ડેનમાર્કના મહારાણી માર્ગ્રેથે IIએ આજે કોપનહેગનના ઐતિહાસિક અમાલીનબોર્ગ પેલેસમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું.
ડેનમાર્કના સિંહાસન પર તેમના રાજ્યારોહણની સુવર્ણ જયંતી નિમિત્તે પ્રધાનમંત્રીએ મહામહિમનું અભિવાદન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ તેમને તાજેતરના વર્ષોમાં ભારત–ડેનમાર્ક સંબંધોમાં વધતી ગતિ, ખાસ કરીને ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ વિશે માહિતી આપી હતી. તેમણે સામાજિક કાર્યોને આગળ વધારવામાં ડેનિશ શાહી પરિવારની ભૂમિકાની પણ પ્રશંસા કરી.
પ્રધાનમંત્રીએ તેમને આપવામાં આવેલા ઉષ્માભર્યા સ્વાગત અને આતિથ્ય સત્કાર માટે મહારાણીનો આભાર માન્યો હતો.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Met Her Majesty, the Queen of the Kingdom of Denmark, Margrethe II in Copenhagen. pic.twitter.com/YZkS1BJbIH
— Narendra Modi (@narendramodi) May 3, 2022