નમસ્કાર સાથીઓ,
મહામહિમ અબ્દુલ્લા શાહિદજી તમને અધ્યક્ષપદ સંભાળવા બદલ હાર્દિક અભિનંદન પાઠવું છું.
તમારૂં અધ્યક્ષ બનવું તે તમામ વિકાસશીલ દેશ અને ખાસ કરીને નાના ટાપુ જેવા વિકાસમાન દેશો માટે ખૂબ જ ગૌરવની બાબત છે.
અધ્યક્ષ મહોદય,
સમગ્ર વિશ્વ વિતેલા દોઢ વર્ષથી 100 વર્ષમાં આવેલી સૌથી મોટી મહામારીનો સામનો કરી રહ્યું છે. આવી ભયંકર મહામારીમાં જીવ ગુમાવનાર તમામ લોકોને હું શ્રધ્ધાંજલિ આપું છું અને એ પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરૂં છું.
અધ્યક્ષ મહોદય,
હું એવા દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું કે જેને લોકશાહીની માતા તરીકેનું ગૌરવ પ્રાપ્ત થયું છે. લોકતંત્રની અમારી હજારો વર્ષોની મહાન પરંપરા રહી છે. આ 15મી ઓગસ્ટે ભારતે પોતાની આઝાદીની 75મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. ભારતની વિવિધતા, અમારા સશક્ત લોકતંત્રની ઓળખ છે.
એક એવો દેશ કે જ્યાં ડઝનબંધ ભાષાઓ છે, સેંકડો બોલીઓ છે. અલગ અલગ રહેણીકરણી અને ખાન–પાન છે. વાયબ્રન્ટ લોકશાહીનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે.
ભારતના લોકતંત્રની એ તાકાત છે કે એક નાનો બાળક પણ ક્યારેક રેલવે સ્ટેશનના ટી સ્ટોલ પર પોતાના પિતાને મદદ કરતો હતો તે આજે ચોથી વખત UNGA ને સંબોધન કરી રહ્યો છે.
સૌથી લાંબા સમય સુધી ગુજરાતના મુખ્યમંત્રી અને વિતેલા 7 વર્ષથી ભારતના પ્રધાનમંત્રી તરીકે સરકારના વડાની ભૂમિકામાં સેવા કરતાં 20 વર્ષથી વિતી ગયાં છે.
અને હું, મારા અનુભવથી કહીશ કે હા, લોકશાહી પરિણામો આપી શકે છે.
લોકશાહીએ પરિણામો આપ્યા છે.
અધ્યક્ષ મહોદય,
એકાત્મ માનવદર્શનના પ્રણેતા પંડિત દિન દયાળ ઉપાધ્યાયજીની આજે જન્મ જયંતિ છે. એકાત્મ માનવદર્શન એટલે કે સંકલિત માનવતાવાદ, એટલે કે વ્યક્તિથી સમષ્ટિ સુધીના વિકાસ અને વિસ્તારની સહયાત્રા.
વ્યક્તિનું વિસ્તરણ, વ્યક્તિથી સમાજ સુધી અને રાષ્ટ્ર તથા સમગ્ર માનવજાત સુધીની ગતિનું આ ચિંતન અંત્યોદયને સમર્પિત છે. આજની પરિભાષામાં અંત્યોદયને, એક પણ વ્યક્તિ બાકી રહી જાય નહીં તેવી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે.
આવી ભાવના સાથે ભારત આજે સુસંકલિત સમાન વિકાસની તરફ આગળ ધપી રહ્યું છે. વિકાસ સર્વસમાવેશી હોય, સર્વસ્પર્શી હોય, સર્વપોષક હોય તે અમારી અગ્રતા છે.
