Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

26 જુન, 2016 ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયો પર પ્રધાનમંત્રીના “મન કી બાત” કાર્યક્રમનો મૂળપાઠ


મારા વ્હાલા દેશવાસીઓ, આપ સૌને નમસ્કાર,

વીતેલા વર્ષોમાં આપણને ગરમીની ભયંકર પીડા, પાણીનો અભાવ, દુષ્કાળ, કોણ જાણે કેટ-કેટલી કસોટીઓમાંથી પસાર થવું પડ્યું. પરંતુ છેલ્લાં બે અઠવાડિયામાંથી અલગ અલગ ઠેકાણેથી વરસાદના સમાચાર આવી રહ્યા છે. વરસાદના આ ખબરોની સાથેસાથે એક તાજગીનો અહેસાસ પણ થઇ રહ્યો છે. આપ પણ અનુભવતા હશો જ. અને જે રીતે વિજ્ઞાનીઓ કહી રહ્યા છે, તે રીતે આ વખતે સારો વરસાદ થશે, સાર્વત્રિક થશે અને ચોમાસા પૂરા સમયગાળા દરમ્યાન થશે. આ ખબર પોતે જ એક નવો ઉત્સાહ સિંચનારા છે. સારા ચોમાસા માટે હું બધા ખેડૂત ભાઇઓને પણ ખૂબખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

આપણા દેશમાં જેમ જેમ ખેડૂત મહેનત કરે છે, આપણા વૈજ્ઞાનિકો પણ દેશને નવી ઉંચાઇએ લઇ જવા માટે બહુ સફળતા મેળવી રહ્યા છે. અને મારો તો પહેલાંથી જ એવો મત રહ્યો છે કે, આપણી નવી પેઢી વૈજ્ઞાનિક બનવાનાં સપનાં જૂએ, વિજ્ઞાનમાં રસ લે, આવનારી પેઢીઓ માટે કંઇક કરી છુટવાની ઇચ્છા સાથે આપણી યુવાપેઢી આગળ આવે. એક બીજી આનંદની વાત પણ હું તમારી સાથે વહેંચવા માગું છું. કાલે હું પૂણે ગયો હતો. સ્માર્ટ સીટી પ્રોજેક્ટની વર્ષગાંઠ પ્રસંગે ત્યાં કાર્યક્રમ હતો. અને ત્યાં તાજેતરમાં 22મી જૂને જે ઉપગ્રહને તરતો મૂકવામાં આવ્યો તે ઉપગ્રહ જેમણે પોતાની જાતમહેનતથી જાતે બનાવ્યો હતો તે પૂણેની કોલેજ ઓફ એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓને મે મળવા બોલાવ્યા હતા. કારણ કે મને મનમાં થતું હતું કે, હું એ મારા યુવા સાથીઓને જોઉં તો ખરો. ! ! તેમને જોઉં તો ખરો ! ! તેઓની અંદર જે ઊર્જા છે, ઉત્સાહ છે, તેનો હું પણ અનુભવ તો કરૂં. પાછલાં કેટલાંય વર્ષોથી અનેક વિદ્યાર્થીઓએ આ કામમાં પોતાનું યોગદાન આપ્યું છે, આ અભ્યાસકીય ઉપગ્રહ એક પ્રકારે યુવાન ભારતની હિંમતના ઉડ્ડયનનો જીવતો જાગતો નમૂનો છે. અને તે આપણા આ વિદ્યાર્થીઓએ બનાવ્યો. આ નાનકડા ઉપગ્રહની પાછળ જે સપનાં છે. તે બહુ મોટાં છે. તેમનું જે ઉડ્ડયન છે. તે ખૂબ ઉંચું છે અને તેમની જે મહેનત છે તે ખૂબ ગાઢ છે. જેવી રીતે પૂણેના વિદ્યાર્થીઓએ બનાવ્યો. તેવો જ તમિળનાડુ ચેન્નાઇની સત્યાભામા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા પણ એક ઉપગ્રહ બનાવવામાં આવ્યો અને તે સત્યભામાસેટને પણ અવકાશમાં તરતો મૂકવામાં આવ્યો. આપણે તો બચપણથી આવી વાતો સાંભળતા આવ્યા છીએ. અને દરેક ભાલના મનમાં આકાશને આંબવાની અને અમુક તારાઓને મુઠ્ઠીમાં બંધ કરવાની ઇચ્છા હંમેશા રહેતી હોય છે. આમ તે દ્રષ્ટિએ ઇસરોએ મોકલેલા વિદ્યાર્થીઓ દ્વારા બનાયેલા બન્ને ઉપગ્રહો મારી દ્રષ્ટિએ બહુ મહત્વના છે, અનહદ ખાસ છે. આ બધા વિદ્યાર્થીઓ અભિનંદનને પાત્ર છે. હું દેશવાસીઓને પણ ખૂબખૂબ અભિનંદન આપવા માંગું છું કે, 22મી જૂને ઇસરો આપણા વૈજ્ઞાનિકોને એક સાથે 22 ઉપગ્રહ આકાશમાં મોકલીને પોતાનો જૂનો વિક્રમ તોડીને એક નવો વિક્રમ સ્થાપ્યો. અને તે પણ આનંદીની બાબત છે કે, ભારતમાંથી આ જે 20 ઉપગ્રહ છોડવામાં આવ્યા,તેમાંથી 17 ઉપગ્રહ બીજા દેશોના છે. અમેરિકા સહિત કેટલાય દેશોના ઉપગ્રહ છોડવાનું કામ ભારતની ધરતી પરથી, ભારતના વૈજ્ઞાનિકો દ્વારા કરાયું અને તેમની સાથે પેલા બે ઉપગ્રહ કે જે આપણા વિદ્યાર્થીઓએ બનાવ્યા હતા તે અવકાશમાં પહોંચ્યા. અને તે પણ ખાસિયત છે કે, ઇસરોએ ઓછા ખર્ચે અને સફળતાની ખાતરી સાથે દુનિયામાં ખાસ સ્થાન હાંસ કરી લીધું છે. તેના કારણે વિશ્વના કેટલાક દેશ પ્રક્ષેપણ માટે આજે ભારત તરફ દ્રષ્ટિ માંડી રહ્યા છે.

