મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આપણને સહુને ખબર છે કે આજે મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ છે. અને આપણો દેશ તેમની સ્મૃતિમાં તેને રાષ્ટ્રીય ખેલ દિવસના રૂપે મનાવે પણ છે. હું વિચારી રહ્યો હતો કે કદાચ આ સમયમાં મેજર ધ્યાનચંદજીનો આત્મા જ્યાં પણ હશે, બહુ જ પ્રસન્નતાનો અનુભવ કરતો હશે. કારણ કે દુનિયામાં ભારતની હોકીનો ડંકો વગાડવાનું કામ ધ્યાનચંદજીની હોકી એ કર્યું હતું. અને ચાર દસકા બાદ લગભગ લગભગ 41 વર્ષ પછી, ભારતના નવયુવાનોએ, દિકરા અને દિકરીઓએ હોકીની અંદર ફરી એકવાર પ્રાણ પૂરી દીધો છે. અને કેટલાય પદક કેમ ન મળી જાય, પરંતુ જ્યાં સુધી હોકીમાં પદક નથી મળતો, ભારતનો કોઈ પણ નાગરિક વિજયનો આનંદ નથી લઈ શકતો અને આ વખતે ઓલમ્પિકમાં હોકીમાં પદક મળ્યો, ચાર દસકા બાદ મળ્યો. તમે કલ્પના કરી શકો છો, મેજર ધ્યાનચંદજીના હ્રદય પર, તેમના આત્મા પર તેઓ જ્યાં હશે ત્યાં, કેટલી પ્રસન્નતા થતી હશે અને ધ્યાનચંદજીનું આખું જીવન રમતગમતને સમર્પિત હતું અને તેથી આજે, જ્યારે આપણને આપણા દેશના નવયુવાનોમાં, આપણા દિકરા-દિકરીઓમાં, રમતગમત પ્રત્યે જે આકર્ષણ નજરે પડી રહ્યું છે. માતા-પિતાને પણ બાળકો જો રમતગમતમાં આગળ જઈ રહ્યા છે તો ખુશી થઈ રહી છે, આ જે તત્પરતા દેખાઈ રહી છે ને, હું સમજું છું, આ જ મેજર ધ્યાનચંદજીને ઘણી મોટી શ્રદ્ધાંજલી છે.
સાથીઓ, જ્યારે રમત-ગમતની વાત થાય છે ને ત્યારે સ્વાભાવિક છે આપણી સામે આખી યુવા પેઢી નજરે પડે છે. અને જ્યારે યુવા પેઢીની સામે બારીકાઈથી નજર કરીએ છીએ, કેટલો મોટો ફેરફાર નજરે પડે છે.
યુવાનોનું મન બદલાઈ ચૂક્યું છે. અને આજનું યુવા મન ઘસાયેલા જૂના રીત-રિવાજોથી કંઈક નવું કરવા ઈચ્છે છે, અલગ કરવા માગે છે. આજનું યુવા મન પહેલેથી બનાવેલા માર્ગ પર ચાલવા નથી માંગતું. તેઓ નવો માર્ગ બનાવવા માગે છે. અજાણી જગ્યા પર ચાલવા માગે છે. મંઝિલ પણ નવી, લક્ષ્ય પણ નવું, માર્ગ પણ નવો, અને ઈચ્છા પણ નવી, અરે એકવાર મનમાં નક્કી કરી લે છે ને યુવાનો, પૂરા દિલથી તેમાં લાગી જાય છે. દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. આપણે જોઈએ છીએ કે હમણાં થોડા સમય પહેલાં જ ભારતે, તેના સ્પેસ સેક્ટરને ખૂલ્લું મૂક્યું અને જોતજોતામાં યુવા પેઢીએ તે તકને ઝડપી લીધી અને તેનો લાભ ઉઠાવવા માટે કોલેજોના વિદ્યાર્થીઓ, યુનિવર્સિટી, ખાનગી ક્ષેત્રમાં કામ કરનારા નવયુવાન, તત્પરતાથી આગળ આવ્યા છે અને મને પાક્કો ભરોસો છે કે આવનારા દિવસોમાં બહુ મોટી સંખ્યા એવા સેટેલાઈટ્સની હશે, જે આપણા યુવાનોએ, આપણા વિદ્યાર્થીઓએ, આપણી કોલેજોએ, આપણી યુનિવર્સિટીઓએ, લેબમાં કામ કરતા વિદ્યાર્થીઓએ કામ કર્યું હશે.
તેવી જ રીતે આજે જ્યાં પણ જુઓ, કોઈપણ પરિવારમાં જાઓ, કેટલોયે સંપન્ન પરિવાર હોય, ભણેલો-ગણેલો પરિવાર હોય, પરંતુ જો પરિવારમાં નવયુવાન સાથે વાત કરો તો એ શું કહે છે, તે પોતાના પારિવારિક પરંપરાઓથી થોડું હટીને વાત કરે છે, હું તો સ્ટાર્ટ-અપ કરીશ, સ્ટાર્ટ-અપ્સમાં જતો રહીશ. એટલે કે રિસ્ક લેવા માટે તેનું મન થનગની રહ્યું છે. આજે નાના-નાના શહેરોમાં પણ સ્ટાર્ટ-અપ કલ્ચરનો વિસ્તાર થઈ રહ્યો છે અને હું તેમાં ઉજ્જવળ ભવિષ્યનો સંકેત જોઈ શકું છું. હમણાં થોડા દિવસો પહેલાં જ આપણા દેશમાં રમકડાંની ચર્ચા થઈ રહી હતી. જોતજોતામાં જ્યારે આપણા યુવાનોના ધ્યાને આ વિષય આવ્યો, તેમણે પણ મગજમાં નક્કી કરી લીધું કે દુનિયામાં ભારતના રમકડાંની ઓળખ
કેવી રીતે બને. અને નવા-નવા પ્રયોગ કરી રહ્યા છે અને દુનિયામાં રમકડાંનું ઘણું મોટું માર્કેટ છે, 6-7 લાખ કરોડનું માર્કેટ છે. આજે ભારતની ભાગીદારી ઘણી ઓછી છે. પરંતુ રમકડાં કેવી રીતે બનાવવા, રમકડાંની વિવિધતા શું હોય, રમકડાંમાં ટેક્નોલોજી શું હોય, ચાઈલ્ડ સાઈકોલોજીને અનુરૂપ રમકડાં કેવા હોય. આજે આપણા દેશના યુવાનો તેની તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, કેટલાક કોન્ટ્રિબ્યુટ કરવા માંગે છે. સાથીઓ, વધુ એક વાત, જે મનને ખુશીઓથી ભરી દે છે અને વિશ્વાસને વધુ મજબૂત પણ કરે છે. અને તે શું છે, ક્યારેય તમે માર્ક કર્યું છે. સામાન્ય રીતે આપણે ત્યાં સ્વભાવ એવો બની ચૂક્યો હતો- થાય છે, ચલો યાર ચાલે છે, પરંતુ હું જોઈ રહ્યો છું, મારા દેશનું યુવા મન હવે સર્વશ્રેષ્ઠની તરફ પોતાને કેન્દ્રિત કરી રહ્યું છે. સર્વોત્તમ કરવા માગે છે, સર્વોત્તમ રીતે કરવા માગે છે. તે પણ રાષ્ટ્રની બહુ મોટી શક્તિ બનીને ઉભરી આવશે.