વિતેલા વર્ષોમાં ભારતમાં 43 કરોડથી વધુ લોકો કે જે અત્યાર સુધી જેનાથી વંચિત હતા તેવી બેંકીંગ વ્યવસ્થા સાથે જોડવામાં આવ્યા છે. આજે 36 કરોડથી વધુ લોકોને વીમા સુરક્ષાનું કવચ મળ્યું છે. આ લોકો અગાઉ આ બાબતે વિચારી પણ શકતા ન હતા.
50 કરોડથી વધુ લોકોને મફત સારવારની સુવિધા પૂરી પાડીને ભારતે તેમને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા સાથે જોડ્યા છે. ભારતે ત્રણ કરોડ પાકા મકાન બનાવીને ઘર વિહોણા પરિવારોને મકાનના માલિક બનાવ્યા છે.
અધ્યક્ષ મહોદય,
પ્રદૂષિત પાણી માત્ર ભારત જ નહીં, પણ સમગ્ર વિશ્વ અને ખાસ કરીને ગરીબ તથા વિકાસશીલ દેશોની ખૂબ મોટી સમસ્યા છે. ભારતમાં આ પડકારને પાર પાડવા માટે 17 કરોડથી વધુ ઘર સુધી પાઈપલાઈનથી શુધ્ધ પાણી પહોંચાડવાનું ખૂબ મોટું અભિયાન ચાલી રહ્યું છે.
વિશ્વની મોટી મોટી સંસ્થાઓનું એવું માનવું છે કે કોઈપણ દેશના વિકાસ માટે ત્યાંના નાગરિકો પાસે જમીન અને ઘરના માલિકી હક્કો એટલે કે માલિકીનો રેકોર્ડ હોય તે ખૂબ જ જરૂરી છે. દુનિયાના મોટા મોટા દેશોમાં, ખૂબ મોટી સંખ્યામાં એવા લોકો છે કે જેમની પાસે જમીનો અને ઘરના માલિકી હકક નથી.
આજે અમે ભારતના 6 લાખથી વધુ ગામમાં ડ્રોન વડે મેપીંગ કરીને કરોડો લોકોને તેમના ઘર અને જમીનનો ડીજીટલ રેકોર્ડ પૂરો પાડવામાં જોડાયા છીએ.
આ ડીજીટલ રેકોર્ડ મિલકત અંગે વિવાદ ઓછા કરવાની સાથે સાથે ધિરાણ પ્રાપ્તિ– એટલે કે બેંક લોન સુધી લોકોની પહોંચ વધારી રહ્યા છે.
અધ્યક્ષ મહોદય,
આજે વિશ્વની દર છઠ્ઠી વ્યક્તિ ભારતીય છે. જ્યારે ભારતની પ્રગતિ થાય છે ત્યારે વિશ્વના વિકાસને પણ ગતિ પ્રાપ્ત થાય છે.
જ્યારે ભારત વૃધ્ધિ પામે છે ત્યારે વિશ્વની વૃધ્ધિ થાય છે. જ્યારે ભારતમાં સુધારા થાય છે ત્યારે વિશ્વમાં પરિવર્તન આવે છે. ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત ઈનોવેશન્સ વિશ્વને ખૂબ મોટી મદદ કરી શકે છે. અમારા ટેક– સોલ્યુશન્સનો વ્યાપ અને તેના ઓછા ખર્ચની તુલના થઈ શકે તેમ નથી.
અમારૂં યુનીફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ, યુપીઆઈથી આજે ભારતમાં દર મહિને 350 કરોડથી વધુ વ્યવહારો થઈ શક્યા છે. ભારતનું વેક્સિન ડીલીવરી પ્લેટફોર્મ કો–વીન એક જ દિવસમાં વેક્સીનના કરોડો ડોઝ આપવા માટે ડીજીટલ સપોર્ટ પૂરો પાડી રહ્યું છે.
અધ્યક્ષ મહોદય,
सेवा परमो धर्म:
સેવા પરમ ધર્મ માનીને જીવનારૂં ભારત મર્યાદિત સાધનો હોવા છતાં પણ વેક્સિનેશનના વિકાસ અને ઉત્પાદનમાં પૂરા દિલથી લાગી ગયું છે.