મારા વ્હાલા દેશવાસીઓ, “બેટી બચાવો, બેટી ભણાવો” વાત હવે ભારતભરમાં જન જનની મનની વાત બની ગઇ છે. પરંતુ કેટલીક ઘટનાઓ તેમાં એક નવું જીવન લઇ આવે છે, નવા પ્રાણ પૂરી દે છે. આ વખતે દસમા બારમા ધોરણની પરીક્ષાઓના જે પરિણામો આવ્યાં છે, તેમાં આપણી દિકરીઓ મેદાન મારી રહી છે. તેનાથી ગર્વ થાય છે. અને મારા દેશવાસીઓ, આપણને બધાંને ગર્વ થાય તેવી એક મહત્વની વાત. 18 જૂને ભારતીય વાયુસેનામાં પહેલી વાર-

First batch of Women fighter piolets in the Indian Air Force – ભારતીય હવાઇદળમાં મહિસા યુદ્ધ પાઇલટની પહેલી ટુકડી સામેલ તઇ. આ સાંભળતાં જ રૂંવાડા ઉભાં થઇ જાય છે ને ! ? કેટલો ગર્વ થાય છે આપણી ત્રણ ફ્લાઇંગ ઓફિસર દિકરીઓ અવનિ ચતુર્વેદી, ભાવના કંઠ અને મોહના, જેઓએ આપણને ગૌરવ અપાવ્યું છે. આ ત્રણ દિકરીઓના ખાસ વાત છે. ફ્લાઇંગ ઓફિસર અવનિ મધ્યપ્રદેશના રીવાની છે. ફલાઇંગ ઓફિસર ભાવના બિહારના બેગુસરામથી છે અને ફ્લાઇંગ ઓફિસર મોહના ગુજરાતના વડોદરાની છે. તમે જોયું હસે કે આ ત્રણેય દિકરીઓ હિંદુસ્તાનના મહાનગરોની નથી. તેઓ પોતપોતાનાં રાજયોની પાટનગરોથી પણ નથી. તેઓ નાનાં શહેરોની હોવા છતાં તેઓએ આકાશથી પણ ઉંચાં સપનાં જોયાં અને તેને સાકાર કરી બતાવ્યાં. હું અવનિ, મોહના અને ભાવના એમ ત્રણેય બેટીઓને અને તેમનાં માતાપિતાને ખૂબખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.

મારા વ્હાલા દેશવાલીઓ…. થોડા દિવસ પહેલાં આખી દુનિયાએ 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય કાર્યક્રમો યોજયા. જયારે સમગ્ર વિશ્વ યોગ સાથે જોડાય છે ત્યારે એક ભારતીયના નાતે આપણે એવો અહેસાસ કરીએ છીએ. જાણે દુનિયા આપણી ગઇકાલ, આજ અને આવતીકાલ સાથે જોડાઇ રહી છે. વિશ્વની સાથે આપણો એક અનોખો નાતો બંધાઇ રહ્યો છે. ભારતમાં પણ એકલાખથી વધુ સ્થાનો પણ બહુ ઉમંગ અને ઉત્સાહ સાથે જાતજાતનાં રંગરૂપ સાથે રંગબેરંગી વાતાવરણમાં આંતરરાષ્ટ્રીય યોગ પર્વ મનાવવામાં આવ્યું. મને પણ ચંડીગઢમાં હજારો યોગપ્રેમીઓ સાથ તેઓની વચ્ચે યોગ કરવાની તક મળી હતી. આબાલ-વૃદ્ધ સૌનો ઉત્સાહ જોવાલાયક હતો. તમે જોયું હશે કે ગયા અઠવાડિયે ભારત સરકાર આ આંતરરાષ્ટ્રીય યોગ પર્વ નિમિત્તે જ, “સૂર્યનમસ્કાર”ની ટપાલટિકીટ પણ બહાર પાડી છે. આ વખતે વિશ્વમાં યોગદિવસની સાથેસાથે બે બાબતો પર લોકોનું ધ્યાન ગયું હતું. પહેલું તો અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં જ્યાં સંયુક્ત રાષ્ટ્રસંઘનું ભવન આવેલું છે તે ઇમારત પર યોગાસનની જુદીજુદી મુદ્રાઓનું વિશેષ પ્રોજેકશન કરવામાં આવ્યું અને ત્યાં આવતા જતા લોકો તેની તસવીરો લેતાં રહેતાં હતા અને દુનિયાભરમાં તે તસવીરો પ્રચલિત થઇ ગઇ. આવી વાતોથી ક્યા ભારતીયને ગૌરવ નહીં આપે ? એ કહો જોઇએ ! બીજી પણ એક બાબત બની. ટેકનોલોજી પોતાનું કામ કરી રહી છે. સોશિયલ મીડિયાની પોતાની એક ઓળખ બની ગઇ છે. તેમાં આ વખતે, યોગમાં ટ્વીટરે યોગ ઇમેજીસ સાથે ઉજવણીનો એક હળવો પ્રયાસ પણ કર્યો. હેશ ટેગ “યોગા ડે” ટાઇપ કરતાં જ યોગની મુદ્રાઓનું ચિત્ર આપણા મોબાઇલ પર આવી જતું હતું અને દુનિયાભરમાં આ ચિત્રો પ્રચલીત બની ગયાં. “યોગ”નો અર્થ જ થાય છે “જોડવું”. યોગમાં પુરા જગતને જોડવાની શક્તિ છે. બસ જરૂર એ છે કે, આપણે યોગ સાથે જોડાઇ જઇએ.

