફીટનેસને માન્યતાનો માર્ગ મોકળો થશે. આ મંજૂરી STWC ઈન્ટરનેશનલ કન્વેન્શનની જોગવાઈ નં. 1 થી 10 હેઠળ સાગરખેડૂઓને તાલીમ, સર્ટિફિકેશન અને વ્યવસ્થાપન અંગે બંને દેશો વચ્ચેના સહયોગ મુજબ અપાઈ છે.
AP/JKhunt/TR/GP