Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે માળખાગત ખર્ચ વધારવા વધારાના અંદાજપત્રીય સંસાધનો ઊભા કરવા મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નાણાકીય વર્ષ 2016-17માં કુલ રૂ. 31,300નું ભંડોળ ઊભું કરવાની અને માળખાગત ખર્ચમાં વૃદ્ધિ કરવા ભારત સરકાર દ્વારા રૂ. 16,300 કરોડના વધારાના અંદાજપત્રીય સંસાધનો (ઇબીઆર) સામે મુદ્લ અને વ્યાજની ચુકવણી કરવાની મંજૂરી આપી છે.

રૂ. 31,300 કરોડના ઇબીઆરમાંથી ભારત સરકાર દ્વારા પાવર ફાઇનાન્સ કોર્પોરેશન (પીએફસી), ઇન્ડિયન રિન્યૂએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (આઇઆરઇડીએ), ઇન્લેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (આઇડબલ્યુએઆઈ) અને નેશનલ બેંક ફોર એગ્રિકલ્ચર એન્ડ રુરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) દ્વારા ઊભા થનાર ભંડોળની જોગવાઈ કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. તેનો અર્થ એ થયો કે પીએફસી, આઇઆરઇડીએ, આઇડબલ્યુએઆઈ અને નાબાર્ડ દ્વારા ઊભા થનાર રૂ. 16,300 કરોડના ઇબીઆરના સંબંધમાં મુદ્લ અને વ્યાજની ચુકવણી ભારત સરકાર બજેટમાં અનુકૂળ જોગવાઈઓ કરીને કરશે, પછી આ માગ ભલે ગમે તે મંત્રાલયો કે વિભાગોએ કરી હોય.

આ નિર્ણયનો આશય સરકારના માળખાગત ખર્ચ વધારવાના પ્રયાસોમાં અને વધુ સ્થાયી વૃદ્ધિ માટે ખર્ચના આવક-મૂડી મિશ્રણને સુધારવાના પ્રયાસોમાં પૂરક બનવાનો છે.

પૃષ્ઠભૂમિ:

દેશમાં સ્થાયી વૃદ્ધિનો નિર્ણય લેવા માળખાગત ખર્ચ એક મહત્ત્વપૂર્ણ માપદંડ છે. કુલ ખર્ચમાં મૂડીગત ખર્ચનો હિસ્સો તેનો માપદંડ છે. આ અભિગમને અનુરૂપ નાણાકીય વર્ષ 2016-17 માટેના બજેટ ભાષણમાં જાહેરાત કરવામાં આવી હતી કે, સરકાર માળખાગત ખર્ચને વધારવા નાણાકીય વર્ષ 2016-17 દરમિયાન બોન્ડ લાવીને એનએચએઆઈ, પીએફસી, આરઇસી, આઇઆરઇડીએ, નાબાર્ડ અને ઇનલેન્ડ વોટર ઓથોરિટી દ્વારા રૂ. 31,300 કરોડનું વધારાની નાણાકીય જોગવાઈ કરવાની મંજૂરી આપશે.

AP/Jkhunt/TR/GP