સાથીઓ, આ વખતે ઓલમ્પિકે બહુ મોટો પ્રભાવ ઉભો કર્યો છે. ઓલમ્પિકની રમતો પૂરી થઈ, હવે પેરાલિમ્પિક ચાલી રહ્યો છે. દેશને આપણા આ રમતગમતના જગતમાં જે કંઈ પણ થયું, વિશ્વની તુલનામાં ભલે ઓછું હશે પરંતુ વિશ્વાસ ભરવા માટે તો ઘણું બધું થયું. આજે યુવાનો માત્ર સ્પોર્ટ્સની તરફ નજર માંડે છે એટલું જ નથી પરંતુ તે તેની સાથે જોડાયેલી શક્યતાઓ તરફ પણ જોઈ રહ્યા છે. તેની આખી ઈકો-સિસ્ટમને બહુ બારિકાઈથી જોઈ રહ્યા છે, તેના સામર્થ્યને સમજી રહ્યા છે અને કોઈને કોઈ રૂપમાં પોતાને જોડવા પણ માગે છે. હવે તેઓ કન્વેન્શનલ વસ્તુઓથી આગળ જઈને New Disciplines ને અપનાવી રહ્યા છે. અને મારા દેશવાસીઓ, જ્યારે આટલું મોમેન્ટમ આવ્યું છે, દરેક પરિવારમાં રમત-ગમતની ચર્ચા શરૂ થઈ ગઈ છે. તમે જ જણાવો, શું આ મોમેન્ટમને હવે બંધ કરવું જોઈએ, રોકાવા દેવું જોઈએ. જી નહીં.
આપ પણ મારી જેમ જ વિચારતા હશો. હવે દેશમાં રમતો, રમત-ગમત, સ્પોર્ટ્સ, સ્પોર્ટ્સમેન સ્પિરિટ હવે રોકાવાનું નથી. આ મોમેન્ટમને પારિવારિક જીવનમાં, સામાજિક જીવનમાં, રાષ્ટ્રિય જીવનમાં સ્થાયી બનાવવાનું છે – ઉર્જાથી ભરી દેવાનું છે, સતત નવી ઉર્જાથી ભરવાનું છે. ઘર હોય, બહાર હોય, ગામ હોય, શહેર હોય, આપણા રમત-ગમતના મેદાનો ભરેલા હોવા જોઈએ, બધા રમે – બધા ખીલે અને તમને યાદ છે ને મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું- સહુનો પ્રયાસ – જી હાં… સહુનો પ્રયાસ. સહુના પ્રયાસોથી ભારત રમતગમતમાં એ ઉંચાઈ પ્રાપ્ત કરી શકશે જેનું એ હકદાર છે. મેજર ધ્યાનચંદજી જેવા લોકોએ જે માર્ગ બતાવ્યો છે, તેમાં આગળ વધવું આપણી જવાબદારી છે. વર્ષો બાદ દેશમાં એવો સમય આવ્યો છે કે રમતગમત પ્રત્યે પરિવાર હોય, સમાજ હોય, રાજ્ય હોય, રાષ્ટ્ર હોય – એક મનથી સહુ કોઈ જોડાઈ રહ્યા છે.
મારા પ્રિય નવયુવાનો આપણે આ અવસરનો ફાયદો ઉઠાવીને અલગઅલગ પ્રકારના સ્પોર્ટ્સમાં મહારથ પણ મેળવવો જોઈએ. ગામેગામ રમતગમતની સ્પર્ધાઓ સતત ચાલતી રહેવી જોઈએ. સ્પર્ધામાંથી જ રમતગમતનો વિસ્તાર થાય છે, રમતગમત વિકાસ થાય છે, ખેલાડી પણ તેમાંથી જ નીકળે છે. આવો, આપણે બધા દેશવાસી આ મોમેન્ટમ ને એટલું આગળ વધારી શકીએ છીએ, જેટલું યોગદાન આપણે આપી શકીએ છીએ, -સહુનો પ્રયાસ – આ મંત્રથી સાકાર કરીને દેખાડીએ.
