Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સંસદસભ્ય લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ (એમપીએલએડીએસ) પુન:સ્થાપિત કરવા તથા ચાલુ રાખવા કેબિનેટની મંજૂરી


આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી ભારત સરકારની મંત્રીમંડળની બેઠકમાં નાણાકીય વર્ષના બાકીના ગાળા દરમિયાન અને નાણાકીય વર્ષ 2025-26 સુધી 15મા નાણાં પંચના ગાળા દરમિયાન સંસદસભ્ય લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ (એમપીએલએડીએસ)ના પુનઃસ્થાપન તથા તેને ચાલુ રાખવા માટે મંજૂરી આપવામાં આવી છે.

 

યોજના અંગે વિગતો:

  • એમપીએલએડીએસ એ કેન્દ્ર સરકારની યોજના છે અને તેના માટે ભારત સરકાર સંપૂર્ણ ભંડોળ પૂરૂં પાડે છે. આ યોજનાનો ઉદ્દેશ સંસદ સભ્યો પીવા માટેનું પાણી, પ્રાથમિક શિક્ષણ, જાહેર આરોગ્ય, સ્વચ્છતા અને માર્ગો જેવા કામોને ટકાઉ, સામુદાયિક અસ્કયામતો મુખ્યત્વે તેમના મત વિસ્તારમાં ઉભી કરવા માટેનો છે.

 

  • સંસદ સભ્યના મત વિસ્તાર દીઠ વાર્ષિક એમપીએલએડીએસ ભંડોળ રૂ.5 કરોડનું છે અને તે એમપીએલએડીએસ માર્ગરેખાઓની કેટલીક શરતો સંતોષવાને આધિન રૂ.2.5 કરોડના બે હપ્તામાં આપવામાં આવે છે.

 

  • સમાજમાં કોવિડ-19ની વિપરીત અસરોને નિવારવા અને આરોગ્યની જાળવણી માટે મંત્રીમંડળે તા.6 એપ્રિલ, 2020ના રોજ યોજાયેલી તેની બેઠકમાં નાણાકીય વર્ષ 2020-21 અને 2021-22 દરમિયાન એમપીએલએડીએસ અમલમાં નહીં મૂકવાનો નિર્ણય કર્યો હતો અને આ ભંડોળ કોવિડ-19 મહામારીની અસરો ખાળવા માટે નાણાં મંત્રાલય સમક્ષ મૂકવામાં આવ્યું હતું.

 

  • જ્યારે દેશ હવે આર્થિક રિકવરીના પંથે છે અને આ યોજના ટકાઉ સામુદાયિક અસ્કયામતો ઉભી કરવા માટે લાભદાયી હોવાથી અને દેશમાં કૌશલ્ય વિકાસ અને રોજગાર નિર્માણની સમુદાયની સ્થાનિક જરૂરિયાતોને સંતોષી શકાય અને આત્મનિર્ભર ભારતનો ઉદ્દેશ હલ થઈ શકે તેમ છે. આથી કેન્દ્ર સરકારે હવે નાણાકીય વર્ષ 2021-22 અને 15મા નાણાં કમિશનના ગાળા સાથે બંધ બેસે તે રીતે નાણાકીય વર્ષ 2025-26 સુધી એમપીએલએડીએસ યોજના પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય કર્યો છે.

 

  • મંત્રાલય નાણાકીય વર્ષ 2021-22 ના બાકીના ગાળા દરમિયાન એમપીએલએડીએસ ફંડ રૂ.2 કરોડના એક હપ્તામાં તથા નાણાકીય વર્ષ 2022-23 થી 2025-26 દરમિયાન રૂ.2.5 કરોડનો એક એવા બે હપ્તામાં ભંડોળ છૂટું કરશે. આ યોજના શરૂ થઈ ત્યારથી કુલ 19,86,206 કામો/ પ્રોજેક્ટસ રૂ.54,171.09 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યા છે.