હું UNGA ને માહિતી આપવા માંગુ છું કે ભારતે દુનિયાની પ્રથમ, દુનિયાની પ્રથમ ડીએનએ વેક્સિન વિકસાવી છે, જે 12 વર્ષથી વધુ વય ધરાવતા લોકોને આપી શકાય છે.
વધુ એક m-RNA વેક્સિન તેના વિકાસના આખરી તબક્કામાં છે. ભારતના વૈજ્ઞાનિકો કોરોના માટે નાકથી લઈ શકાય તેવી એક વેક્સિનની નિર્માણમાં લાગી ગયા છે. માનવ જાત પ્રત્યે પોતાની જવાબદારી સમજીને ભારતે વધુ એક વખત દુનિયાના જરૂરિયાત ધરાવનાર લોકોને રસી આપવાની શરૂઆત કરી દીધી છે.
હું આજે સમગ્ર દુનિયાના વેક્સિન ઉત્પાદનોને આમંત્રિત કરૂં છું કે આવો અને ભારતમાં વેક્સિન બનાવો.
અધ્યક્ષ મહોદય,
આપણે જાણીએ છીએ કે આજે માનવજીવનમાં ટેકનોલોજીનું કેટલું મહત્વ છે, પરંતુ બદલાતી જતી દુનિયામાં ટેકનોલોજી સાથે લોકશાહી મૂલ્યો સુનિશ્ચિત કરવાની આવશ્યક છે.
ભારતીય મૂળના ડોક્ટરો, ઈનોવેટર્સ, એન્જીનિયર્સ, મેનેજર્સ, કોઈપણ દેશમાં રહેતા હોય, અમારા લોકશાહી મૂલ્યો તેમને માનવજાતની સેવામાં જોડાયેલા રહેવાની પ્રેરણા આપતા રહે છે, અને તે અમે કોરોના કાળમાં પણ જોયું છે.
અધ્યક્ષ મહોદય,
કોરોના મહામારીએ વિશ્વને એવો પણ બોધપાઠ આપ્યો છે કે વિશ્વની અર્થવ્યવસ્થાનું હવે વધુ વ્યાપક પ્રમાણમાં વિસ્તરણ કરવામાં આવે અને તેના માટે ગ્લોબલ વેલ્યુચેઈનનો પણ વિસ્તાર થાય તે આવશ્યક છે.
અમારૂં આત્મનિર્ભર ભારત અભિયાન, આવી ભાવનાથી પ્રેરિત છે. ગ્લોબલ ઔદ્યોગિક વિવિધિકરણ માટે ભારત વિશ્વનું એક લોકતાંત્રિક અને ભરોસાપાત્ર ભાગીદાર બની રહ્યું છે.
અને આ અભિયાનમાં ભારતે ઈકોનોમી અને ઈકોલોજી બંનેમાં બહેતર સમતુલા સ્થાપિત કરી છે. મોટા અને વિકસીત દેશોની તુલનામાં ક્લાયમેટ એક્શનથી શરૂ કરીને ભારતના પ્રયાસો જોઈને આપ સૌને ચોક્કસપણે ગર્વ થશે. આજે ભારત ખૂબ ઝડપ સાથે 450 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે. અમે ભારતને દુનિયાના સૌથી મોટું ગ્રીન હાઈડ્રોજન હબ બનાવવાના અભિયાનમાં જોડાઈ ગયા છે.
અધ્યક્ષ મહોદય,
આપણે આપણી આવનારી પેઢીઓને જવાબ આપવો પડશે કે જ્યારે નિર્ણય લેવાનો સમય હતો ત્યારે, જેમની ઉપર વિશ્વને દિશા દર્શાવવાની જવાબદારી હતી, ત્યારે તે લોકો શું કરી રહ્યા હતાં? આજે વિશ્વની સામે પ્રત્યાઘાતી વિચારધારા અને આત્યંતિક્તાનું જોખમ વધતું જાય છે.