મધ્યપ્રદેશના સતનાથી સ્વાતિ શ્રીવાસ્તવે આ યોગદિવસ પછી મને ટેલિફોન કર્યો અને મને એક સંદેશો આપ્યો છે, તમારા બધા માટે, પરંતુ મને લાગે છે કે, તે કદાચ મારા માટે વધુ છે.

સ્વાતિઃ- હું ઇચ્છું છું કે, મારો પૂરો દેશ સ્વસ્થ રહે. તેની ગરીબ વ્યકિત પણ નીરોગી રહે. એટલા માટે હું ઇચ્છું છું કે, દુરદર્શનમાં જે દરેક સિરીયલની વચ્ચે વચ્ચે જે ઘણીબધી જાહેરાતો આવે છે. તેમાંથી કોઇ એક એકમાં યોગ વિષે પણ બતાવવામાં આવે. યોગ કેવી રીતે કરીએ છીએ ? તેનાથી શો લાભ થાય છે ?

સ્વાતિજી તમારૂં સૂચન તો સારૂં છે, પરંતુ તમે જો થોડું ધ્યાનથી જોશો તે તમારા ધ્યાનમાં આવશે જ કે માત્ર દૂરદર્શન જ નહીં આ દિવસોમાં ભારત અને ભારત બહાર ટીવી મિડીયા જગતમાં દરરોજ યોગના પ્રચારમાં ભારતની અને દુનિયાની તમામ ટીવી ચેનલ કંઇને કંઇક પોતાનું યોગદાન આપી રહી છે. દરેકના અલગઅલગ સમય છે. પરંતુ તો તમે ધ્યાનથી જોશો તો યોગના વિષયમાં જાણકારી મેળવવા માટે આ બધું થઇ જ રહ્યું છે. અને મેં તો જોયું છે, દુનિયાના કેટલાક દેશ એવા પણ છે કે, જયાં ચોવીસેય કલાક યોગને સમર્પિત ચેનલો પણ આવે છે. અને તમને ખબર હશે કે, હું જૂન મહિનામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દરરોજ ટ્વીટર અને ફેસબુક મારફતે દરરોજ એક નવા આસનનો વિડીયો શેર કરતો(બતાવતો) હતો. તમે જો આયુષ મંત્રાલયની વેબસાઇટ પર જશો તો 40-45 મિનીટના એક પછી એક વિડીયો જોઇ શકશો. તેમાં શરીરના વિભિન્ન અંગો માટે આપ કેવી રીતે યોગ કરી શકો છો, દરેક ઉંમરના લોકો કરી શકે તેવા સરળ યોગનો સુંદર વિડીયો વેબસાઇટ પર ઉપલબ્ધ છે. હું તમને અને તમારા દ્વારા યોગના તમામ જીજ્ઞાસુઓને કહીશ કે તેઓ જરૂર તેની સાથે જોડાય.