મારા પ્રિય દેશવાસીઓ, કાલે જન્માષ્ટમીનું મહાપર્વ પણ છે. જન્માષ્ટમીનું આ પર્વ એટલે, ભગવાન શ્રી કૃષ્ણના જન્મનું પર્વ. આપણે ભગવાનના બધા રૂપથી પરિચિત છીએ, નટખટ કનૈયાથી લઈને વિરાટ રૂપ ધારણ કરનારા કૃષ્ણ સુધી, શાસ્ત્ર સામર્થ્ય થી લઈને શસ્ત્ર સામર્થ્યવાળા કૃષ્ણ સુધી. કળા હોય, સૌદર્ય હોય, માધુર્ય હોય,
ક્યાં-ક્યાં કૃષ્ણ છે. પરંતુ આ વાતો હું એટલા માટે કરી રહ્યો છું કે જન્માષ્ટમીથી કેટલાક દિવસો પૂર્વ, હું એક એટલો રસપ્રદ અનુભવમાંથી પસાર થયો છું તો મારું મન કરે છે કે એ વાત હું તમારી સાથે કરું. આપને યાદ હશે, આ મહિનાની 20 તારીખે ભગવાન સોમનાથ મંદિર સાથે જોડાયેલા નિર્માણ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સોમનાથ મંદિરથી 3-4 કિલોમીટર દૂર ભાલકા તીર્થ છે, એ ભાલકા તીર્થ એ છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ એ ધરતી પર પોતાની અંતિમ પળ વિતાવી હતી. એક પ્રકારથી આ લોકની અનેક લીલાઓનું ત્યાં સમાપન થયું હતું. સોમનાથ ટ્રસ્ટ દ્વારા તે આખા વિસ્તારમાં વિકાસના ઘણાં કામ થઈ રહ્યા છે. હું ભાલકા તીર્થ અને ત્યાં થઈ રહેલા કાર્યો વિશે વિચારી રહ્યો હતો અને મારી નજર એક સુંદર આર્ટ બુક પર પડી. આ પુસ્તક મારા ઘરની બહાર કોઈ મારા માટે છોડીને ગયું હતું. તેમાં ભગવાન શ્રી કૃષ્ણના અનેક રૂપ, અનેક ભવ્ય છબીઓ હતી. ઘણીં જ મોહક છબીઓ હતી અને ઘણી જ મીનીંગફૂલ છબીઓ હતી. મેં પુસ્તકના પાનાં ફેરવવાનું શરૂ કર્યું, તો મારી જિજ્ઞાસા જરા વધી ગઈ. જ્યારે મેં આ પુસ્તક અને તેના બધા ચિત્રોને જોયા અને તેના પર મારા માટે એક સંદેશ લખેલો અને જે એ વાંચ્યું તો મારું મન થયું કે તેમને હું મળું. જે આ પુસ્તક મારા ઘરની બહાર છોડીને જતા રહ્યા હતા, મારે તેમને મળવું જોઈએ. તો મારી ઓફિસે તેમનો સંપર્ક કર્યો. બીજા જ દિવસે તેમને મળવા બોલાવ્યા અને મારી જિજ્ઞાસા આર્ટ બુકને જોઈને એટલી હતી કે શ્રી કૃષ્ણના અલગઅલગ રૂપ જોઈને. આ જ જિજ્ઞાસામાં મારી મુલાકાત થઈ
જદુરાની દાસી જી સાથે. તે અમેરિકન છે, જન્મ અમેરિકામાં થયો, પાલન-પોષણ અમેરિકામાં થયું, જદુરાની દાસી જી ઈસ્કોન સાથે જોડાયેલા છે, હરે કૃષ્ણા મૂવમેન્ટ સાથે જોડાયેલા છે અને તેમની એક બહુ જ મોટી વિશેષતા છે ભક્તિ આર્ટ્સમાં તેઓ નિપુણ છે. તમે જાણો છો હમણાં બે દિવસ પછી જ એક સપ્ટેમ્બરે ઈસ્કોનના સંસ્થાપક શ્રીલ પ્રભુપાદ સ્વામી જીની 125મી જન્મજયંતિ છે. જદુરાની દાસી જી આ જ વિષયમાં ભારત આવ્યા હતા. મારી સામે મોટો સવાલ એ હતો કે જેમનો જન્મ અમેરિકામાં થયો, જે ભારતીય ભાવોથી આટલા દૂર રહ્યા, તેઓ છેલ્લે કેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણના આટલા મોહક ચિત્ર બનાવી લે છે. મારી તેમની સાથે લાંબી વાત થઈ હતી પરંતુ હું આપને તેનો કેટલાક ભાગ સંભળાવું છું.
પીએમ સર – જદુરાની જી, હરે કૃષ્ણ
મેં ભક્તિ આર્ટ વિશે બહુ ઓછું વાંચ્યું છે પણ અમારા શ્રોતાઓને તેના વિશે વધુ જણાવો. તેના પ્રત્યેનો તમારો જુસ્સો અને રસ મહાન છે.
જદુરાની જી – તો ભક્તિ આર્ટ, અમારી પાસે ભક્તિ આર્ટ પ્રકાશમાં એક લેખ છે જે સમજાવે છે કે કેવી રીતે આ કલા મન અને કલ્પનાથી નથી આવી રહી પણ તે ભ્રમ સંહિતા જેવા પ્રાચીન વૈદિક ગ્રંથોમાંથી આવેલી છે.
વેં ઓંકારાય પતિતં સ્કિલતં સિકંદ,
વૃંદાવનના ગોસ્વામી તરફથી, ખુદ ભગવાન બ્રહ્મા તરફથી.
ઈશ્વરઃ પરમઃ કૃષ્ણઃ સચ્ચિદાનન્દ વિગ્રહઃ
તે કેવી રીતે વાંસળીનું વહન કરે છે, તેની બધી ઇન્દ્રિયો કેવી રીતે અન્ય ઇન્દ્રિયો માટે કાર્ય કરી શકે છે અને શ્રીમદ ભાગવતમ…
બર્હાપીંડ નટવરપુઃ કર્ણયોઃ કર્ણિકારં
બધું, તે તેના કાન પર કર્ણિકા ફૂલ પહેરે છે, તે તેના કમળના પગની છાપ વૃંદાવનની ભૂમિ પર પાડે છે,
ગાયના ધણ તેના મહિમાનો અવાજ કરે છે, તેની વાંસળી તમામ નસીબદાર માણસોના હૃદય અને મનને આકર્ષે છે. તેથી બધું પ્રાચીન વૈદિક શાસ્ત્રોમાંથી આવેલું છે અને આ શાસ્ત્રોની શક્તિ જે ટ્રાન્સડેન્ટલ વ્યક્તિત્વમાંથી આવી રહી છે અને શુદ્ધ ભક્તો જે કલામાં લાવી રહ્યા છે તેમની શક્તિ છે અને તેથી જ તે પરિવર્તનશીલ છે, તે મારી શક્તિ નથી.
