Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઈજિપ્તના પ્રેસિડેન્ટ સાથે સંયુક્ત મીડિયા સંબોધન પ્રસંગે પ્રધાનમંત્રીશ્રીના નિવેદનનો મૂળપાઠ

ઈજિપ્તના પ્રેસિડેન્ટ સાથે  સંયુક્ત મીડિયા સંબોધન  પ્રસંગે પ્રધાનમંત્રીશ્રીના  નિવેદનનો મૂળપાઠ


યોર એક્સેલન્સી પ્રેસિડેન્ટ અબદેલ ફતાહ અલ – સિસિ,

સન્માનિત પ્રધાનશ્રીઓ તથા ઈજિપ્ત અને ભારતના પ્રતિનિધિ મંડળના સભ્યો, તથા

મીડિયા તરફથી હાજર રહેલા મિત્રો

હીઝ એક્સેલન્સી શ્રીમાન અબદેલ ફતાહ અલ-સિસિને તેમની ભારતની પ્રથમ મુલાકાત દરમિયાન આવકારતા હું આનંદ અનુભવું છું, શ્રીમાન, આપ વતનમાં અને વિદેશ બંનેમાં ઘણી સિધ્ધિઓ ધરાવતા પુરૂષ છો. આપને અહીં જોઈને ભારતના 1.25 અબજ લોકો આનંદ અનુભવે છે. ખુદ ઈજિપ્ત એ એશિયા અને આફ્રિકાને જોડતો સેતુ છે. આપના લોકો ઈસ્લામનો મિતાચારી અવાજ છે. અને, આપનું રાષ્ટ્ર આફ્રિકા અને આરબ દુનિયામાં પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાનું એક પરિબળ છે. ઈજિપ્ત હંમેશા વિકાસમાન દેશોના ઉદ્દેશો માટેનું ટેકેદાર કહ્યું છે.

મિત્રો,

પ્રેસિડેન્ટ અને મેં અમારા સહયોગના આકાર સત્વ બાબતે વિસ્તૃત ચર્ચાઓ કરી છે. અમે નિશ્ચિત પરિણામલક્ષી કાર્યસૂચિ હાથ ધરવા માટે સંમત થયા છીએ.

આ કાર્યસૂચિ એટલે કેઃ

• અમારી આર્થિક-સામાજિક અગ્રતાઓનો પ્રતિભાવ આપવો

• વેપાર અને મૂડીરોકાણ માટેના સંબંધોને પ્રોત્સાહિત કરવા

• આપણા સમાજોને સુરક્ષિત કરવા

• આપણા પ્રદેશોમાં શાંતિ અને સંવાદિતાનું નિર્માણ થાય તેમાં સહાય કરવી

• પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રિય મુદ્દાઓ પર આપણા નિશ્ચિત કાર્યક્રમો આગળ ધપાવવા

મિત્રો,

અમારી વાતચિત દરમિયાન પ્રેસિડેન્ટ સિસિ અને હું અમારા સહયોગના વિવિધ સ્થંભોના નિર્માણ, તેને ટકાવી રાખવા બાબતે તથા ઉચ્ચસ્તરના રાજકીય વિનિમયની ગતિશિલતા જાળવી રાખવા માટે સંમત થયા છીએ. અમારી એવી સમજ છે કે આપણા સમાજો માટે વેપાર અને મૂડીરોકાણના મજબૂત સંબંધોની કડીઓ જોડાવી આવશ્યક છે. અમે, આથી જ, સંમત થયા છીએ કે આપણા બંનેના અર્થતંત્રો માટે માલસામાન, સર્વિસીસ અને મૂડીનો વધતો જતો આવન જાવનના પ્રવાહનો આપણી મહત્વની અગ્રતાઓમાં સમાવેશ થવો જોઈએ. આ હેતુઓ હાંસલ કરવા માટે મેરીટાઈમ ટ્રાન્સપોર્ટ માટેના સહયોગ ઉપર હસ્તાક્ષર કરાયા છે, જે એક મહત્વનું સાનુકૂળ પરિબળ બની રહેશે. હું અમારા ખાનગી ક્ષેત્રને પણ બંને દેશો વચ્ચે બિઝનેસ અને કોમર્શિયલ પાર્ટનરશિપના નિર્માણ માટે અનુરોધ કરૂં છું. આર્થિક પ્રવૃત્તિઓના વિવિધિકરણ માટે, આપણે કૃષિ, કૌશલ્ય વિકાસ , નાના અને મધ્યમ કદના ઉદ્યોગો અને હેલ્થ સેકટરમાં આપણા સહયોગને વધુ ઘનિષ્ઠ બનાવીએ.