આ બાબતે મેં એક આહવાન કર્યું છે કે, જયારે આપણે કહીએ છીએ કે, યોગ, રોગમુકિતનું માધ્યમ છે તો આપણે બધાં મળીને યોગ સંબંધિત જેટલી પણ વિચારસરણીઓ છે, તેનો ઉપયોગ ડાયાબિટીસ સામે કેમ ન કરીએ ? અલબત્ત દરેકની પોતપોતાની પ્રાથમિકતાઓ છે, દરેકના પોતાના અલગઅલગ અનુભવો છે. આ જેટલા પણ પ્રકારની યોગિક રીતો ચાલી રહી છે, જેટલા પ્રકારની યોગની સંસ્થાઓ ચાલી રહી છે, જેટલા પ્રકારના યોગ ગુરુ છે, એ તમામને મેં આગ્રહ કર્યો છે કે, શું આપણે યોગ દ્વારા આ આખું વર્ષ મધુપ્રમેહ વિરૂદ્ધ, ડાયાબિટીસ વિરૂદ્ધ એક સફળ અભિયાન ચલાવી શકીએ ખરા ? શું યોગથી ડાયાબીટીસને કાબૂમાં રાખી શકાય છે ? કેટલાક લોકોને તેમાં સફળતા મળી છે. દરેકે પોતપોતાની રીતે ઉપાયો શોધ્યા છે. આપણે જાણીએ છીએ કે, સામાન્ય રીતે ડાયાબીટીસનો કોઇ ઇલાજ નથી બતાવી શકતું. દવાઓ લઇને જ ગુજારો કરવો પડે છે. અને ડાયાબિટીસ એવો રાજરોગ છે કે, તે બાકી બધા રોગોનો યજમાન બની જાય છે. ભાત-ભાતની બિમારીઓનું તે પ્રવેશદ્વાર બની જાય છે. અને એટલા માટે હરકોઇ ડાયાબીટીસથી બચવા માગે છે. ઘણા લોકોએ આ દિશામાં કામ પણ કર્યું છે. કેટલાક ડાયાબીટીસના દર્દીઓએ પણ પોતાની યોગિક ક્રિયાઓ વડે તેને નિયંત્રિત કર્યો છે. પોતાના અનુભવો આપણે લોકો વચ્ચે કેમ ના વહેંચીએ ? આ વિચારને બળ આપો. આખું વરસ એક વાતાવરણ ખડું કરીએ. હું આપને આગ્રહ કરૂં છું કે, આપ Hashtag Yoga Fights Diabetes, હું આપને ફરી કહું Hashtag Yoga Fights Diabetes, ને use કરીને તમારા અનુભવો Social Media પર Share કરો. અથવા નરેન્દ્ર મોદી એપ પર મોકલો. જોઇએ તો ખરા, કોના કેવા અનુભવો છે ? પ્રયાસ તો કરો. હું આપને આમંત્રણ આપું છું. “Hashtag Yoga Fights Diabetes” પર પોતાના અનુભવો Share કરવા માટે.

મારા વ્હાલા દેશવાસીઓ, કોઇકોઇવાર મારી “મન કી બાત”ની મજાક ઉડાવવામાં આવે છે. ખૂબ ટીકા પણ કરવામાં આવે છે. પરંતુ આ એટલા માટે શક્ય છે, કેમ કે, આપણે લોકશાહીને વરેલા છીએ. પરંતુ આજે જયારે 26મી જૂને જ્યારે હું આપની સાથે વાતો કરી રહ્યો છું ત્યારે, ખાસ કરીને નવી પેઢીને કહેવા માંગુ છું કે, લોકશાહી માટે આપણે ગર્વ લઇએ છીએ. લોકશાહીએ આપણને બહુ મોટી તાકાત આપી છે. દરેક નાગરિકને મોટી તાકાત આપી છે, દરેક નાગરિકોને મોટી તાકાત આપી છે, પરંતુ લોકશાહી માટે એક કાળરાત્રી પણ આવી હતી. 26મી જૂન 1975.. એ પણ એક દિવસ હતો. 25મી જૂનની રાત અને 26મી જૂનની સવાર હિંદુસ્તાનની લોકશાહી માટે એવી કાળરાત્રી હતી કે જ્યારે ભારતમાં કટોકટી લાદી દેવામાં આવી હતી. નાગરિકોના તમામ અધિકારો ખતમ કરી નાખવામાં આવ્યા હતા. દેશને જેલખાનું બનાવી દીધો હતો. જયપ્રકાશ નારાયણ સહિત દેશના લાખો લોકોને, હજારો નેતાઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા. એ ભયંકર કલંકિત ઘટના પર અનેક પુસ્તકો લખવામાં આવ્યાં છે. અનેક ચર્ચાઓ પણ થઇ છે. પરંતુ આજે જયારે હું 26મી જૂને તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે, આપણે એ વાત ન ભૂલીએ કે આપણી તાકાત લોકશાહી છે. આપણી તાકાત લોકશકિત છે. આપણી તાકાત એકે એક નાગરિક છે. આ કટીબદ્ધતાને આપણે આગળ વધારવાની છે, તેને ઓર તાકાતવાન બનાવવાની છે. અને ભારતના લોકોનીએ તાકાત છે કે તેમણે લોકશાહીને જીવી બતાવી છે. અખબારોના મોં પર તાળાં લાગેલાં હોય, રેડિયો એક જ ભાષા બોલતો હોય. પરંતુ બીજી તરફ દેશની જનતા તક મળતાં જ લોકશાહી શકિતઓનો પરિચય કરાવી દે. આ બધી બાબતો કોઇ દેશ માટે બહુ મોટી શકિતનું રૂપ છે. ભારતના અદના માનવીની લોકતાંત્રિક શકિતનું ઉત્તમ ઉદાહરણ કટોકટી સમયે બહાર આવ્યું છે. અને લોકતાંત્રિક શકિતનો તે પરિચય વારંવાર દેશને યાદ કરાવતાં રહેવું જોઇએ. લોકોની શકિતનો અહેસાસ કરતા રહેવું જોઇએ અને આ લોકશકિતને બળ મળે તે પ્રકારની આપણી દરેક પ્રવૃત્તિ રહેવી જોઇએ અને લોકોને જોડવા જોઇએ. હું હંમેશા કહું છું કે, ભાઇ, લોકશાહીનો અર્થ એવો નથી થતો કે લોકો મત આપે અને પાંચ વરસ માટે તમને દેશ ચલાવવાનો ઇજારો આપી દે. ના જી, મત આપવો એ તો લોકશાહીનું મહત્વનું પાસું છે જ, પરંતુ બીજા પણ ઘણાંબધાં પાસાં છે અને સૌથી મોટું પાસું છે લોક-ભાગીદારી. જનતાનો મિજાજ, જનતાની વિચારસરણી, અને તેની સાથે સરકારો જેટલી જનતા સાથે વધારે જોડાય છે, દેશની શકિત તેટલી વધારે વધે છે. જનતા અને સરકારો વચ્ચેની ખાઇએ આપણી બરબાદીને બળ આપ્યું છે. મારી હંમેશા એ કોષીશ રહી છે કે, લોકભાગીદારીથી જ દેશ આગળ વધવો જોઇએ.