પીએમ સર – જદુરાની જી, મારી પાસે આપના માટે અન્ય પ્રકારનો સવાલ છે. 1966 થી એક રીતે અને 1976 થી શારીરિક રીતે તમે લાંબા સમયથી ભારત સાથે સંકળાયેલા છો, કૃપા કરીને મને કહો કે ભારતનો તમારા માટે અર્થ શું છે?
જદુરાની જી – પ્રધાનમંત્રીજી, ભારત મારા માટે બધું છે. હું થોડા દિવસો પહેલા માનનીય રાષ્ટ્રપતિ સમક્ષ ઉલ્લેખ કરતી હતી કે ભારતે ટેકનિકલ ક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરી આગળ આવ્યું છે અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ અને આઇફોન અને મોટી ઇમારતો અને ઘણી સુવિધાઓ સાથે પશ્ચિમના કલ્ચરને ખૂબ જ સારી રીતે અનુસરે છે પણ મને ખબર છે કે તે વાસ્તવિક નથી. ભારતનું ગૌરવ. ભારતને ગૌરવશાળી બનાવે છે તે હકીકત એ છે કે કૃષ્ણ પોતે અહીં અવતારી દેખાયા હતા, ભગવાન રામ અહીં દેખાયા હતા, બધી પવિત્ર નદીઓ અહીં છે, વૈષ્ણવ સંસ્કૃતિના તમામ પવિત્ર સ્થળો અહીં છે અને તેથી ભારત ખાસ કરીને વૃંદાવન બ્રહ્માંડમાં સૌથી મહત્વની જગ્યા છે, વૃંદાવન બધા વૈકુંઠ ગ્રહોનો સ્ત્રોત છે, દ્વારિકાનો સ્રોત છે, સમગ્ર ભૌતિક સર્જનનો સ્ત્રોત છે, તેથી હું ભારતને પ્રેમ કરું છું.
પીએમ સર – આપનો આભાર જદુરાની જી…હરે કૃષ્ણા
સાથીઓ, દુનિયાના લોકો જ્યારે આજે ભારતીય અધ્યાત્મ અને દર્શન વિશે આટલું બધું વિચારે છે તો આપણી પણ જવાબદારી છે કે આપણે આ મહાન પરંપરાઓને આગળ લઈ જઈએ. જે સમાપ્ત થાય છે
તેને છોડવાનું જ છે. પરંતુ જે કાળઅતિત છે તેને આગળ પણ લઈ જવાનું છે. આપણે આપણા પર્વ મનાવીએ, તેની વૈજ્ઞાનિકતા ને સમજીએ, તેની પાછળના અર્થને સમજીએ. એટલું જ નહીં દરેક પર્વમાં કોઈને કોઈ સંદેશ હોય છે, કોઈને કોઈ સંસ્કાર હોય છે. આપણે તેને જાણવાનું પણ છે, જીવવાનું પણ છે અને આવનારી પેઢીઓ માટે વારસાના રૂપમાં તેને આગળ વધારવાનું છે. હું ફરી એકવાર બધા દેશવાસીઓ ને જન્માસ્ટમીની ઘણી-ઘણી શુભેચ્છાઓ પાઠવું છું.
મારા પ્રિય દેશવાસીઓ, આ કોરોના સમયમાં સ્વચ્છતાના વિષયમાં મને જેટલી વાતો કરવાની હતી, લાગે છે કદાચ તેમાં થોડી ઉણપ આવી ગઈ હતી. મને પણ લાગે છે કે સ્વચ્છતા ના અભિયાનને આપણે રત્તીભર પણ ઓઝલ નથી થવા દેવું. રાષ્ટ્ર નિર્માણ માટે સહુનો પ્રયાસ કેવી રીતે સહુનો વિકાસ કરે છે તેના ઉદાહરણ આપણને પ્રેરણા પણ આપે છે અને કંઈક કરવા માટે એક નવી ઉર્જા ભરી દે છે, નવો વિશ્વાસ ભરી દે છે, આપણા સંકલ્પમાં પ્રાણ ફૂંકી દે છે. આપણે તે બહુ સારી રીતે જાણીએ છીએ કે જ્યારે પણ સ્વચ્છ ભારત અભિયાનની વાત આવે છે તો ઈન્દોરનું નામ આવે જ આવે છે કારણ કે ઈન્દોરે સ્વચ્છતાના સંબંધમાં પોતાની એક વિશેષ ઓળખ બનાવી છે અને ઈન્દોરના નાગરિકો તેના અભિનંદનના અધિકારી પણ છે. આપણું આ ઈન્દોર કેટલાય વર્ષોથી સ્વચ્છ ભારત રેંકિંગ માં પહેલા નંબર પર રહ્યું છે. હવે ઈન્દોરના લોકો સ્વચ્છ ભારતના આ રેંકિંગથી સંતોષ મેળવીને બેસવા નથી માંગતા, આગળ વધવા માગે છે, કંઈક નવું કરવા માગે છે.
અને તેમણે શું મનમાં નક્કી કરી લીધું છે, તેમણે વોટર પ્લસ સીટી બનાવી રાખવા માટે ખરા દિલથી જોડાઈ ગયા છે. વોટર પ્લસ સીટી એટલે કે એવું શહેર જ્યાં ટ્રીટમેન્ટ વગર કોઈપણ સીવેજ કોઈ સાર્વજનિક જળ સ્ત્રોતમાં નાખવામાં નથી આવતું. અહીંના નાગરિકોએ પોતે આગળ આવીને પોતાના નાળાઓને સીવર લાઈન સાથે જોડ્યા છે. સ્વચ્છતા અભિયાન પણ ચલાવ્યું છે અને તેને કારણે સરસ્વતી અને કાન્હ નદીઓમાં ઠલવાતું ગંદુ પાણી પણ ઘણું ઓછું થયું છે અને સુધારો નજરે પડી રહ્યો છે. આજે જ્યારે આપણો દેશ આઝાદી કા અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે તો આપણે એ યાદ રાખવાનું છે કે સ્વચ્છ ભારત અભિયાનના સંકલ્પોને આપણે ક્યારેય મંદ પડવા દેવાના નથી. આપણા દેશમાં જેટલા વધારે શહેરો વોટર પ્લસ સીટી હશે, તેટલી જ સ્વચ્છતા પણ વધશે, આપણી નદીઓ પણ સાફ રહેશે અને પાણી બચાવવાની એક માનવીય જવાબદારી નિભાવવાના સંસ્કાર પણ હશે.
