પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ મહામહિમ શ્રી જોસેફ આર. બાઈડેન સાથે 24 મે 2022ના રોજ, ટોક્યોમાં ઉષ્માભરી અને ફળદાયી મુલાકાત કરી હતી. આ બેઠકમાં નોંધપાત્ર પરિણામો આવ્યાં જે દ્વિપક્ષીય ભાગીદારીમાં ઊંડાણ અને ગતિ ઉમેરશે.
આ બેઠક બેઉ નેતાઓ વચ્ચેના નિયમિત ઉચ્ચ-સ્તરીય સંવાદને ચાલુ રાખે છે જેઓ સપ્ટેમ્બર 2021માં વોશિંગ્ટન ડીસીમાં રૂબરૂ મળ્યા હતા અને ત્યારબાદ G20 અને COP26 સમિટમાં વાતચીત કરી હતી. તાજેતરમાં 11 એપ્રિલ 2022ના રોજ તેઓની વર્ચ્યુઅલ વાતચીત થઈ હતી.
ભારત-યુએસ સર્વગ્રાહી વ્યૂહાત્મક વૈશ્વિક ભાગીદારી લોકશાહી મૂલ્યો, કાયદાનાં શાસન અને નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને જાળવી રાખવાની પ્રતિબદ્ધતા દ્વારા નિર્ધારિત છે. આ નેતાઓએ દ્વિપક્ષીય કાર્યસૂચિમાં તમામ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિથી ખુશી વ્યક્ત કરી હતી.
બંને નેતાઓએ ઇન્વેસ્ટમેન્ટ ઇન્સેન્ટિવ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરાયાં એનું સ્વાગત કર્યું જે યુએસ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશનને ભારતમાં આરોગ્ય સંભાળ, રિન્યુએબલ એનર્જી, એસએમઇ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે જેવા સહિયારી અગ્રતાનાં ક્ષેત્રોમાં રોકાણ સહાય પ્રદાન કરવાનું ચાલુ રાખવા સક્ષમ બનાવે છે.
બંને પક્ષોએ પરિણામલક્ષી સહકારને સુગમ બનાવવા ભારત-યુ.એસ. ઈનિશિયેટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઈમર્જિંગ ટેકનોલોજીઝ (iCET) શરૂ કરી હતી. ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ દ્વારા સહ-આગેવાની હેઠળની iCET બેઉ દેશોની સરકાર, શિક્ષણ અને ઉદ્યોગો વચ્ચે એઆઈ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, 5G/6G, બાયોટેક, સ્પેસ અને સેમિકન્ડક્ટર્સ જેવાં ક્ષેત્રોમાં ગાઢ જોડાણ બનાવશે.
સંરક્ષણ અને સુરક્ષા સહયોગ એ ભારત-યુએસ દ્વિપક્ષીય કાર્યસૂચિનો નિર્ણાયક આધારસ્તંભ હોવાનું નોંધીને, બંને પક્ષોએ ચર્ચા કરી કે તેઓ કેવી રીતે સહયોગને વધુ મજબૂત કરી શકે. આ સંદર્ભમાં પ્રધાનમંત્રીએ યુએસ ઉદ્યોગને મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત કાર્યક્રમો હેઠળ ભારતમાં ઉત્પાદન કરવા માટે ભારત સાથે ભાગીદારી કરવા આમંત્રણ આપ્યું હતું જે બંને દેશોને પરસ્પર લાભદાયી બની શકે.
આરોગ્ય ક્ષેત્રે તેમના વધતા સહયોગને આગળ વધારતા, ભારત અને યુએસએએ સંયુક્ત બાયોમેડિકલ સંશોધન ચાલુ રાખવા માટે લાંબા સમયથી ચાલતા વેક્સિન એક્શન પ્રોગ્રામ (VAP)ને 2027 સુધી લંબાવ્યો હતો જેના પરિણામે રસીઓ અને સંબંધિત તકનીકોનો વિકાસ થયો હતો.
બંને દેશો વચ્ચેના લોકોથી લોકો વચ્ચેના મજબૂત સંબંધોને વેગીલા કરવા માટે, પ્રધાનમંત્રીએ ઉચ્ચ શિક્ષણ સહયોગને મજબૂત બનાવવા માટે આહ્વાન કર્યું હતું જે પરસ્પર લાભદાયક હોઈ શકે.
આ નેતાઓએ દક્ષિણ એશિયા અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર સહિતના પરસ્પર હિતના પ્રાદેશિક મુદ્દાઓ પર મંતવ્યોનું આદાન-પ્રદાન કર્યું, મુક્ત, ખુલ્લાં અને સમાવિષ્ટ ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટેના તેમનાં સહિયારાં વિઝનને પુનઃપુષ્ટ કર્યું હતું.
પ્રધાનમંત્રીએ ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પરિટી (IPEF)ના પ્રારંભનું સ્વાગત કર્યું હતું અને કહ્યું કે ભારત સંબંધિત રાષ્ટ્રીય પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને લવચીક, અને સમાવેશી IPEFને આકાર આપવા માટે તમામ ભાગીદાર દેશો સાથે મળીને નિકટતાથી કામ કરવા તૈયાર છે.
નેતાઓ તેમનો ઉપયોગી સંવાદ ચાલુ રાખવા અને ભારત-યુએસ ભાગીદારીને ઉચ્ચ સ્તરે લઈ જવાના તેમનાં સહિયારાં વિઝનને આગળ ધપાવવાં સંમત થયા હતા.
SD/GPJD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Had a productive meeting with @POTUS @JoeBiden. Today’s discussions were wide-ranging and covered multiple aspects of India-USA ties including trade, investment, defence as well as people-to-people linkages. pic.twitter.com/kUcylf6xXp
— Narendra Modi (@narendramodi) May 24, 2022
PM @narendramodi holds talks with @POTUS @JoeBiden in Tokyo.
— PMO India (@PMOIndia) May 24, 2022
Both leaders shared their views on a wide range of issues and discussed ways to deepen the India-USA friendship. pic.twitter.com/a1xSmf5ieM