હમણાં મારી સરકારને બે વરસ પૂરાં થયાં તો કેટલાક આધુનિક વિચારોવાળા નવયુવાનોએ મને સૂચન કર્યું કે, આપ આટલી મોટી લોકશાહીની વાતો કરો છો તો આપ આપની સરકારનું મૂલ્યાંકન લોકો પાસે કેમ નથી કરાવતા ? આમ જૂઓ તો આ એક પ્રકારનો પડકારનો સ્વર હતો. સૂચનનો પણ સૂર હતો. પરંતુ તેમણે મારા મનને હચમચાવી નાંખ્યું. મેં મારા કેટલાક વરિષ્ઠ સાથીઓ વચ્ચે આ વિષય મૂક્યો, તો પહેલી પ્રતિક્રિયા Reaction એવી જ હતી કે ના-ના સાહેબ, આ તમે શું કરવા જઇ રહ્યા છો ? આજે તો ટેકનોલોજી એટલી બદલાઇ ચૂકી છે કે જો કેટલાક લોકો એકઠા થઇ જાય, એક જૂથ બની જાય અને ટેકનોલોજીનો દૂરૂપયોગ કરશે, તો ખબર નહીં સર્વે કયાંનો કયાં લઇ જશે. એમણે ચિંતા વ્યકત કરી. પણ મને થયું, “ના-ના જોખમ તો લેવું જોઇએ, કોશીષ તો કરવી જોઇએ, જોઇએ તો ખરા, શુ થાય છે ? ” અને મારા વ્હાલા દેશવાસીઓ, આનંદની વાત છે કે, મેં જ્યારે ટેકનોલોજીના માધ્યમથી અલગઅલગ ભાષાઓનો ઉપયોગ કરીને મારી સરકારની મૂલવણી કરવાનું મેં જયારે જનતાને આહવાન કર્યું તો પરિણામ જુદું જ મળ્યું. આમ પણ ચૂંટણી પછી પણ ઘણા સર્વે થાય છે. ચૂંટણી દરમિયાન પણ સર્વે થાય છે. કોઇકોઇ વાર વચ્ચે કોઇ પ્રશ્નો ઉપર પણ સર્વે થતા હોય છે. લોકપ્રિયતા ઉપર પણ સર્વે થાય છે. પરંતુ તેના નમૂનાનું કદ વધારે નથી હોતું.

તમારામાંથી ઘણા લોકોએ “Rate my government – mygov.in” પર તમારો અભિપ્રાય આપ્યો છે. આમ તો લાખો લોકોએ તેમાં રસ બતાવ્યો, પરંતુ ત્રણ લાખ લોકોએ એક-એક સવાલનો જવાબ આપવા માટે મહેનત કરી છે. સારો એવો સમય કાઢ્યો છે. હું એ ત્રણ લાખ લોકોનો ખૂબ ખૂબ આભારી છું કે, તેમણે જાતે સક્રિયતા બતાવી, સરકાનું મૂલ્યાંકન કર્યું. હું પરિણામોની ચર્ચા નથી કરતો. એ આપણાં પ્રસારમાધ્યમોના લોકો જરૂર કરશે. પરંતુ એ એક તે એક સારો પ્રયોગ હતો. હા, એટલું તો હું ચોક્કસ કહીશ, અને મારા માટે પણ તે ખુશીની બાબત હતી કે, હિંદુસ્તાનની તમામ ભાષા બોલનારા, દરેક ખૂણામાં રહેનારા, દરેક પ્રકારની પશ્ચાદભૂમિવાળા લોકોએ તેમાં ભાગ લીધો. અને મારા માટે સૌથી મોટું અચરજ તો એ જ છે કે, ભારત સરકારની જે ગ્રામીણ રોજગારની યોજના ચાલે છે, તે યોજનાની વેબસાઇટ, તે પોર્ટલ પર સૌથી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. મારૂં એવું પ્રાથમિક અનુમાન છે કે, ગ્રામીણ જીવન સાથે જોડાયેલા, ગરીબી સાથે જોડાયેલા લોકોનું આમાં બહુ મોટું સક્રિય યોગદાન હતું. આ બાબત મને વધુ સારી લાગી. તો તમે જોયું કે, એક તે દિવસ પણ હતો, જયારે થોડાં વર્ષો પહેલાં 26મી જૂને જનતાનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો, અને એક આ પણ સમય છે કે, જયારે જનતા પોતે નક્કી કરે છે. વચ્ચે વચ્ચે નક્કી કરે છે કે, જોઇએ તો ખરાં, સરકાર યોગ્ય કરી રહી છે ખોટું કરી રહી છે. સારૂં કરી રહી છે કે બૂરૂં કરી રહી છે. આ જ તો લોકશાહીની તાકાત છે.

