Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

જી20 શિખર મંત્રણા, સત્ર 1: વૈશ્વિક અર્થવ્યવસ્થા અને વૈશ્વિક આરોગ્ય અંગેના પ્રધાનમંત્રીશ્રીના સંબોધનનો મૂળપાઠ

જી20 શિખર મંત્રણા, સત્ર 1: વૈશ્વિક અર્થવ્યવસ્થા અને વૈશ્વિક આરોગ્ય અંગેના પ્રધાનમંત્રીશ્રીના સંબોધનનો મૂળપાઠ


મહાનુભાવો,

કોરોના વૈશ્વિક મહામારી સામે લડવા અમે One Earth- One Healthનું વિઝન વિશ્વ સમક્ષ રાખ્યું છે.

ભવિષ્યમાં આવા કોઈપણ સંકટનો સામનો કરવા માટે, આ વિઝન વિશ્વની ખૂબ મોટી તાકાત બની શકે છે.

મહાનુભાવો,

ફાર્મસી ઓફ ધ વર્લ્ડની ભૂમિકા નિભાવતા, ભારતે 150થી વઝુ દેશોને દવાઓ પહોંચાડી. તેની સાથે-સાથે અમે વેક્સિન રિસર્ચ અને મેન્યુફેક્ચરિંગ વધારવામાં પણ પોતાની પૂરેપૂરી તાકાત લગાવી દીધી.

ખૂબ ઓછા સમયમાં, અમે ભારતમાં એક બિલિયનથી વધુ વેક્સિન ડોઝ લગાવી ચૂક્યા છીએ.

દુનિયાની one sixth વસતીમાં સંક્રમણને નિયંત્રિત કરીને ભારતે વિશ્વને પણ સુરક્ષિત કરવામાં પોતાનું યોગદાન આપ્યું છે અને વાયરસના વધુ મ્યુટેશનની સંભાવનાને પણ ઓછી કરી છે.

મહાનુભાવો,

આ મહામારીએ સમગ્ર દુનિયાને વિશ્વસનીય સપ્લાઈ ચેઈનની આવશ્યકતા પ્રત્યે સતર્ક કરી છે.

આ સ્થિતિમાં ભારત, એક વિશ્વસનીય મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઊભરી આવ્યું છે.

આ માટે ભારતે bold economic reformsને નવી ગતિ આપી છે.

અમે કોસ્ટ ઓફ ડૂઈંગ બિઝનેસને ખૂબ ઓછી કરી છે અને દરેક સ્તરે ઈનોવેશન વધાર્યુ છે.

હું જી20 દેશોને આમંત્રિત કરું છું કે પોતાની ઈકોનોમિક રિકવરી અને સપ્લાઈ ચેઈન વૈવિધ્યકરણમાં ભારતને પોતાનું વિશ્વસનીય સહભાગી બનાવે.

મહાનુભાવો,

સંભવતઃ જીવનનું કોઈ પાસુ એવું નથી કે જેમાં કોવિડના કારણે ખલેલ ન પહોંચી હોય.

એવી વિકટ પરિસ્થિતિમાં પણ ભારતના IT-BPO સેક્ટરે એક સેકન્ડનો પણ અવરોધ આવવા ન દીધો, રાઉન્ડ ધ ક્લોક કામ કરીને સમગ્ર વિશ્વને સપોર્ટ કર્યો.

મને ખુશી છે કે, જ્યારે મુલાકાતો દરમિયાન આપ જેવા નેતા, તેની પ્રશંસા કરે છે કે ભારતે કઈ રીતે એક વિશ્વસનીય પાર્ટનરની ભૂમિકા નિભાવી છે.

આ આપણી યુવા પેઢીને પણ નવા ઉત્સાહથી ભરપૂર કરે છે.

અને આ એટલા માટે થયું, કેમકે ભારતે કોઈ સમય ગુમાવ્યા વિના, વર્ક ફ્રોમ એનીવ્હેર સાથે સંકળાયેલા અભૂતપૂર્વ સુધારા કર્યા.

મહાનુભાવો,

ગ્લોબલ ફાઈનાન્સિયલ આર્કિટેક્ચરને વધુ ‘fair’ બનાવવા માટે 15 ટકા, મિનિમમ કોર્પોરેટ ટેક્સ રેટ, એક મહત્વપૂર્ણ કદમ સાબિત થશે.

ખુદ 2014માં જી20ની બેઠકમાં તેનું સૂચન કર્યુ હતું. હું જી20નો આભાર માનું છું કે તેણે આ દિશામાં નક્કર પ્રગતિ કરી છે.

આર્થિક રિકવરી માટે આંતરરાષ્ટ્રીય અવરજવર વધારવી આવશ્યક છે.

આ માટે આપણે અલગ-અલગ દેશોના વેક્સિન સર્ટિફિકેટ્સની પરસ્પર માન્યતા સુનિશ્ચિત કરવાની રહેશે.

મહાનુભાવો,

ભારત પોતાના વૈશ્વિક દાયિત્વોને લઈને હંમેશા ગંભીર રહ્યું છે.

હું આજે જી20ના આ મંચ પર, આપ સૌને એ જણાવવા માગું છું કે ભારતની તૈયારી, આગામી વર્ષે વિશ્વ માટે 5 બિલિયન વેક્સિન ડોઝથી પણ વધુના ઉત્પાદનની કરી છે.

ભારતના આ કમિટમેન્ટથી કોરોનાના વૈશ્વિક સંક્રમણને રોકવામાં ખૂબ મોટી મદદ મળશે.

આથી, એ આવશ્યક છે કે WHO દ્વારા ભારતીય રસીઓને ત્વરિત માન્યતા આપવામાં આવે.

ધન્યવાદ.

SD/GP/JD