સાથીઓ મારી સામે એક ઉદાહરણ બિહારના મધુબનીથી આવ્યું છે. મધુબનીમાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ કૃષિ વિશ્વવિદ્યાલય અને ત્યાંના સ્થાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્રએ મળીને એક સારો પ્રયાસ કર્યો છે. તેનો લાભ ખેડૂતોને તો થઈ જ રહ્યો છે, તેનાથી સ્વચ્છ ભારત અભિયાનને પણ નવી તાકાત મળી રહી છે. વિશ્વવિદ્યાલયની આ પહેલનું નામ છે – સુખેત મોડલ… સુખેત મોડલનો હેતુ છે ગામોમાંથી પ્રદૂષણને ઘટાડવાનો છે. આ મોડલ હેઠળ ગામના ખેડૂતો પાસેથી ગોબર અને ખેતર-ઘરમાંથી નીકળનારો અન્ય કચરો એકઠો કરવામાં આવે છે અને બદલામાં ગામના લોકોને રસોઈ ગેસ સિલિંડર માટે પૈસા આપવામાં આવે છે.
જે કચરો ગામમાંથી એકત્રિત થાય છે તેના સમાધાન માટે વર્મી કમ્પોસ્ટ બનાવવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. એટલે કે સુખેત મોડલના ચાર લાભ તો સીધેસીધા નજરે પડી રહ્યા છે. એક તો ગામોને પ્રદૂષણથી મુક્તિ, બીજું ગામોને ગંદકીથી મુક્તિ, ત્રીજું ગામના લોકોને રસોઈ ગેસ સિલિંડર માટે પૈસા, અને ચોથું ગામના ખેડૂતોને જૈવિક ખાતર. તમે વિચારો, આવી રીતના પ્રયત્નો આપણા ગામોની શક્તિને કેટલી વધારી શકે છે. આ જ તો આત્મનિર્ભરતાનો વિષય છે. હું દેશની પ્રત્યેક પંચાયતને કહીશ કે આવું કંઈક કરવાનું તેઓ પણ તેમને ત્યાં વિચારે. અને સાથીઓ, જ્યારે આપણે એક લક્ષ્ય લઈને નીકળી પડીએ છીએ ત્યારે પરિણામ મળવું નિશ્ચિત જ હોય છે. હવે જુઓ આપણા તમિલનાડુમાં શિવગંગા જિલ્લાની કાન્જીરંગાલ પંચાયત. જુઓ આ નાની પંચાયતે શું કર્યું, અહીં આપને વેસ્ટથી વેલ્થ નું વધુ એક મોડલ જોવા મળશે. અહીંયા ગ્રામ પંચાયતે સ્થાનિક લોકો સાથે મળીને કચરામાંથી વિજળી બનાવાનો એક લોકલ પ્રોજેક્ટ પોતાના ગામમાં લગાવી દીધો છે. આખા ગામમાંથી કચરો ભેગો થાય છે તેમાંથી વિજળી બને છે અને બચેલા પ્રોડક્ટને કિટનાશકના રૂપમાં વેચી દેવામાં પણ આવે છે. ગામના આ પાવર પ્લાન્ટની ક્ષમતા પ્રતિદિવસ બે ટન કચરાના નિસ્તારણની છે. તેનાથી બનનારી વિજળી ગામની સ્ટ્રીટ લાઈટ અને બીજી અન્ય જરૂરિયાતોમાં ઉપયોગ થઈ રહી છે. તેનાથી પંચાયતના પૈસા તો બચી જ રહ્યા છે તે પૈસા વિકાસના બીજા કામોમાં વાપરવામાં આવી રહ્યા છે. હવે મને જણાવો, તમિલનાડુના શિવગંગા જિલ્લાની એક નાની પંચાયત આપણે બધા દેશવાસીઓને કંઈક કરવાની પ્રેરણા આપે છે કે નથી આપતી. કમાલ કર્યો છે આ લોકોએ.
મારા પ્રિય દેશવાસીઓ,
મન કી બાત હે ભારતની સીમાઓ સુધી સીમિત નથી રહ્યું. દુનિયાના અલગ અલગ ખૂણાઓમાં પણ મન કી બાત ની ચર્ચા થાય છે. અને વિદેશોમાં રહેતા આપણા ભારતીય સમુદાયના લોકો છે, તેઓ પણ મને ઘણી નવી નવી જાણકારી આપતા રહે છે. અને મને પણ ક્યારેક ક્યારેક મન કી બાતમાં વિદેશોમાં જે અનોખા કાર્યક્રમ ચાલે છે તેની વાતો તમારી સાથે વહેંચલી ગમે છે. આજે પણ હું આપનો કેટલાક એવા લોકો સાથે પરિચય કરાવીશ પરંતુ તે પહેલા હું તમને એક ઓડિયો સંભળાવવા માંગુ છું. જરા ધ્યાનથી સાંભળજો.