મારા વ્હાલા દેશવાસીઓ, આજે હું એક બાબત માટે વિશેષ આગ્રહ કરવા માગું છું. એક જમાનો હતો કે જયારે કરવેરા એટલા વ્યાપક હતા કે કરચોરી કરવી એ સ્વભાવ બની ગયો હતો. એક જમાનો હતો, વિદેશથી ચીજવસ્તુઓ લાવવા પર કેટલાય પ્રતિબંધ હતા. એટલે દાણચોરી પણ એટલી જ વધારે હતી. પરંતુ ધીરેધીરે સમય બદલાતો ગયો છે. હવે કરદાતાએ સરકારની કરવ્યવસ્થા સાથે જોડાવાનું વધારે અઘરૂં કામ નથી. પરંતુ તો પણ જૂની ટેવો છુટતી નથી. એક પેઢીને હજી પણ લાગે છે કે, ભાઇ સરકારથી આઘા-છેટા રહેવું જ વધુ સારૂં છે. આજે હું આપને આગ્રહપૂર્વક કહેવા માંગુ છું કે નિયમોથી છટકીને આપણે પોતાના સુખ-ચેન ખોઇ નાખીએ છીએ. કોણ પણ નાની મોટી વ્યકિત આપણને પરેશાન કરી શકે છે. આપણે એવું થવા જ શા માટે દઇએ ? શા માટે આપણે જાતે જ પોતાની આવક વિષે, પોતાની સંપત્તિ વિષે, સરકારનો પોતાની ખરી હકીકત ન આપીએ ? જૂનું જે કંઇ પડ્યું છે, તેનાથી એકવાર મુક્ત થઇ જઇએ. આ બોજથી મુક્ત થવા માટે દેશવાસીઓને આગ્રહ કરૂં છું. જે લોકો પાસે જાહેર નહીં કરેલી આવક છે. તેમને ભારત સરકારે એક તક આપી છે કે, આપ આપની જાહેર નહીં કરેલી આવક જાહેર કરો. સરકારે 30 સપ્ટેમ્બર સુધીમાં આવી અઘોષિત આવકની જાહેરાત કરવાની વિશેષ સુવિધા દેશ સમક્ષ પ્રસ્તુત કરી છે. દંડ ભરીને આપણે અનેક પ્રકારના બોજથી મુક્ત થઇ શકીએ છીએ. મેં એ પણ વચન આપ્યું છે કે, જે લોકો સ્વેચ્છાએ પોતાની મિલકતો વિષે, જાહેર નહીં કરેલી આવક વિષે સરકારને પોતાની જાણકારી આપી દેશે તેવા લોકોની સરકાર કોઇપણ પ્રકારની તપાસ નહીં કરે. આટલું ધન કયાંથી આવ્યું ? કેવી રીતે આવ્યું ? એક વાર પણ પૂછવામાં નહીં આવે અને એમના માટે હું કહેવા માગું છું કે, આપ એક પારદર્શી વ્યવસ્થાનો હિસ્સો બનો તે માટેની આ સારી તક છે. સાથેસાથે હું દેશવાસીઓને કહેવા માંગું છું કે, 30 સપ્ટેમ્બર સુધીની જ આ યોજના છે. અને એક આખરી તક માની લેજો. વચ્ચે મેં અમારા સાંસદોને પણ કહ્યું હતું કે, 30 સપ્ટેમ્બર પછી જે નાગરિક સરકારી નિયમો સાથે જોડાવા માંગતા હોય તેને જો કોઇ તકલીફ પડશે તો તેને કોઇ મદદ નહીં કરી શકાય. હું દેશવાસીઓને પણ કહેવા માગું છું કે, 30 સપ્ટેમ્બર પછી એવું કંઇ ના થાય જેનાથી આપને કોઇ તકલીફ થાય એવું અમે નથી ઇચ્છતા. એટલા માટે પણ હું કહું છું કે, 30 સપ્ટેમ્બર પહેલાં આપ આ વ્યવસ્થાનો લાભ ઉઠાવો અને 30 સપ્ટેમ્બર પછી સંભવિત તકલીફોથી પોતાની જાતને બચાવી લો તો સારૂં થશે.