મિત્રો,

પ્રેસિડેન્ટ સિસિ અને હું બંને એક એવો અભિપ્રાય ધરાવીએ છીએ કે વધતો જતો ઉદ્દામ મતવાદ, વધતો જતો હિંસાચાર, અને આતંકનો વિસ્તાર માત્ર આપણા દેશો માટે જ નહીં પણ, વિવિધ પ્રદેશોના રાષ્ટ્રો અને સમુદાયો માટે વાસ્તવિક જોખમ સર્જે છે.

આ સંદર્ભમાં, અમે અમારા સંરક્ષણ અને સલામતી બાબતોના સહયોગને નીચેના ઉદ્દેશો માટે આગળ ધપાવવા માગીએ છીએ :

• સંરક્ષણ, વ્યાપાર, તાલીમ, અને ક્ષમતા નિર્માણની કામગીરી વિસ્તારવી

• આતંકવાદ સામેની લડત માટે માહિતી અને હિલચાલ અંગે આપ-લે

• સાયબર સિક્યોરીટી અંગે તોળાઈ રહેલા જોખમો બાબતે સહયોગ, તથા

• નશાકારક દ્રવ્યોની હેરફેર, આંતરદેશિય ગુનાઓ, અને નાણાની ગેરકાનૂની હેરફેર સામે લડત આપવી

સમૃધ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતી બે પ્રાચિન અને ગૌરવશાળી સંસ્કૃતિઓ તરીકે આપણે લોકોના એક-બીજા સાથેના સંપર્કોને અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન માટે પણ સુગમતા કરી આપવા નિર્ણય કર્યો છે.

એક્સેલન્સી,
યુએન સિક્યોરિટી કાઉન્સિલની વર્તમાન અવધિ દરમિયાન ઈજિપ્ત જે સારી કામગીરી કરી રહ્યું છે તેની ભારત કદર કરે છે. યુનોમાં અને બહાર પણ આપણી વચ્ચે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વધુ ઘનિષ્ઠ પરામર્શ માટેનો અમારો નિર્ણય બંનેના સમાન હિતો માટે લાભદાયી નિવડશે. આપણે એ બાબતે સંમત છીએ કે વર્તમાન સમયની વાસ્તવિકતાઓના પ્રતિબિંબ માટે યુ.એન સિક્યોરિટી કાઉન્સિલમાં સુધારાઓની જરૂરિયાત છે. આગામી સપ્તાહે યોજાનાર જી-20 સમીટમાં ઈજિપ્તની સામેલગીરીને પણ અમે આવકારીએ છીએ. અમે માનીએ છીએ કે તેનાથી જી-20ની ચર્ચાઓમાં મૂલ્ય ઉમેરાશે અને સાર તત્વ (substance) વધુ સમૃધ્ધ બનશે.

યોર એક્સેલન્સી પ્રેસીડેન્ટ અબદેલ ફતાહ અલ-સિસિ,

હું વધુ એક વાર આપને તથા આપના પ્રતિનિધિ મંડળને ઉષ્માસભર આવકાર આપું છું. આપને તથા ઈજિપ્તના લોકોને તમામ સ્તરે સફળતાની શુભેચ્છાઓ પાઠવું છું. તમારા આર્થિક, વિકાસલક્ષી અને સલામતી લક્ષી ધ્યેયો પરિપૂર્ણ થાય તે માટે ભારત એક ભરોસાપાત્ર સહયોગી તરીકે સતત આપની પડખે ઊભું છે.

આપનો આભાર,

આપનો ખૂબ ખૂબ આભાર

TR