Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

જી20 લીડર્સ સમિટ દરમિયાન પ્રધાનમંત્રીશ્રી અને ફેડરલ રિપબ્લિક ઓફ જર્મનીના ચાન્સેલર એચ.ઈ. ડૉ. એન્જેલા મર્કેલ વચ્ચે બેઠક યોજાઈ

જી20 લીડર્સ સમિટ દરમિયાન પ્રધાનમંત્રીશ્રી અને ફેડરલ રિપબ્લિક ઓફ જર્મનીના ચાન્સેલર એચ.ઈ. ડૉ. એન્જેલા મર્કેલ વચ્ચે બેઠક યોજાઈ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબર 2021ના રોજ ઈટાલીના રોમમાં જી20 સમિટ દરમિયાન ફેડરલ રિપબ્લિક ઑફ જર્મનીના ચાન્સેલર ડૉ. એન્જેલા મર્કેલની મુલાકાત કરી હતી..

લાંબા સમયથી ચાલતા તેમના સહકાર અને અંગત મિત્રતાને યાદ કરીને, વડા પ્રધાને ચાન્સેલર મર્કેલની માત્ર જર્મનીમાં જ નહીં પરંતુ યુરોપીયન અને વૈશ્વિક સ્તરે તેમના નેતૃત્વ માટે પ્રશંસા કરી હતી. તેમણે ડૉ. મર્કેલના અનુગામી સાથે ગાઢ વ્યૂહાત્મક ભાગીદારી જાળવવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

બંને નેતાઓએ ભારત અને જર્મની વચ્ચેના ઘનિષ્ઠ દ્વિપક્ષીય સહકાર પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને તેમના વેપાર અને રોકાણ સંબંધોને વધુ ગાઢ બનાવવાનું વચન આપ્યું હતું. તેઓ ગ્રીન હાઇડ્રોજન સહિતના નવા ક્ષેત્રોમાં ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીનો વ્યાપ વિસ્તારવા માટે પણ સંમત થયા હતા.

પ્રધાનમંત્રીશ્રીએ ડૉ. મર્કેલને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી અને તેમને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું.

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com