મારા દેશવાસીઓ, આજ આ વાત મારે “મન કી બાત”માં એટલા માટે કહેવી પડી છે કે, હજી હમણાં જ આપણા જે મહેસૂલ વિભાગ-આવકવેરો, કસ્ટમ, એકસાઇઝ છે તેના તમામ અધિકારીઓ સાથે મેં બે દિવસનો એક જ્ઞાનસંગમ કર્યો છે. બહુ વિચારવિમર્શ કર્યો. અને મેં એમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, નાગરિકોને આપણે ચોર ના સમજીએ. આપણે નાગરિકો પર ભરોસો મૂકીએ, વિશ્વાસ કરીએ, આપણા હાથ રોકી રાખીએ. તેઓ જો નિયમો સાથે જોડાવા માગતા હોય તો તેમને પ્રોત્સાહિક કરીને પ્રેમથી સાથમાં લઇ આવીએ. વિશ્વાસમનું એક વાતાવરણ ઉભું કરવું જરૂરી છે. આપણા આપણે બદલવા લાવવો પડશે. કરદાતાને વિશ્વાસ અપાવવો પડશે. મેં બહુ આગ્રહપૂર્વક આ બધી વાતો તેમને કહી છે. અને હું જોઇ રહ્યો હતો કે, તેમને પણ લાગી રહ્યું હતું કે, આજે જયારે દેશ આગળ વધી રહ્યો છે ત્યારે આપણે બધાંએ યોગદાન આપવું જોઇએ. અને આ જ્ઞાનસંગમમાં હું જ્યારે માહિતી મેળવી રહ્યો હતો તેમાંથી એક માહિતી આપને પણ આપવા માગું છું. તમારામાંથી કોઇ એ વાત સાચી નહીં માને કે સવાસો કરોડના દેશમાં માત્રને માત્ર દોઢ લાખ લોકો એવા જ એવા છે જેમની કરપાત્ર આવક પચાસ લાખ રૂપિયાથી વધારે છે. આ વાત કોઇનાયે ગળે ઉતરે તેમ નથી પચાસ લાખથી વધારે કરપાત્ર આવકવાળા લોકો મોટાં મોટાં શહેરોમાં લાખોની સંખ્યામાં જોવા મળે છે. એક એક કરોડ, બે-બે કરોડના બંગલાઓ જોતાં જ ખબર પડી જાય છે કે આ કેવી રીતે પચાસ લાખથી ઓછી આવકની પરિધીમાં હોઇ શકે છે ? એનો અર્થ કંઇક તો ગડબડ છે અને 30 સપ્ટેમ્બર પહેલાં બદલવી છે. કોઇપણ કડક પગલું ભરતાં પહેલાં સરકારે જનતા જનાર્દનને તક આપવી જોઇએ. અ એટલા માટે મારા વ્હાલા ભાઇઓ, બ્હેનો, આપની જાહેર નહીં કરેલ આવક જાહેર કરવાની આ સોનેરી તક છે. બીજી રીતે કહું તો 30 સપ્ટેમ્બર પછી ઉભા થનારા સંકટોથી મુક્તિનો આ માર્ગ છે. દેશી ભલાઇ માટે, ગરીબોની કલ્યાણ માટે આપને આ કામમાં આગળ આવવાનો હું આગ્રહ કરું છું અને હું નથી ઇચ્છતો કે 30 સપ્ટેમ્બર પછી આપને કોઇ તકલીફ થાય.

મારા વ્હાલા દેશવાસીઓ, આ દેશનો અદનો માનવી દેશ માટે ઘણું બધું કરવા માટે તકો શોધતો રહે છે. મેં જ્યારે લોકોને કહ્યું કે, રાંધણગેસની સબસીડી છોડી દો. તો આ દેશના એક કરોડથી વધુ પરિવારોએ સ્વેચ્છાએ સબસીડી જતી કરી દીધી. જેમની પાસે જાહેર નહીં કરેલી – અઘોષિત આવક છે. ખાસ તેમના માટે હું એક ઉદાહરણ આપવા માગું છું. ગઇકાલે સ્માર્ટસીટીના કાર્યક્રમ નિમિત્તે હું જયારે પૂણે ગયો હતો, તો ત્યાં મને શ્રીમાન ચંદ્રકાન્ત દામોદર કુલકર્ણી અને તેમના પરિવારજનોને મળવાનું સદભાગ્ય સાંપડ્યું. મેં તેમને ખાસ મળવા મટે બોલાવ્યા હતા. અને કારણ શું હતું ? જેમણે કયારેય પણ કરચોરી કરી હશે તેમને મારી વાત કદાચ પ્રેરણા આપે કે ના આપે. પરંતુ શ્રીમાન ચંદ્રકાન્ત કુલકર્ણીની વાત તો ચોક્કસ પ્રેરણા આપશે. તમે જાણો છો કારણ શું છે ? આ ચંદ્રકાન્ત કુલકર્ણીજી એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવારની વ્યક્તિ છે. સરકારી નોકરી કરતા હતા. નિવૃત્ત થઇ ગયા છે. 16 હજાર રૂપિયા તેમને પેન્શન મળે છે. અને મારા વ્હાલા દેશવાસીઓ, આપને નવાઇ લાગશે અને જેમને કરચોરી કરવાની ટેવ છે તેમને તો મોટો આઘાત લાગશે કે આ ચંદ્રકાન્ત કુલકર્ણીએ કે જેમને કેવળ 16 હજાર રૂપિયાનું પેન્શન મળે છે. પરંતુ થોડા સમય પહેલાં તેમણે મને પત્ર લખ્યો અને કહ્યું હતું કે, હું મારા 16 હજાર રૂપિયાના પેન્શનમાંથી દર મહીને પાંચ હજાર રૂપિયા સ્વચ્છતા અભિયાન માટે દાન કકવા માંગુ છું. અને એટલું જ નહીં, તેમણે મને બાવન ચેક પર, પૂરા બાવન ચેક પોસ્ટ ડેટેડ, જેમાં દર મહિને એક એક ચેકની તારીખ છે, તે ચેક મોકલી આપ્યા છે. જે દેશનો એક સરકારી નોકરી કરનાર નાગરિક નિવૃત્તિ પછી કેવળ 16 હજાર રૂપિયાના પેન્શનમાંથી પાંચ હજાર રૂપાય સ્વચ્છતા અભિયાન માટે આપતો હોય, તે દેશમાં કરચોરી કરવાનો આપણને હક્ક નથી બનતો, ચંદ્રકાન્ત કુલકર્ણીથી મોટું આપણી પ્રેરણાનું કોઇ કારણ નથી હોઇ શકતું. અને સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલા લોકો માટે પણ ચંદ્રકાન્ત કુલકર્ણીથી મોટું ઉત્તમ ઉદાહરણ હોઇ નથી શકતું. મેં ચંદ્રકાન્તજીને રૂબરૂ બોલાવ્યા, હું એમને મળ્યો. તેમનું જીવન મારા દિલને સ્પર્શી ગયું. તે પરિવારને હું ધન્યવાદ આપું છું. અને આવા તો અગણિત લોકો હશે, કદાચ એવું બની શકે છે કે તેમના વિષે મારી પાસે માહિતી નહીં હોય, પરંતુ આ જ તો લોકો છે, આ જ તો લોકશકિત છે. આ જ તો તાકાત છે. 16 હજારના પેન્શનવાળી વ્યકતિ બે લાખ 60 હજારના ચેક એડવાન્સમાં મને મોકલી આપે, એ શું નાની વાત છે ?? આવો આપણે પણ પોતાના મનને જરા ઢંઢોળીએ. આપણે પણ વિચારીએ કે સરકારે અમારી આવક જાહેર કરવાની તક આપી છે. આપણે પણ ચંદ્રકાન્તજીને યાદ કરીને આપણે પણ જોડાઇ જઇએ.