આવી પરિસ્થિતિમાં સમગ્ર વિશ્વએ વિજ્ઞાન આધારિત, તાર્કિક અને પ્રગતિલક્ષી વિચારધારાને વિકાસનો આધાર બનાવવી જ પડશે.
વિજ્ઞાન આધારિત અભિગમને મજબૂત બનાવવા માટે ભારત અનુભવ આધારિત ભણતરને વેગ આપી રહ્યું છે. અમારે ત્યાં શાળાઓમાં હજારો અટલ ટીન્કરીંગ લેબ્ઝ શરૂ કરવામાં આવી છે. ઈનક્યુબેટર્સ બનાવ્યા છે અને એક મજૂબત સ્ટાર્ટ–અપ વ્યવસ્થા વિકસીત થઈ છે.
અમારી આઝાદીના 75મા વર્ષના સંદર્ભમાં ભારત એવા 75 સેટેલાઈટ અંતરિક્ષમાં મોકલવાનું છે કે જે ભારતીય વિદ્યાર્થી, સ્કૂલ–કોલેજો બનાવી રહી છે.
અધ્યક્ષજી,
પ્રત્યાઘાતી વિચારધારા સાથે જે દેશ આતંકવાદને રાજકિય સાધન તરીકે ઉપયોગમાં લઈ રહ્યા છે તેમણે એ સમજવું પડશે કે આતંકવાદ તેમના માટે પણ એટલું જ મોટું જોખમ ઉભુ કરી શકે તેમ છે.આથી એ નિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ આતંકવાદ ફેલાવવામાં અને આતંકી હુમલાઓ માટે થાય નહીં. આપણે એ બાબતે પણ સતર્ક રહેવું પડશે કે ત્યાંની નાજૂક સ્થિતિનો કોઈ દેશ પોતાના સ્વાર્થ માટે, તેનો એક સાધન તરીકે ઉપયોગ કરે તેવો પ્રયાસ થાય નહીં.
હાલના સમયમાં અફઘાનિસ્તાનની જનતાને, ત્યાંની મહિલાઓ અને બાળકોને, ત્યાંની લઘુમતિઓને મદદ કરવાની જરૂર છે અને તે માટે આપણે પોતાની જવાબદારી નિભાવવી જ પડશે.
અધ્યક્ષ મહોદય,
આપણાં સમુદ્રો પણ આપણો સહિયારો વારસો છે અને એટલા માટે જ આપણે એ બાબતનું ધ્યાન રાખવું પડશે કે સામુદ્રિક સાધનોનો આપણે ઉપયોગ કરીએ, દુરૂપયોગ નહીં. આપણાં સમુદ્રો આંતરરાષ્ટ્રીય વેપાર માટે લાઈફલાઈન પણ છે. તેને આપણે વિસ્તરણ અને પ્રવેશથી વંચિત રાખવાની હરિફાઈથી બચાવવા પડશે.
નિયમ આધારિત વિશ્વ વ્યવસ્થાને બચાવવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયે એકસૂરમાં અવાજ ઉઠાવવો પડશે. સુરક્ષા પરિષદમાં ભારતના પ્રમુખપદ સમયે હાંસલ કરાયેલી વ્યાપક સંમતિ વિશ્વને મેરિટાઈમ સિક્યોરિટીના વિષયમાં આગળ ધપવાનો માર્ગ દર્શાવે છે.
અધ્યક્ષ મહોદય,
સદીઓ પહેલાં ભારતના મહાન કૂટનીતિજ્ઞ, આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે कालाति क्रमात काल एव फलम् पिबति એટલે કે જો, યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરવામાં ના આવે તો તે સમયે તે કાર્યની સફળતા સમાપ્ત થઈ જાય છે.
