Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

નેપાળના નાયબ પ્રધાનમંત્રી અને ગૃહપ્રધાન શ્રી બિમલેન્દ્ર નિધિએ પ્રધાનમંત્રી મોદીની મુલાકાત લીધી

નેપાળના નાયબ પ્રધાનમંત્રી અને ગૃહપ્રધાન શ્રી બિમલેન્દ્ર નિધિએ પ્રધાનમંત્રી મોદીની મુલાકાત લીધી


નેપાળના નાયબ પ્રધાનમંત્રી અને ગૃહપ્રધાન શ્રી બિમલેન્દ્ર નિધિએ ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આજે મુલાકાત લીધી હતી.

પ્રધાનમંત્રી મોદીએ નેપાળના નાયબ પ્રધાનમંત્રી અને ગૃહપ્રધાનનો હોદ્દો સંભાળવા બદલ શ્રી બિમલેન્દ્ર નિધિને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમળ દહાલ ‘પ્રચંડ’ના નેતૃત્વમાં નેપાળની નવી સરકારને પણ તેમની શુભેચ્છા પાઠવી હતી.

શ્રી બિમલેન્દ્ર નિધિએ નેપાળમાં વિકાસ વિશે પ્રધાનમંત્રી મોદીને જાણકારી આપી હતી.

પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો બે સરકારો વચ્ચેના જ નથી, પણ બંને દેશના લોકો વચ્ચેના છે. તેમણે ભાર મૂક્યો હતો કે ભારત નેપાળના લોકો સાથે મૈત્રી અને સંબંધના પરંપરાગત જોડાણને મજબૂત કરવા પ્રતિબદ્ધ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત ધરતીકંપ પછી નેપાળના લોકો અને તેની સરકારને પુનર્નિર્માણના પ્રયાસોમાં સહકાર આપવા સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

પ્રધાનમંત્રીએ નેપાળના પ્રધાનમંત્રીને વહેલી તકે ભારતની મુલાકાત લેવાનું આમંત્રણ પણ આપ્યું હતું.

TR