મારા વ્હાલા દેશવાસીઓ, ઉત્તરાખંડના પૌડી ગઢવાલથી સંતોશ નેગીજીએ ફોન કરીને પોતાનો એક અનુભવ શેર કર્યો છે. જળસંચયની વાત પર તેમણે મને સંદેશ આપ્યો છે. તેમનો આ અનુભવ આપને પણ કામ આવી શકે છે.

“આપની પ્રેરણાથી અમે અમારા વિદ્યાલયમાં રમતના મેદાનમાં છેડે છેડે 4 – 4 ફૂટના નાના-નાના અઢીસો ખાડા ચોમાસું બેસતાં જ પહેલાંથી જ ખોદી રાખ્યા હતા. જેથી વરસાદનું પાણી તેમાં ભરાઇ શકે. આ કામગીરીથી રમતનું મેદાન પણ ખરાબ નથી થયું. બાળકોના ડૂબી જવાનો ખતરો પણ નથી રહ્યો અને મેદાનનું કરોડો લીટર વરસાદી પાણી અમે બચાવ્યું છે.”

સંતોષજી, હું આપને અભિનંદન આપું છું કે, આપે મને આ સંદેશ આપ્યો અને પહાડી વિસ્તાર એવા પૌડી ગઢવાલમાં પણ આપે કામ કર્યું. આ ધન્યવાદને પાત્ર છો. અને મને વિશ્વાસ છે કે, દેશવાસીઓ પણ વરસાદની મજા જરૂર માણે, પરંતુ પરમાત્માનો આપેલો જે પ્રસાદ છે. આ જે અપરંપાર સંપત્તિ છે, તેવા પાણીનું એક એક ટીપું બચાવવા માટે આપણે કંઇકને કંઇક પ્રયાસ કરીએ. આપણે વિચારીએ કે ગામનું પાણી ગામમં અને શહેરનું પાણી શહેરમાં આપણે કેવી રીતે રોકી લઇએ ? આ પૃથ્વી માતાને ફરી એરવાર રીચાર્જ કરવા માટે આપણે તે પાણીને ફરીથી જમીનમાં કેવી રીતે ઉતારીએ ? જળ છે તો જ આવતીકાલ છે. પાણી જ તો જીવનનો આધાર છે. આખા દેશમાં એક વાતાવરણ તો સર્જાયું છે. ગત દિવસોમાં દરેક રાજમયાં જળસંચયની અનેક યોજનાઓ બની છે. પરંતુ હવે જયારે પાણી આવ્યું છે તો જોજો કયાંક એ ચાલ્યું ન જાય. જેટલી ચિંતા જીવન બચાવવાની છે. તેટલી જ ચિંતા જળ બચાવવાની થવી જોઇએ.

મારા વ્હાલા દેશવાસીઓ, આપ તો જાણો છો, 1922 નંબર હવે તો તમને યાદ રહી જ ગયો છે. One Nine Two Two, ઓગણીસસો બાવીસ. આ ઓગણીસો બાવીસ એવો નંબર છે જેના પર તમે મીસ્ડ કોલ કરશો તો આપ “મન કી બાત”ને પોતાની પસંદગીની ભાષામાં સાંભળી શકો છો. તમારા સમય અનુસાર, તમારી ભાષામાં મન કી બાત સાંભળીને દેશની વિકાસયાત્રામાં યોગદાન આપવાનું આપ પણ મન બનાવી લો.

સૌ દેશવાસીઓને ખૂબ ખૂબ નમસ્કાર, ધન્યવાદ..

J.khunt/GP