પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મ શતાબ્દી ઉજવવા માટે બે સમિતિના બંધારણને મંજૂરી આપી છે.
પ્રધાનમંત્રી 149 સભ્યોની રાષ્ટ્રીય સમિતિના અધ્યક્ષ હશે અને ગૃહ પ્રધાન શ્રી રાજનાથ સિંહ 23 સભ્યોની કારોબારી સમિતિના અધ્યક્ષ હશે.
રાષ્ટ્રીય સમિતિના સભ્યોમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયી, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી એચ ડી દેવગૌડા, કેન્દ્રીય પ્રધાનો શ્રી રાજનાથ સિંહ, શ્રીમતી સુષ્મા સ્વરાજ, શ્રી અરુણ જેટલી, શ્રી મનોહર પારિકર, ભૂતપૂર્વ નાયબ પ્રધાનમંત્રી શ્રી એલ કે અડવાણી અને ભાજપના પ્રમુખ અમિત શાહ સામેલ છે.
બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર, ભૂતપૂર્વ કૃષિ પ્રધાન શ્રી શરદ પવાર, રાજ્યસભાના સાંસદ શ્રી શરદ યાદવ, યોગગુરુ બાબા રામદેવ, ગીતકાર પ્રસૂન જોશી, ફિલ્મ નિર્દેશક શ્રી ચંદ્રપ્રકાશ દ્વિવેદી, હોકીના ભૂતપૂર્વ ખેલાડી શ્રી ધનરાજ પિલ્લાઈ, બેડમિન્ટનના ભૂતપૂર્વ ખેલાડી અને કોચ શ્રી પુલેલા ગોપીચંદ અને સુલભ ઇન્ટરનેશનલના સ્થાપક શ્રી બિંદેશ્વર પાઠકને રાષ્ટ્રીય સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે. ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધિશ શ્રી આર સી લાહોટી, નિવૃત્ત એર ચીફ માર્શલ શ્રી એસ ક્રિષ્નાસ્વામી, બંધારણીય નિષ્ણાત શ્રી સુભાષ કશ્યપ અને પર્યાવરણ સંરક્ષણ કાર્યકર્તા શ્રી સી પી ભટ્ટને પણ રાષ્ટ્રીય સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે. સમિતિમાં કેટલાક રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ, વિજ્ઞાનીઓ, પત્રકારો, શિક્ષાવિદો, સામાજિક કાર્યકર્તાઓ અને આધ્યાત્મિક નેતાઓ પણ સામેલ છે.
રાજ્ય કક્ષાના કેન્દ્રીય પ્રધાન (આઇ/સી) ડો. મહેશ શર્મા સમિતિના સંયોજક હશે
TR