પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય મંત્રીમંડળે સરકાર દ્વારા 20મી જૂન, 2016ના રોજ જાહેર કરાયેલા એફડીઆઈની નીતિમાં સુધારા માટે પોતાની કાર્યોત્તર મંજૂરી આપી છે. એફડીઆઈની નીતિમાં સુધારા એફડીઆઈની નીતિને હળવી બનાવવા અને સરળ બનાવવા માટે કરાયા છે,જેથી દેશમાં વેપાર કરવો સરળ બને અને તેના પગલે સીધા વિદેશી રોકાણો (એફડીઆઈ)નો પ્રવાહ વધે, જેના પરિણામે રોકાણો, આવકો અને રોજગારમાં વધારો થાય. વિગતો નીચે મુજબ છે :
ભારતમાં મેન્યુફેક્ચર્ડ અને / અથવા ઉત્પાદિત ખાદ્ય ઉત્પાદનો માટે ઈ-કોમર્સ સહિત ટ્રેડિંગ માટે હવે 100 ટકા એફડીઆઈને આપમેળે મંજૂરી મળશે.
અગાઉ કંપનીની ઈક્વિટીમાં એફડીઆઈનો 49 ટકા સુધીનો હિસ્સો આપમેળે મંજૂરીને પાત્ર હતો. 49 ટકાથી વધુ એફડીઆઈ માટે, દેશમાં આધુનિક અને અદ્યતન ટેકનોલોજીના પ્રવેશની સંભાવના હોય તેવા પ્રત્યેક કેસના આધારે અલગથી સરકારની મંજૂરી મેળવવી પડતી હતી. આ સંદર્ભે, આ ક્ષેત્રે એફડીઆઈની નીતિમાં બીજી બાબતોની સાથોસાથ નીચે મુજબના ફેરફારો કરવામાં આવ્યા છે :
પ્રસારણ કેરેજ સેવાઓ અંગેની એફડીઆઈ નીતિમાં પણ સુધારા કરાયા છે. નવી ક્ષેત્રીય ટોચમર્યાદા અને પ્રવેશના માર્ગો નીચે મુજબ છે :
5.2.7.1.1 (1) ટેલિપોર્ટસ (અપ-લિન્કિંગ એચયુબીઝ / ટેલિપોર્ટસ સ્થાપવા); (2) ડાયરેક્ટ ટુ હોમ (ડીટીએચ); (3) કેબલ નેટવર્કસ (રાષ્ટ્રીય, રાજ્ય કે જિલ્લા સ્તરે કાર્યરત હોય તેવા તેમજ નેટવર્કને અપગ્રેડ કરીને ડિજિટલાઝેશન અને એડ્રેસેબિલિટી હાથ ધરતામલ્ટી સિસ્ટમ ઓપરેટર્સ (એમએસઓઝ) ); (4) મોબાઈલ ટીવી ; (5) હેડએન્ડ-ઇન-ધ સ્કાય બ્રોડકાસ્ટિંગ સર્વિસ (એચઆઈટીએસ) |
100%
આપમેળે મંજૂરી |
5.2.7.1.2 કેબલ નેટવર્કસ (ડિજિટલાઈઝેશન અને એડ્રેસેબિલિટી માટે અપગ્રેડેશન હાથ નહીં ધરનારા અન્ય એમએસઓઝ અને સ્થાનિક કેબલ ઓપરેટર્સ (એલસીઓઝ)) |
|
જે કંપનીએ ક્ષેત્રીય મંત્રાલય તરફથી પરવાનો કે પરવાનગી ન મેળવી હોય અને તેમાં 49 ટકાથી વધુ નવું વિદેશી રોકાણ ઉમેરાતું હોય, માલિકીના ઢાંચામાં ફેરફાર થતો હોય અથવા હાલના રોકાણકારનો હિસ્સો નવા વિદેશી રોકાણકારને તબદીલ કરવાનો હોય ત્યારે એફઆઈપીબીની મંજૂરી લેવી પડશે. |
ક્ષેત્ર / પ્રવૃત્તિ | નવી ટોચમર્યાદા અને માર્ગ |
---|
ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં એફડીઆઈની અગાઉની નીતિ હેઠળ ગ્રીનફિલ્ડ ફાર્મામાં 100 ટકા એફડીઆઈને આપમેળે મંજૂરી મળતી હતી, જે ચાલુ રહેશે. બ્રાઉનફિલ્ડ ફાર્મામાં 100 ટકા સુધીની એફડીઆઈ માટે સરકારની મંજૂરી મેળવવી પડતી હતી. આ ક્ષેત્રમાં વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી હવે બ્રાઉનફિલ્ડ ફાર્માસ્યુટિકલ્સમાં પણ 74 ટકા સુધીની એફડીઆઈને આપમેળે મંજૂરી મળશે. 74 ટકાથી વધુ એફડીઆઈ માટે સરકારની મંજૂરી મેળવવી પડશે.