સંસ્કૃત ઓડિયો…. (આર જે ગંગા)
##
[रेडियो युनिटी नाईन्टी एफ्.एम्.-2]
नमोनमः सर्वेभ्यः | मम नाम गङ्गा | भवन्तः शृण्वन्तु रेडियो-युनिटी-नवति-एफ्.एम् –‘एकभारतं श्रेष्ठ-भारतम्’ | अहम् एकतामूर्तेः मार्गदर्शिका एवं रेडियो-युनिटी-माध्यमे आर्.जे. अस्मि | अद्य संस्कृतदिनम् अस्ति | सर्वेभ्यः बहव्यः शुभकामनाः सन्ति| सरदार-वल्लभभाई-पटेलमहोदयः ‘लौहपुरुषः’ इत्युच्यते | २०१३-तमे वर्षे लौहसंग्रहस्य अभियानम् प्रारब्धम् | १३४-टन-परिमितस्य लौहस्य गलनं कृतम् | झारखण्डस्य एकः कृषकः मुद्गरस्य दानं कृतवान् | भवन्तः शृण्वन्तु रेडियो-युनिटी-नवति-एफ्.एम् –‘एकभारतं श्रेष्ठ-भारतम्’ |
[रेडियो युनिटी नाईन्टी एफ्.एम्.-2]
##
સાથીઓ.. ભાષા તો તમે સમજી જ ગયા હશો. આ રેડિયો પર સંસ્કૃતમાં વાત કરવામાં આવી રહી છે અને જે વાત કરી રહ્યા છે તે છે આરજે ગંગા. આરજે ગંગા, ગુજરાતના રેડિયો જોકી ના ગ્રુપના એક સભ્ય છે. તેમના અન્ય પણ સાથીઓ છે, જેમ કે આરજે નિલમ, આરજે ગુરુ અને આરજે હેતલ. આ બધા લોકો મળીને ગુજરાતમાં, કેવડિયામાં આ સમયે સંસ્કૃત ભાષાનું માન વધારવામાં લાગેલા છે. અને તમને ખબર છે ને આ કેવડિયા એ જ છે જ્યાં દુનિયાનું સૌથી ઉંચું સ્ટેચ્યુ, આપણા દેશનું ગૌરવ, સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યાં છે, તે કેવડિયાની હું વાત કરું છું. અને આ બધા રેડિયો જોકીઝ છે જે એક સાથે કેટલીયે ભૂમિકા નિભાવે છે. તેઓ ગાઈડના રૂપમાં પણ પોતાની સેવા આપે છે, અને સાથે સાથે કોમ્યુનિટી રેડિયો ઈનિશિયેટીવ, રેડિયો યુનિટી 90 એફએમ, તેનું પણ સંચાલન કરે છે. આ આરજે, પોતાના શ્રોતાઓ સાથે સંસ્કૃતમાં વાત કરે છે, તેમને સંસ્કૃતમાં જાણકારી ઉપલબ્ધ કરાવે છે.
સાથીઓ, આપણે ત્યાં સંસ્કૃત વિશે કહેવામાં આવ્યું છે –
અમૃતમ, સંસ્કૃતમ, મિત્ર, સરસમ્ સરલમ્ વચઃ
એકતા મૂલકમ્ રાષ્ટ્રે, જ્ઞાન વિજ્ઞાન પોષકમ્…
એટલે કે આપણી સંસ્કૃત ભાષા સરસ પણ છે, સરળ પણ છે.
સંસ્કૃત, તેના વિચારો, આપણા સાહિત્યના માધ્યમથી તે જ્ઞાન વિજ્ઞાન અને રાષ્ટ્રની એકતાનું પણ પોષણ કરે છે, તેને મજબૂત કરે છે. સંસ્કૃત સાહિત્યમાં માનવતા અને જ્ઞાનનું એવું જ દિવ્ય દર્શન છે,
જે કોઈને પણ આકર્ષિત કરી શકે છે. હાલમાં જ મને કેટલાય એવા લોકો વિશે જાણવા મળ્યું, જે વિદેશોમાં સંસ્કૃત ભણાવવાનું પ્રેરક કાર્ય કરી રહ્યા છે. એવા જ એક વ્યક્તિ છે શ્રીમાન રટગર કોર્ટેનહોસ્ટ, જે આયરલેન્ડમાં સંસ્કૃતના જાણીતા વિદ્વાન અને શિક્ષક છે અને ત્યાંના બાળકોને સંસ્કૃત ભણાવે છે. અહીં આપણે ત્યાં પૂર્વમાં ભારત અને થાઈલેન્ડ વચ્ચે સાંસ્કૃતિક સંબંધોની મજબૂતીમાં સંસ્કૃત ભાષાની પણ એક મહત્વની ભૂમિકા છે. ડો. ચિરાપત પ્રપંડવિદ્યા અને ડો. કુસુમા રક્ષામણી, આ બંને થાઈલેન્ડમાં સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસારમાં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે. તેમણે થાઈ અને સંસ્કૃત ભાષામાં તુલનાત્મક સાહિત્યની પણ રચના કરી છે. એવા જ એક પ્રોફેસર છે શ્રીમાન બોરિસ જાખરિન, રશિયામાં મોસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાં તેઓ સંસ્કૃત ભણાવે છે. તેમણે કેટલાય શોધ પત્રો અને પુસ્તકો પ્રકાશિત કર્યા છે. તેમણે કેટલાય પુસ્તકોનો સંસ્કૃત ભાષામાંથી રશિયન ભાષામાં અનુવાદ પણ કર્યો છે. તેવી જ રીતે સિડની સંસ્કૃત સ્કૂલ, ઓસ્ટ્રેલિયાના એ પ્રમુખ સંસ્થાઓમાંની એક છે જ્યાં વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષા ભણાવવામાં આવે છે. આ સ્કૂલ બાળકો માટે સંસ્કૃત ગ્રામર કેમ્પ, સંસ્કૃત નાટક અને સંસ્કૃત દિવસ જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરે છે.
સાથીઓ, હાલના દિવસોમાં જે પ્રયાસો થયા છે, તેનાથી સંસ્કૃતને લઈને એક નવી જાગૃતિ આવી છે. હવે સમય છે કે આ દિશામાં આપણે આપણા પ્રયત્નો વધારીએ. આપણા વારસાને સાચવવો, તેને સંભાળવો, નવી પેઢીને આપવો, આ બધા આપણા કર્તવ્ય છે અને ભાવી પેઢીનો તેના પર હક પણ છે. હવે સમય છે આ કામો માટે પણ બધાનો પ્રયત્ન વધે.
સાથીઓ, જો આપ પણ આવી જ રીતના પ્રયત્નોમાં જોડાયેલા એવા કોઈ વ્યક્તિને જાણો છો, આવી કોઈ જાણકારી તમારી પાસે છે, તો #CelebratingSanskrit સાથે સોશિયલ મીડિયા પર તેને સંબંધિત જાણકારી ચોક્કસ શેર કરો.