સંયુક્ત રાષ્ટ્રએ પોતાને પ્રાસંગિક બનાવી રાખવા માટે પોતાની અસરકારકતા સુધારવી પડશે, અને ભરોસાપાત્રતા વધારવી પડશે.
સંયુક્ત રાષ્ટ્ર અંગે આજે અનેક પ્રકારના સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે. આવા સવાલો આપણે કોવિડ ક્રાઈસીસમાં જોયા છે, કોવિડ કાળ દરમ્યાન જોયા છે. દુનિયાના અનેક ભાગોમાં ચાલી રહેલું પ્રોક્સીવૉર આતંકવાદ અને હવે અફઘાનિસ્તાનના સંકટના કારણે આ સવાલો ગંભીર બની ગયા છે. કોવિડની શરૂઆતના સંદર્ભમાં અને ખાસ કરીને આસાનીથી બિઝનેસ કરવાના રેંકીંગ બાબતે વિશ્વમાં શાસન સાથે જોડાયેલી સંસ્થાઓની દાયકાઓના પરિશ્રમથી ઉભી થયેલી વિશ્વસનિયતાને નુકશાન પહોંચાડવામાં આવ્યું છે.
એ આવશ્યક છે કે આપણે સંયુક્ત રાષ્ટ્રને ગ્લોબલ ઓર્ડર, ગ્લોબલ લૉઝ અને ગ્લોબલ વેલ્યુઝની સુરક્ષા માટે સતત સુદ્રઢ રાખીએ. હું, નોબલ પુરસ્કાર વિજેતા ગુરૂદેવ રવિન્દ્ર નાથ ટાગોરજીના શબ્દોની સાથે મારી વાતને પૂરી કરી રહ્યો છું.
शुभो कोर्मो–पोथे / धोरो निर्भोयो गान, शोब दुर्बोल सोन्शोय /होक ओबोसान।
આનો અર્થ એ થાય છે કે શુભકર્મ પથ ઉપર નિર્ભય બનીને આગળ ધપો. તમામ દુર્બળતાઓ અને શંકાઓ સમાપ્ત થઈ જશે.
આ સંદેશ આજના સંદર્ભમાં સંયુક્ત રાષ્ટ્ર માટે જેટલો પ્રાસંગિક છે તેટલો જ, દરેક જવાબદાર દેશ માટે પણ પ્રાસંગિક છે. મને વિશ્વાસ છે કે આપણાં સૌના પ્રયાસ, વિશ્વમાં શાંતિ અને સૌહાર્દ વધારશે. વિશ્વને સ્વસ્થ, સુરક્ષિત અને સમૃધ્ધ બનાવશે.
આવી શુભકામનાઓ સાથે
ખૂબ ખૂબ ધન્યવાદ!
નમસ્કાર!
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
In a short while from now, PM @narendramodi will be addressing the @UN General Assembly. pic.twitter.com/cSUxG49JXM
— PMO India (@PMOIndia) September 25, 2021
Addressing the @UN General Assembly. https://t.co/v9RtYcGwjX
— Narendra Modi (@narendramodi) September 25, 2021
गत डेढ़ वर्ष से पूरा विश्व, 100 साल में आई सबसे बड़ी महामारी का सामना कर रहा है।
— PMO India (@PMOIndia) September 25, 2021
ऐसी भयंकर महामारी में जीवन गंवाने वाले सभी लोगों को मैं श्रद्धांजलि देता हूं और परिवारों के साथ अपनी संवेदनाएं व्यक्त करता हूं: PM @narendramodi
India is a shining example of a vibrant democracy. pic.twitter.com/5qpe19C0Pg
— PMO India (@PMOIndia) September 25, 2021
Yes, Democracy Can Deliver.