(i) એરપોર્ટસ માટે અગાઉની એફડીઆઈ નીતિ હેઠળ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટોમાં 100 ટકા એફડીઆઈ માટે આપમેળે મંજૂરી મળતી હતી અને બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટોમાં 74 ટકા સુધીની એફડીઆઈ માટે આપમેળે મંજૂરી મળતી હતી. બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટોમાં 74 ટકાથી વધુની એફડીઆઈ માટે સરકાર પાસેથી મંજૂરી મેળવવી પડતી હતી.
(ii) હાલના એરપોર્ટસના આધુનિકીકરણને સહાયરૂપ થવાના વિચાર સાથે તેમજ ઊંચા ધોરણો સ્થાપવા માટે અને હાલના એરપોર્ટસ પરના દબાણને હળવું બનાવવા હવે બ્રાઉનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટોમાં 100 ટકા એફડીઆઈને આપમેળે મંજૂરીનો માર્ગ ખોલવામાં આવ્યો છે.
(iii) અગાઉની એફડીઆઈ નીતિ મુજબ શિડ્યુલ્ડ એર ટ્રાન્સપોર્ટ સર્વિસ / ડોમેસ્ટિક શિડ્યુલ્ડ પેસેન્જર એરલાઈન અને રિજિયનલ એર ટ્રાન્સપોર્ટ સર્વિસમાં 49 ટકા સુધીના વિદેશી રોકાણોને આપમેળે મંજૂરી મળતી હતી. આ મર્યાદા વધારીને હવે 100 ટકા કરવામાં આવી છે, જેમાં 49 ટકા સુધીની એફડીઆઈને આપમેળે મંજૂરી મળશે, અને 49 ટકાથી વધુ એફડીઆઈ સરકારની મંજૂરી બાદ લાવી શકાશે. એનઆરઆઈઝ માટે 100 ટકા એફડીઆઈ માટે આપમેળે મંજૂરીનો માર્ગ ખૂલ્લો જ રહેશે. વિદેશી એરલાઈન્સને શિડ્યુલ્ડ અને નોન-શિડ્યુલ્ડ એર-ટ્રાન્સપોર્ટસ સર્વિસીઝમાં ભારતીય કંપનીઓમાં મૂડી રોકાણ માટેની મંજૂરી તેમની ભરપાઈ મૂડીના 49 ટકાની મર્યાદામાં ચાલુ રહેશે.
અગાઉની નીતિ મુજબ ખાનગી સિક્યુરિટી એજન્સીઓમાં 49 ટકા એફડીઆઈને સરકારની પરવાનગીના માર્ગે મંજૂરી મળતી હતી. ખાનગી સિક્યુરિટી એજન્સીઓએ પીએસએઆર એક્ટ 2005 હેઠળ પરવાનો મેળવવો પડતો હોવાથી હવે 49 ટકા સુધીની એફડીઆઈ માટે તેમને વધુ એક સરકારી મંજૂરી એફઆઈપીબી દ્વારા પરવાનગી મેળવવાની જોગવાઈ દૂર કરવામાં આવી છે. એ મુજબ, આ ક્ષેત્રમાં હવે 49 ટકા સુધીની એફડીઆઈને આપમેળે મંજૂરી મળશે અને 49 ટકાથી વધુ અને 74 ટકા સુધીની એફડીઆઈ માટે સરકારની પરવાનગીના માર્ગે મંજૂરી મેળવી શકાશે.
ભારતમાં બ્રાન્ચ ઓફિસ, લાયઝન ઓફિસ કે પ્રોજેક્ટ ઓફિસ કે અન્ય કોઈ પણ વ્યવસાયની જગ્યા સ્થાપવા માટે જો અરજદારનો મુખ્ય વ્યવસાય સંરક્ષણ, ટેલિકોમ, ખાનગી સિક્યુરિટી કે માહિતી અને પ્રસારણનો હોય અને તેણે જો એફઆઈપીબીની પરવાનગી કે સંબંધિત મંત્રાલય કે નિયમનકારની મંજૂરી મેળવી લીધી હોય તો તેણે રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાની મંજૂરી મેળવવાની રહેશે નહીં.
એફડીઆઈ નીતિ, 2016 મુજબ પશુપાલન (શ્વાન ઉછેર સહિત), મત્સ્યપાલન, મધમાખીના ઉછેર અને એક્વાકલ્ચરમાં નિયમનકારી શરતો હેઠળ 100 ટકા એફડીઆઈ આપમેળે મંજૂરીને માર્ગે લાવી શકાય છે. આ પ્રવૃત્તિઓમાં હવે નિયમનકારી શરતોની જરૂરિયાત હટાવી લેવામાં આવી છે.
