સિંગાપુરના નાયબ પ્રધાનમંત્રી શ્રી થરમન શાનમુગરત્નમ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રમુખ આર. નાથનના દુ:ખદ અવસાન અંગે હૃદયપૂર્વક સહાનૂભૂતિ વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે સિંગાપુરે તેમનો મહાન પુત્રોમાંનો એક પુત્ર ગુમાવ્યો છે. શ્રી શાનમુગરત્નમે પ્રધાનમંત્રીને કેટલાક દ્વિપક્ષી સહયોગના પ્રોજેકટની સ્થિતિ અને ખાસ કરીને કૌશલ્ય વિકાસ યોજનાઓ તથા સ્માર્ટ સીટી પ્રોજેકટ અંગે માહિતગાર કર્યા હતા. પ્રધાનમંત્રીએ તેમની નવેમ્બર 2015ની મુલાકાત યાદ કરી હતી. આ મુલાકાત દરમિયાન દ્વિપક્ષી સંબંધોને વ્યુહાત્મક ભાગીદારીમાં અપગ્રેડ કરાયા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું કે નજીકના ભવિષ્યમાં યોજાનારી પ્રધાનમંત્રી શ્રી લિ સીન લુંગની ભારતની મુલાકાત અંગે ખૂબ જ આશાવાદી છે.
AP/TR/GP
Mr. Tharman Shanmugaratnam, Deputy Prime Minister of Singapore calls on PM @narendramodi.
— PMO India (@PMOIndia) August 26, 2016
via NMApp pic.twitter.com/8sZIYlRpWH