Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ડબલ કરવેરા ટાળવા અને કરવેરાની ચોરી અટકાવવા ભારત અને સાયપ્રસ વચ્ચે થયેલી સમજૂતી અને પ્રોટોકોલને મંજૂરી આપી


ભારતે આજે કરવેરાની ચોરી, “રાઉન્ડ ટ્રિપિંગ”, અને “મૂળભૂત ધોવાણ/નફાનું સ્થળાંતરણ” સામે અન્ય એક મોટું પગલું લીધું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને સાયપ્રસ વચ્ચે ડબલ કરવેરાને ટાળવા અને આવક પર કરવેરાના સંબંધ સાથે રાજકોષીય કરચોરી અટકાવવા સમજૂતી અને પ્રોટોકોલને મંજૂરી આપી છે.

તાજેતરમાં મોરેશિયસ સાથે થયેલા ડબલ ટેક્ષેશન એવોઇડન્સ એગ્રીમેન્ટના સુધારા પછી આ પગલું લેવામાં આવ્યું છે. મોરેશિયસની જેમ સાયપ્રસ સાથેની સંધિ મૂડીગત લાભના નિવાસ-આધારિત કરવેરા માટેની સુવિધા પ્રદાન કરે છે. મંત્રીમંડળે સંધિમાં સુધારાની મંજૂરી આપતા સાયપ્રસમાં આધાર ધરાવતી કંપનીઓ માટે ભારતમાં મૂડીગત લાભ પર કરવેરો લાગશે, જે બમણા કરવેરામાં રાહતને આધિન હશે. બીજા શબ્દોમાં કહીએ તો ભારત ભારતમાં કામગીરી પર મૂડીગત લાભ પર કરવેરો લાદવાનો અધિકાર ધરાવશે. રહેણાક આધારિત કરવેરા માટે થયેલી અગાઉની સંધિમાં જોગવાઈઓ જે દેશમાં નાણાકીય અને વાસ્તવિક રોકાણ થતું હતું, ત્યાંથી કરવેરાની ચુકવણી ટાળવા વિવિધ રોકાણોનું કૃત્રિમ ડાયવર્ઝન કરવાનો માર્ગ પ્રદાન કરતી હતી અને તેના પગલે જે દેશમાં વાસ્તવિક રોકાણ અને કામગીરી થતી હતી, ત્યાં કરવેરાની ચોરી કરવાનું સુલભ થતું હતું. મોરેશિયસ સાથે થયેલી સંધિની જેમ આ સુધારો આવી કરચોરીને અટકાવશે. આ જ પ્રકારના ફેરફારો કરવા સિંગાપોર સાથે પણ વાટાઘાટ ચાલુ છે.