એક જ બ્રાન્ડનાં ઉત્પાદનોના રિટેઈલ ટ્રેડિંગ કરતા એકમો પાસે જો અદ્યતન અને સ્પર્ધાત્મક ટેકનોલોજી હોય તો તેમને સરકારની પૂર્વ મંજૂરી સાથે સ્થાનિક પ્રાપ્તિસ્થાન અંગેના નિયમનોમાંથી ત્રણ વર્ષ સુધી રાહત મળે છે. આવા એકમો માટે વેપાર શરૂ કરવાથી માંડીને ત્રણ વર્ષ સુધી પ્રાપ્તિસ્થાનના નિયમનો લાગુ નહીં પડે. એટલે કે એક જ બ્રાન્ડ માટે ઉત્પાદનોનું રિટેઈલ ટ્રેડિંગ કરતા અદ્યતન અને સ્પર્ધાત્મક ટેકનોલોજી ધરાવતા એકમો માટે પહેલો સ્ટોર ખોલવા અને જ્યાં સ્થાનિક પ્રાપ્તિસ્થાન શક્ય નથી તેવા સ્ટોર માટે બિઝનેસ ચાલુ કર્યાના ત્રણ વર્ષ સુધી પ્રાપ્તિસ્થાન અંગેના નિયમનો લાગુ નહીં પડે. બિઝનેસ ચાલુ કર્યાના ત્રણ વર્ષ બાદ આવા એકમોએ આ નિયમનોનો અમલ કરવાનો રહેશે.
પશ્ચાદ્ભૂમિકા :
છેલ્લાં બે વર્ષોમાં સરકારે સંરક્ષણ, બાંધકામ વિકાસ, વીમા, પેન્શન, પ્રસારણ, ચ્હા, કોફી, રબર, એલચી, પામ ઓઈલ ટ્રી અને ઓલિવ ઓઈલ ટ્રીના ઉછેર, એક જ બ્રાન્ડના રિટેઈલ ટ્રેડિંગ, મેન્યુફેક્ચરિંગ સેક્ટર, મર્યાદિત જવાબદારી ધરાવતી ભાગીદારીઓ, ઉડ્ડયન, શાખની માહિતી આપતી કંપનીઓ, સેટેલાઈટ્સ સ્થાપવા અને કાર્યરત બનાવવા તેમજ અસ્ક્યામતોનું પુનઃનિર્માણ કરતી કંપનીઓ જેવા સંખ્યાબંધ ક્ષેત્રોમાં સીધા વિદેશી રોકાણો (એફડીઆઈ) અંગેની નીતિમાં મહત્ત્વના સુધારા કર્યા છે. નાણાંકીય વર્ષ 2013-14માં એફડીઆઈનો પ્રવાહ 36.04 અબજ અમેરિકન ડોલર નોંધાયો હતો, જ્યારે સરકાર દ્વારા લેવાયેલા પગલાંને કારણે નાણાંકીય વર્ષ 2015-16માં એફડીઆઈનો પ્રવાહ વધીને 55.46 અબજ ડોલર થયો છે. કોઈ એક નાણાંકીય વર્ષ માટે આ સૌથી વધુ એફડીઆઈનો પ્રવાહ નોંધાયો છે. જોકે, એફડીઆઈના નિયમનોને વધુ હળવા બનાવીને તેમજ વધુ સરળ બનાવીને દેશમાં હજુ વધુ વિદેશી રોકાણો આકર્ષી શકે તેવી ક્ષમતાઓ રહેલી હોવાનું જણાય છે.
એના પગલે, કેન્દ્ર સરકારે ભારતમાં રોજગાર અને રોજગાર સર્જનને નોંધાપાત્ર પ્રોત્સાહન મળી રહે તે ધ્યેય સાથે 20મી જૂન, 2016ના રોજ એફડીઆઈના નિયમનોમાં આમૂલ ઉદારીકરણ કર્યું હતું. નવેમ્બર, 2015માં જાહેર કરાયેલા મહત્ત્વપૂર્ણ ફેરફારો બાદ આ બીજા સૌથી મહત્ત્વના સુધારા હતા. નીતિમાં કરાયેલા ફેરફારોમાં ક્ષેત્રીય ટોચમર્યાદામાં વધારો, વિદેશી રોકાણો માટે આપમેળે મંજૂરી મળી રહે તે માર્ગે વધુ પ્રવૃત્તિઓને સામેલ કરાઈ અને શરતોને હળવી બનાવાઈ. સુધારાઓનો ઉદ્દેશ દેશમાં એફડીઆઈને નિયંત્રિત કરતા નિયમો વધુ હળવા કરવા અને ભારતને વિદેશી રોકાણકારો માટે રોકાણનું વધુ આકર્ષક સ્થળ બનાવવાનો છે. આ ફેરફારોને પગલે મોટા ભાગના ક્ષેત્રોમાં એફડીઆઈને હવે આપમેળે મંજૂરીનો માર્ગ ખૂલી ગયો છે અને થોડાક જ ક્ષેત્રો બાકાત રહ્યા છે. આ સુધારાઓને પગલે એફડીઆઈ માટે ભારત, વિશ્વની સૌથી મુક્ત અર્થવ્યવસ્થા બની છે.
TR