— PMO India (@PMOIndia) September 25, 2021
Yes, Democracy Has Delivered. pic.twitter.com/keEJQhqrrM
Inspired by Pt. Deendayal Upadhyaya Ji's philosophy of 'Antyodaya', India is moving ahead and ensuring integrated and equitable development for all. pic.twitter.com/wSB56W5ghe
— PMO India (@PMOIndia) September 25, 2021
विकास, सर्वसमावेशी हो, सर्व-पोषक हो, सर्व-स्पर्शी हो, सर्व-व्यापी हो, ये हमारी प्राथमिकता है। pic.twitter.com/PVmpIwI547
— PMO India (@PMOIndia) September 25, 2021
India has embarked on a journey to provide clean and potable water. pic.twitter.com/MYuRWSUooX
— PMO India (@PMOIndia) September 25, 2021
When India grows, the world grows.
— PMO India (@PMOIndia) September 25, 2021
When India reforms, the world transforms. pic.twitter.com/4mcMD138qP
Come, Make Vaccine in India. pic.twitter.com/jjTifPTVK0
— PMO India (@PMOIndia) September 25, 2021
Corona pandemic has taught the world that the global economy should be more diversified now. pic.twitter.com/TbjTi3GJ2o
— PMO India (@PMOIndia) September 25, 2021
आज विश्व के सामने Regressive Thinking और Extremism का खतरा बढ़ता जा रहा है।
— PMO India (@PMOIndia) September 25, 2021
इन परिस्थितियों में, पूरे विश्व को Science-Based, Rational और Progressive Thinking को विकास का आधार बनाना ही होगा। pic.twitter.com/re85tdNpfe
Regressive Thinking के साथ, जो देश आतंकवाद का political tool के रूप में इस्तेमाल कर रहे हैं, उन्हें ये समझना होगा कि आतंकवाद, उनके लिए भी उतना ही बड़ा खतरा है। pic.twitter.com/vjjehd6Kjz
— PMO India (@PMOIndia) September 25, 2021
हमारे समंदर भी हमारी साझा विरासत हैं।
— PMO India (@PMOIndia) September 25, 2021
इसलिए हमें ये ध्यान रखना होगा कि Ocean resources को हम use करें, abuse नहीं। pic.twitter.com/LA618MJNv3
ये आवश्यक है कि हम UN को Global Order, Global Laws और Global Values के संरक्षण के लिए निरंतर सुदृढ़ करें। pic.twitter.com/noYNmGM7aF
— PMO India (@PMOIndia) September 25, 2021
Yes, Democracy Can Deliver.
— Narendra Modi (@narendramodi) September 25, 2021
Yes, Democracy Has Delivered. pic.twitter.com/XNiCFn9v2s
The life and ideals of Pandit Deendayal Upadhyaya, especially his principle of Integral Humanism are relevant for the entire world.
— Narendra Modi (@narendramodi) September 25, 2021
In simple terms, it means- Where no one is left behind.
In every sphere of governance, we are motivated by this ideal. pic.twitter.com/EK9VEYMhkV
When India grows, the world grows.
— Narendra Modi (@narendramodi) September 25, 2021
When India reforms, the world transforms. pic.twitter.com/8o6RTkVjyb
I invite the world- Come, Make Vaccines in India! pic.twitter.com/ODsbsHyU7o
— Narendra Modi (@narendramodi) September 25, 2021
Global challenges can be mitigated by a Science-Based, Rational and Progressive thinking. pic.twitter.com/c9KnUaf8PL
— Narendra Modi (@narendramodi) September 25, 2021
Here is why the words of the wise Chanakya hold true today, especially in the context of the UN. pic.twitter.com/80jJB6tyC9
— Narendra Modi (@narendramodi) September 25, 2021
Over the last few days, have had productive bilateral and multilateral engagements, interaction with CEOs and the UN address. I am confident the India-USA relationship will grow even stronger in the years to come. Our rich people-to-people linkages are among our strongest assets.
— Narendra Modi (@narendramodi) September 25, 2021