પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોક કલ્યાણ માર્ગ ખાતે વર્ષ 2020 અને 2021 માટે નારી શક્તિ પુરસ્કાર વિજેતાઓ સાથે એક ઇન્ટરેક્ટિવ સત્ર યોજ્યું હતું. આ વાર્તાલાપ મહિલા સશક્તીકરણની દિશામાં પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવતા સતત પ્રયાસોનો બીજો પુરાવો હતો.
પુરસ્કાર વિજેતાઓ દ્વારા કરવામાં આવેલ જબરદસ્ત કાર્યની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ સમાજ તેમજ દેશ માટે યોગદાન આપી રહ્યા છે. તેમણે કહ્યું કે તેમના કામમાં સેવાની ભાવના છે, પરંતુ તેમના કામમાં જે સ્પષ્ટ દેખાય છે તે નવીનતા છે. તેમણે કહ્યું કે હવે એવું કોઈ ક્ષેત્ર નથી જ્યાં મહિલાઓએ પોતાની ઓળખ ન બનાવી હોય અને દેશને ગૌરવ અપાવ્યું ન હોય.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સરકાર મહિલાઓની ક્ષમતાને સાકાર કરવા માટે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે અને એવી નીતિઓ ઘડી રહી છે જેના દ્વારા આવી સંભાવનાઓને ઓળખી શકાય. તેમણે કહ્યું કે એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે તમામ મહિલાઓ પારિવારિક સ્તરે નિર્ણય લેવાની પ્રક્રિયાનો ભાગ બને, જે તેમના આર્થિક સશક્તિકરણના પરિણામે શક્ય બનશે.
પ્રધાનમંત્રીએ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી દરમિયાન ‘સબકા પ્રયાસ’ પર સરકારના ધ્યાન વિશે વાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે વોકલ ફોર લોકલની જેમ સરકારના પ્રયાસોની સફળતા મહિલાઓના યોગદાન પર નિર્ભર છે.
પુરસ્કાર વિજેતાઓએ તેમને એક પ્લેટફોર્મ આપવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો જ્યાં તેઓ દેશના ટોચના નેતૃત્વ દ્વારા સાંભળવામાં આવે છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીને મળવા અને તેમની સાથે વાતચીત કરવાની તક મળવી એ તેમના માટે એક સ્વપ્ન સાકાર થવા સમાન છે. તેમણે સરકારની પહેલની પ્રશંસા કરી જે તેમના પ્રયાસોમાં મોટી મદદ કરી રહી છે. તેમણે તેમની અત્યાર સુધીની સફર અને તેમણે કરેલા કામ વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું. તેમણે તેમના કાર્યક્ષેત્ર અંગે ઘણા ઈનપુટ્સ અને સૂચનો પણ આપ્યા.
SD/GP/JD
On the eve of Women’s Day, interacted with recipients of the Nari Shakti Puraskar. We are very proud of their accomplishments and their efforts to serve society. https://t.co/lfJIr6A1nn pic.twitter.com/wOlLHDeAW4
— Narendra Modi (@narendramodi) March 7, 2022