Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ફીજીમાં શ્રી સત્ય સાંઈ સંજીવની ચિલ્ડ્રન હાર્ટ હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રી ટિપ્પણીનો મૂળપાઠ

ફીજીમાં શ્રી સત્ય સાંઈ સંજીવની ચિલ્ડ્રન હાર્ટ હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રી ટિપ્પણીનો મૂળપાઠ


મહામહિમ, ફીજીના પ્રધાનમંત્રી બૈનીમારમાજી, સદ્ગુરૂ મધુસુદન સાઈ, સાંઈ પ્રેમ ફાઉન્ડેશનના તમામ ટ્રસ્ટીઓ, હોસ્પિટલના સ્ટાફ સભ્યો, પ્રતિષ્ઠિત મહેમાનો અને ફીજીના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો!

ની-સામ બુલા વિનાકા, હેલો!

સુવામાં શ્રી સત્ય સાઈ સંજીવની ચિલ્ડ્રન હાર્ટ હોસ્પિટલના આ લોન્ચ ઈવેન્ટ સાથે સંકળાયેલા હોવાનો મને ખૂબ જ આનંદ થાય છે. હું આ માટે ફીજીના મહામહિમ પ્રધાનમંત્રી અને ફીજીના લોકોનો આભાર માનું છું. આ આપણા પરસ્પર સંબંધ અને પ્રેમનું બીજું પ્રતીક છે. ભારત અને ફીજીની સહિયારી યાત્રાનો આ બીજું પ્રકરણ છે. મને કહેવામાં આવ્યું છે કે આ ચિલ્ડ્રન્સ હાર્ટ હોસ્પિટલ માત્ર ફીજીમાં જ નહીં, પરંતુ સમગ્ર દક્ષિણ પેસિફિક ક્ષેત્રની પ્રથમ ચિલ્ડ્રન્સ હાર્ટ હોસ્પિટલ છે. એવા પ્રદેશ માટે જ્યાં હૃદય સંબંધિત રોગો એક મોટો પડકાર છે, આ હોસ્પિટલ હજારો બાળકોને નવું જીવન આપવાનું વાહન બની રહેશે. મને એ વાતનો સંતોષ છે કે અહીંના દરેક બાળકને માત્ર વિશ્વ કક્ષાની સારવાર જ નહીં, પણ તમામ સર્જરીઓ પણ ફ્રીહશે. હું આ માટે ફીજી સરકાર, સાઈ પ્રેમ ફાઉન્ડેશન ફીજી અને શ્રી સત્ય સાંઈ સંજીવની ચિલ્ડ્રન હાર્ટ હોસ્પિટલની મારી નિષ્ઠાપૂર્વક પ્રશંસા કરું છું.

ખાસ કરીને, આ પ્રસંગે હું બ્રહ્મલિન શ્રી સત્ય સાંઈ બાબાને નમન કરું છું. માનવતાની સેવા માટે તેમણે રોપેલું બીજ આજે વટવૃક્ષના રૂપમાં લોકોની સેવા કરી રહ્યું છે. મેં અગાઉ પણ કહ્યું છે કે સત્ય સાઈ બાબાએ આધ્યાત્મિકતાને ધાર્મિક વિધિઓથી મુક્ત કરીને તેને લોક કલ્યાણ સાથે જોડવાનું અદ્ભુત કાર્ય કર્યું હતું. શિક્ષણ ક્ષેત્રે તેમનું કાર્ય, આરોગ્ય ક્ષેત્રે તેમનું કાર્ય, ગરીબ-પીડિતો-વંચિતો માટે તેમનું સેવાકીય કાર્ય આજે પણ આપણને પ્રેરણા આપે છે. બે દાયકા પહેલા જ્યારે ગુજરાત ભૂકંપથી તબાહ થયું હતું ત્યારે બાબાના અનુયાયીઓ દ્વારા પીડિતોની જે રીતે સેવા કરવામાં આવી હતી તે ગુજરાતના લોકો ક્યારેય ભૂલી શકે તેમ નથી. હું તેને મારું સૌભાગ્ય માનું છું કે મને સત્ય સાંઈ બાબાનો સતત આશીર્વાદ મળ્યા છે, ઘણા દાયકાઓથી તેમની સાથે જોડાયેલો છું અને આજે પણ મળી રહ્યા છે.

સાથીઓ,

આપણે ત્યાં કહેવાય છે કે, ‘પરોપકાર્ય સતમ વિભૂતયાઃ’. એટલે કે દાન એ સજ્જનોની મિલકત છે. મનુષ્યની સેવા, જીવોનું કલ્યાણ, આ જ આપણા સંસાધનોનો હેતુ છે. આ મૂલ્યો પર જ ભારત અને ફીજીનો સમાન વારસો ટકી રહ્યો છે. આ આદર્શોને અનુસરીને ભારતે કોરોના મહામારી જેવા મુશ્કેલ સમયમાં પણ પોતાની ફરજો બજાવી છે. વસુધૈવ કુટુંબકમએટલે કે સમગ્ર વિશ્વને પોતાનો પરિવાર માનીને ભારતે વિશ્વના 150 દેશોમાં દવાઓ, આવશ્યક ચીજવસ્તુઓ મોકલી. ભારતે પોતાના કરોડો નાગરિકોની ચિંતાની સાથે સાથે વિશ્વના અન્ય દેશોના લોકોની પણ કાળજી લીધી. અમે લગભગ 100 દેશોમાં અંદાજે 100 મિલિયન રસી મોકલી છે. આ પ્રયાસમાં અમે ફીજીને પણ અમારી પ્રાથમિકતામાં રાખ્યું છે. મને આનંદ છે કે સાઈ પ્રેમ ફાઉન્ડેશન ફીજી માટે સમગ્ર ભારતની લાગણીને આગળ વધારવા માટે અહીં છે.

મિત્રો,

આપણા બંને દેશો વચ્ચે વિશાળ સમુદ્ર છે, પરંતુ આપણી સંસ્કૃતિએ આપણને એકબીજા સાથે જોડાયેલા રાખ્યા છે. આપણા સંબંધો પરસ્પર આદર, સહકાર અને આપણા લોકોના મજબૂત પરસ્પર સંબંધો પર આધારિત છે. આ ભારતનું સૌભાગ્ય છે કે અમને ફીજીના સામાજિક-આર્થિક વિકાસમાં ભૂમિકા ભજવવાની અને યોગદાન આપવાની તક મળી રહી છે. છેલ્લા દાયકાઓમાં, ભારત-ફીજી સંબંધો દરેક ક્ષેત્રમાં સતત આગળ વધ્યા છે અને મજબૂત થયા છે. ફીજીના પ્રધાનમંત્રી અને મહામહિમના સહયોગથી આપણા આ સંબંધ આવનાર સમયમાં વધુ મજબૂત બનશે. યોગાનુયોગ, મારા મિત્ર પ્રધાનમંત્રી બૈનીમારમાજીનો પણ જન્મદિવસ છે. હું તેને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. હું શ્રી સત્ય સાઈ સંજીવની ચિલ્ડ્રન હાર્ટ હોસ્પિટલ સાથે સંકળાયેલા તમામ સભ્યોને ફરી એકવાર મારી શુભેચ્છા પાઠવું છું. મને ખાતરી છે કે, આ હોસ્પિટલ ફીજી અને સમગ્ર પ્રદેશમાં સેવાનું મજબૂત અધિષ્ઠાન બનશે અને ભારત-ફીજી સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

ખુબ ખુબ આભાર!

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com