અમેરિકાના વિદેશપ્રધાન જ્હોન કેરી અને અમેરિકાના વાણિજ્યપ્રધાન પેની પ્રિત્ઝકર આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
આ બંને પ્રધાનોએ પ્રધાનમંત્રીને ગઈકાલે નવી દિલ્હીમાં સંપન્ન થયેલી ભારત અને અમેરિકા વચ્ચે બીજા વ્યૂહાત્મક અને વાણિજ્યિક સંવાદ પર માહિતી આપી હતી. તેમણે પ્રધાનમંત્રી મોદીએ જૂન, 2016માં અમેરિકાની મુલાકાત લીધી ત્યારથી દ્વિપક્ષીય સંબધોમાં થયેલી પ્રગતિ વિશે ચર્ચા કરી હતી. વિદેશપ્રધાન કેરીએ એશિયામાં બની રહેલી ઘટનાઓ પર અમેરિકાના દ્રષ્ટિકોણ અંગે પણ પ્રધાનમંત્રીને વાકેફ કર્યા હતા.
પ્રધાનમંત્રીએ છેલ્લા બે વર્ષ દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીના વિસ્તરણ અને સંબંધોમાં આવેલી મજબૂતી પર સંતોષ વ્યક્ત કર્યો હતો. આ વ્યૂહાત્મક ભાગીદારીએ બંને દેશો વચ્ચે સહયોગ માટેના નવા ક્ષેત્રો ખોલ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, તેઓ જૂનમાં યોજાયેલી સમિટ બેઠકમાં રાષ્ટ્ર પ્રમુખ ઓબામા સાથે લીધેલા નિર્ણયોને ઝડપથી આગળ વધારવા અને સફળતાપૂર્વક પૂર્ણ કરવા આતુર છે.
પ્રધાનમંત્રીએ એવું પણ જણાવ્યું હતું કે, તેઓ ચીનના હાંગ્ઝોમાં જી-20 સમિટમાં રાષ્ટ્ર પ્રમુખ ઓબામાને મળવા આતુર છે.
AP/TR/GP
The Secretary of State, USA, Mr. @JohnKerry meets PM @narendramodi. @StateDept pic.twitter.com/dh9Um2FeVt
— PMO India (@PMOIndia) August 31, 2016