પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 ઓક્ટોબર, 2021ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આત્મનિર્ભર ભારત સ્વયંપૂર્ણ ગોવા કાર્યક્રમના લાભાર્થીઓ અને હિસ્સેદારો સાથે વાતચીત કરશે. વાતચીત પછી તેઓ આ પ્રસંગે સંબોધન આપશે.
1 ઓક્ટોબર 2020ના રોજ લોન્ચ થયેલી સ્વયંપૂર્ણ ગોવાની પહેલ પ્રધાનમંત્રીએ ‘આત્મનિર્ભર ભારત‘ માટે આપેલા સ્પષ્ટ આહ્વાનથી પ્રેરિત હતી. આ કાર્યક્રમ અંતર્ગત, રાજ્ય સરકારના અધિકારીની ‘સ્વયંપૂર્ણ મિત્ર‘ તરીકે નિયુક્તિ કરવામાં આવે છે. સ્વયંપૂર્ણ મિત્ર પંચાયત અથવા નગરપાલિકાની મુલાકાત લે છે, લોકો સાથે વાતચીત કરે છે, બહુવિધ સરકારી વિભાગો સાથે સંકલન કરે છે અને ખાતરી કરે છે કે વિવિધ સરકારી યોજનાઓ અને લાભો યોગ્ય લાભાર્થીઓને ઉપલબ્ધ થાય.
આ પ્રસંગે ગોવાના મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંત પણ ઉપસ્થિત રહેશે.
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com