 

નાણાકીય અસરોઃ

નાણાકીય વર્ષ 2021-22 અને વર્ષ 2025 સુધીના બાકીના ગાળા દરમિયાન એમપીએલએડીએસ યોજના અને પુનઃસ્થાપન ચાલુ રાખવાથી રૂ.17,417.00 કરોડની અસર થશે, જેની વિગતો નીચેના કોઠામાં આપવામાં આવી છે.

નાણાકીય અસર (રૂ.કરોડમાં)

1583.5

3965.00

3958.50

3955.00

નાણાકીય વર્ષ 2021-22 2022-23 2023-24 2024-25

 

અમલીકરણની વ્યૂહરચના અને લક્ષ્યાંકોઃ

એમપીએલએડી યોજના નિશ્ચિત માર્ગરેખાઓ મુજબ ચાલે છે અને આ માર્ગરેખાઓ સમયાંતરે સુધારવામાં આવે છે.

  • એમપીએલએડી  યોજનાના અમલીકરણની પ્રક્રિયા સંસદ સભ્ય નોડલ જિલ્લા ઓથોરિટી સમક્ષ કામની ભલામણ કરે ત્યારથી શરૂ થાય છે. સંબંધિત નોડલ જીલ્લો સંસદ સભ્ય ભલામણ કરેલા કામની પાત્રતા અંગે જવાબદાર ગણાય છે અને વ્યક્તિગત કામના અમલીકરણ અને યોજનામાં ખર્ચાયેલા નાણાં અંગેની વિગતો જાળવવાની રહે છે.

 

  • એમપીએલએડી યોજનામાં ભંડોળના અભાવે સામુદાયિક વિકાસના પ્રોજેક્ટસ/ કામો જે તે ક્ષેત્રમાં અટકાવવામાં કે રોકવામાં આવ્યા હશે તે ચાલુ કરી શકાશે.

 

  • એમપીએલએડી યોજનાના ઉદ્દેશ મુજબ યોજના શરૂ થવાથી સ્થાનિક સમુદાયોની અપેક્ષાઓ અને વિકાસની જરૂરિયાતો સંતોષાશે અને ટકાઉ અસ્કયામતો ઉભી કરી શકાશે.

 

  • તેનાથી સ્થાનિક અર્થતંત્રને બેઠું કરવામાં પણ સહાય થશે.

 

પશ્ચાદ્દભૂમિકાઃ

  • એમપીએલએડીએસ એ કેન્દ્ર સરકારની યોજના છે અને તેના માટે કેન્દ્ર સરકાર સંપૂર્ણ ભંડોળ ફાળવે છે. આ યોજનાનો ઉદ્દેશ સંસદ સભ્યો તેમના મત વિસ્તાર માટે પીવાનું પાણી, પ્રાથમિક શિક્ષણ, જાહેર આરોગ્ય, સફાઈ અને માર્ગો વગેરે માટે ટકાઉ સામુદાયિક અસ્કયામતો માટેના વિકાસલક્ષી કામો અંગે ભલામણ કરી શકે તેવો છે.

 

  • દરેક સંસદ સભ્ય દીઠ મત વિસ્તાર માટે વાર્ષિક રૂ.5 કરોડનું ભંડોળ ફાળવવામાં આવે છે અને તે એમપીએલએડી યોજનાની માર્ગરેખાઓ સંતોષાયાને આધારે રૂ.2.5 કરોડનો એક એવા બે હપ્તામાં છૂટુ કરવામાં આવે છે.

 

  • એમપીએલએડી યોજનાના કામો અંગે મંત્રાલયે દેશમાં 2021 દરમિયાન 216 જિલ્લામાં ત્રાહિત પક્ષ પાસે મૂલ્યાંકન કરાવ્યું હતું. આ મૂલ્યાંકન અહેવાલમાં એમપીએલએડી યોજના ચાલુ રાખવાની ભલામણ કરવામાં આવી છે. 

SD/GP/JD