મારા પ્રિય દેશવાસીઓ, આવનારા થોડા દિવસોમાં જ વિશ્વકર્મા જયંતિ પણ આવવાની છે. ભગવાન વિશ્વકર્માને આપણે ત્યાં વિશ્વની સર્જન શક્તિનું પ્રતિક માનવામાં આવ્યા છે. જે પણ પોતાના કૌશલ્યોથી કોઈ વસ્તુનું નિર્માણ કરે છે, સર્જન કરે છે, પછી તે સિવણ કામ હોય, સોફ્ટવેર હોય, કે પછી સેટેલાઈટ, આ બધું ભગવાન વિશ્વકર્માનું પ્રગટીકરણ છે. દુનિયામાં ભલે સ્કિલની ઓળખ આજે નવી રીતે થઈ રહી છે, પરંતુ આપણા ઋષિઓએ તો હજારો વર્ષોથી સ્કિલ અને સ્કેલ પર ભાર આપ્યો છે. તેમણે સ્કિલને, આવડતને, કૌશલને, આસ્થા સાથે જોડીને આપણા જીવન દર્શનનો ભાગ બનાવી દીધો છે. આપણા વેદોએ પણ કેટલાય સૂક્ત ભગવાન વિશ્વકર્માને સમર્પિત કરી દીધા છે. સૃષ્ટિની જેટલી પણ મોટી રચનાઓ છે, જે પણ નવા અને મોટા કામ થયા છે, આપણા શાસ્ત્રોમાં તેનો શ્રેય ભગવાન વિશ્વકર્માને જ આપ્યો છે. તે એક રીતે એ વાતનું પ્રતિક છે કે સંસારમાં જે કંઈ પણ ડેવેલપમેન્ટ અને ઈનોવેશન થાય છે, તે સ્કિલને મારફતે જ થાય છે. ભગવાન વિશ્વકર્મા ની જયંતિ અને તેમની પૂજાની પાછળ આ જ ભાવ છે. અને આપણા શાસ્ત્રોમાં એ પણ કહેવામાં આવ્યું છે, –
વિશ્વસ્ય કૃતે યસ્ય કર્મવ્યાપારઃ સઃ વિશ્વકર્મા…
એટલે કે જે સૃષ્ટિ અને નિર્માણથી જોડાયેલા બધા લોકો કર્મ કરે છે તેઓ વિશ્વકર્મા છે. આપણા શાસ્ત્રોની નજરમાં આપણી આસપાસ નિર્માણ અને સર્જનમાં લાગેલા જેટલા પણ સ્કિલ્ડ, કુશળ લોકો છે, તેઓ ભગવાન વિશ્વકર્માનો વારસો છે. તેના વગર આપણે આપણા જીવનની કલ્પના પણ નથી કરી શકતા. તમે વિચારી જુઓ, તમારા ઘરમાં વિજળીની કોઈ સમસ્યા આવી જાય અને તમને કોઈ ઈલેક્ટ્રિશિયન ન મળે તો શું થશે? તમારી સામે આટલી મોટી પરેશાની આવી જશે. આપણું જીવન આવા જ અનેક સ્કિલ્ડ લોકોને કારણે ચાલે છે. તમે તમારી આસપાસ જુઓ, લોખંડનું કામ કરનારા હોય, માટીના વાસણો બનાવનારા હોય, લાકડાનો સામાન બનાવનારા હોય, વિજળીનું કામ કરનારા લોકો હોય, ઘરમાં પેઈન્ટ કરનારા લોકો હોય, સફાઈ કર્મી હોય કે પછી મોબાઈલ-લેપટોપનું રિપેર કરનારા આ બધા સાથી પોતાની સ્કિલને કારણે જ ઓળખાય છે. આધુનિક સ્વરૂપમાં તેઓ પણ વિશ્વકર્મા જ છે. પરંતુ સાથીઓ, તેનું એક પાસું એ પણ છે અને તે ક્યારેક ક્યારેક ચિંતા પણ કરાવે છે. જે દેશમાં, જ્યાંની સંસ્કૃતિમાં, પરંપરામાં, વિચારમાં, કૌશલ્યને, સ્કિલ મેનપાવર ને ભગવાન વિશ્વકર્મા સાથે જોડી દેવામાં આવ્યા હોય, ત્યાં સ્થિતી કેવી રીતે બદલાઈ ગઈ, એક સમય, આપણા પારિવારિક જીવન, સામાજિક જીવન, રાષ્ટ્ર જીવન, પર કૌશલ્યનો બહુ મોટો પ્રભાવ રહેતો હતો. પરંતુ ગુલામીના લાંબા સમયમાં કુશળતાને આ રીતનું સન્માન આપનારી ભાવના ધીરે ધીરે વિસરાઈ ગઈ. વિચાર કંઈક એવો થઈ ગયો છે કે કુશળતા આધારિત કાર્યોને નાનું સમજવામાં આવ્યું. અને હવે આજે જુઓ, આખી દુનિયા સૌથી વધારે કુશળતા એટલે કે સ્કિલ પર જ જોર આપે છે.
ભગવાન વિશ્વકર્માની પૂજા પણ માત્ર ઔપચારિકતાઓથી જ પૂરી નથી થઈ. આપણે કૌશલ્યને સન્માન આપવું પડશે, કુશળ બનવા માટે મહેનત પણ કરવી પડશે. કુશળ હોવાનું ગૌરવ પણ હોવું જોઈએ. જ્યારે આપણે કંઈકને કંઈક નવું કરીએ, કંઈક ઈનોવેટ કરીએ, કંઈક એવું સર્જન કરીએ, જેનાથી સમાજનું હિત થાય, લોકોનું જીવન સરળ બને, ત્યારે આપણી વિશ્વકર્મા પૂજા સાર્થક થશે. આજે દુનિયામાં સ્કિલ્ડ લોકો માટે અવસરોની અછત નથી. પ્રગતિને કેટલાય માર્ગો આજે સ્કિલ થી તૈયાર થઈ રહ્યા છે. તો આવો આ વખતે આપણે ભગવાન વિશ્વકર્માની પૂજા પર આસ્થાની સાથે-સાથે તેમના સંદેશને પણ અપનાવવાનો સંકલ્પ કરીએ. આપણી પૂજાનો ભાવ એ જ હોવો જોઈએ કે આપણે સ્કિલના મહત્વને સમજીશું અને સ્કિલ્ડ લોકોને, પછી તે કોઈપણ કામ કરતા હોય, તેમને પૂરું સન્માન પણ આપીશું.
મારા પ્રિય દેશવાસીઓ, આ સમય આઝાદીના 75માં વર્ષનો છે. આ વર્ષે તો આપણે રોજ નવા સંકલ્પ લેવાના છે, નવું વિચારવાનું છે, અને કંઈક નવું કરવાની આપણી ઉત્કંઠા પણ વધારવાની છે. આપણું ભારત જ્યારે આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરશે ત્યારે આપણા આ સંકલ્પ જ તેની સફળતાના પાયામાં નજરે પડશે. તેથી આપણે આ મોકો ગુમાવવાનો નથી. આપણે તેમાં વધારેમાં વધારે યોગદાન આપવાનું છે. અને આ પ્રયાસો વચ્ચે આપણે વધુ એકવાત યાદ રાખવાની છે. દવા પણ અને કડકાઈ પણ. દેશમાં 62 કરોડથી પણ વધારે વેક્સિનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે પરંતુ તેમ છતાં આપણે સાવધાની રાખવાની છે, સતર્કતા રાખવાની છે. અને હાં… હંમેશાની જેમ, જ્યારે પણ તમે કંઈક નવું કરો, નવું વિચારો,
તો તેમાં મને ચોક્કસ સામેલ કરશો. મને આપના પત્ર અને મેસેજની રાહ રહેશે. એ જ આશા સાથે, આપ બધાને આવનારા પર્વોની ફરી એકવાર ઘણી શુભેચ્છાઓ… ખૂબ ખૂબ ધન્યવાદ….
નમસ્કાર….
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad &nbs…
Tune in to this month’s #MannKiBaat. https://t.co/HJ0nJIXJFd
— Narendra Modi (@narendramodi) August 29, 2021
Every medal is special.
— PMO India (@PMOIndia) August 29, 2021
When India won a Medal in Hockey, the nation rejoiced. And, Major Dhyan Chand Ji would have been so happy. #MannKiBaat pic.twitter.com/0pjtzwA11d
India’s youth wants to do something new and at a large scale. #MannKiBaat pic.twitter.com/3o48mp3uR7
— PMO India (@PMOIndia) August 29, 2021
PM @narendramodi applauds India’s Yuva Shakti during today’s #MannKiBaat. pic.twitter.com/lPer6vpY41
— PMO India (@PMOIndia) August 29, 2021
India’s space sector reforms have captured the imagination of the youth. #MannKiBaat pic.twitter.com/0rJ0pDQxAN
— PMO India (@PMOIndia) August 29, 2021
Ask any youngster what he or she wants to do and a common answer will be - start up.
— PMO India (@PMOIndia) August 29, 2021
The start up sector is very vibrant in India. #MannKiBaat pic.twitter.com/93xo006liM
India’s youth is giving emphasis to quality. #MannKiBaat pic.twitter.com/gVd7S4ItrG
— PMO India (@PMOIndia) August 29, 2021
India is cheering for our #Paralympics contingent.
— PMO India (@PMOIndia) August 29, 2021
At a larger level, there is renewed momentum towards sports across India.
Our fields must be full of players. #MannKiBaat pic.twitter.com/9Is8JBAr80
We recall the noble teachings of Bhagwan Shri Krishna. #MannKiBaat pic.twitter.com/0zrTxKbkXz
— PMO India (@PMOIndia) August 29, 2021
Indian culture and spirituality are gaining popularity globally. #MannKiBaat pic.twitter.com/mq47I66mkz
— PMO India (@PMOIndia) August 29, 2021
Keeping the momentum towards furthering Swachhata. #MannKiBaat pic.twitter.com/9DUO1mq3iH
— PMO India (@PMOIndia) August 29, 2021
Hear an interesting interaction between PM @narendramodi and Jadurani Dasi Ji, who has done pioneering work in Bhakti Art. #MannKiBaat https://t.co/L0bzuAGXdP
— PMO India (@PMOIndia) August 29, 2021
If you know about people who are doing commendable work to popularise Sanskrit, write about them on social media using #CelebratingSanskrit. #MannKiBaat pic.twitter.com/YsyvLWs67E
— PMO India (@PMOIndia) August 29, 2021
Paying homage to Bhagwan Vishwakarma. #MannKiBaat pic.twitter.com/tPGM8LWeaz
— PMO India (@PMOIndia) August 29, 2021
Need of the hour is to give importance to skill development. #MannKiBaat pic.twitter.com/pezVk3Y3NU
— PMO India (@PMOIndia) August 29, 2021
India’s successes at the Tokyo Olympics would have made Major Dhyan Chand Ji very happy. This is the best time to look ahead and strengthen the sporting culture in India. #MannKiBaat pic.twitter.com/dTAy263nde
— Narendra Modi (@narendramodi) August 29, 2021
Today’s #MannKiBaat covered aspects relating to the timeless Sanskrit language. Highlighted a unique radio initiative at @souindia, efforts in Thailand, Australia, Russia and Ireland to popularise Sanskrit. If you know those who are #CelebratingSanskrit, do post about them. pic.twitter.com/sDaOaDhzO6
— Narendra Modi (@narendramodi) August 29, 2021
You would surely get inspired by these examples from Bihar, Madhya Pradesh and Tamil Nadu, which reiterate the importance of Swachhata as well as ‘waste to wealth.’ #MannKiBaat pic.twitter.com/m19df7F53z
— Narendra Modi (@narendramodi) August 29, 2021
May the blessings of Bhagwan Vishwakarma always remain upon us. May we not only respect all forms of work but also undertake efforts that boost skilling and value addition. #MannKiBaat pic.twitter.com/kW9N6CBchI
— Narendra Modi (@narendramodi) August 29, 2021
This interaction with Jadurani Dasi Ji will tell you how popular the teachings of Bhagwan Shri Krishna are globally and what Bhakti Art is… #MannKiBaat pic.twitter.com/DSDFOBJiEE
— Narendra Modi (@narendramodi) August 29, 2021