Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીની 22-5-2016ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયો પરના “મન કી બાત” કાર્યક્રમનો મૂળ પાઠ


મારા
પ્રિયદેશવાસીઓ,
નમસ્કાર,

ફરી એક
વાર મને મન ની
વાત કહેવાનો
અવસર મળ્યો છે.
મારા માટે મન નીવાત
કોઇ કર્મકાંડ
નથી. હું પોતે
પણ તમારી સાથે
વાતચીત માટે
ખૂબ જ ઉત્સુક
રહું છું. અને
મને ખુશી છે
કે,
હિન્દુસ્તાનના
દરેક ખૂણામાં
મનની વાતના
માધ્યમથી
દેશના સામાન્ય
માનવીઓ સાથે
જોડાઇ શકું
છું. હું આકાશવાણીનો
એટલા માટે પણ
આભારી છું કે,
તેમણે આ મન ની
વાત ને રાત્રે
આઠ વાગે
પ્રાદેશિક
ભાષાઓમાં
પ્રસ્તુત
કરવાનો સફળ
પ્રયાસ કર્યો
છે. અને મને એ
વાતની પણ ખુશી
છે કે જે લોકો
મને સાંભળે
છે. તેઓ
ત્યારબાદપત્ર
દ્વારા,
ટેલિફોન
દ્વારા, માય
ગોવ વેબસાઇટ
દ્વારા,
નરેન્દ્ર
મોદી એપ
દ્વારા તેમની
લાગણીઓ મારા
સુધી પહોંચાડે
છે. તમારી ઘણી બધી
વાતો મને
સરકારના
કામમાં મદદ
કરે છે.
જનહિતની
દ્રષ્ટિથી
સરકાર કેટલી
સક્રિય હોવી
જોઇએ.
જનહિતમાં
કામને કેટલી
પ્રાથમિકતા
હોવી જોઇએ, આ
વાતો માટે
તમારી સાથે
મારો આ સંવાદ,
આ સંબંધ ઘણો
કામમાં આવે છે.
હું આશા કરૂં
છું કે, તમે
હજુ વધુ
સક્રિય થઇને લોકભાગીદારીથી
લોકતંત્ર
કેવી રીતે
ચાલે, તેના પર
જરૂર ભાર
આપશો.

ગરમી સતત
વધતી જાય છે.
આશા હતી કે,
કંઇક ઘટશે, પણ એવું
લાગે છે કે
ગરમી તો વધતી
જ જાય છે.
વચ્ચે એવા સમાચાર
આવી ગયા કે,
કદાચ ચોમાસું
એક અઠવાડિયું
મોડું બેસશે
તો ચિંતા વધી
ગઇ. લગભગ
દેશનો
મોટાભાગનો
પ્રદેશ
ગરમીની ભીષણ
આગનો અનુભવ
કરી રહ્યો છે.
પારો આકાશને
આંબી રહ્યો
છે. પશુ હોય,
પક્ષી હોય,
માણસ હોય, બધા
જ હેરાન થઇ
ગયા છે.
પર્યાવરણના
કારણે જ આ
સમસ્યાઓ વધતી
જઇ રહી છે.
જંગલ ઓછાં થતાં
ગયાં. વૃક્ષો
કપાતાં ગયા અને
એક રીતે
માનવજાતિએ જ
પ્રકૃતિનો
વિનાશ કરીને
પોતાના
વિનાશનો
માર્ગ મોકળો
કરી દીધો.

પાંચ જૂન
વિશ્વ
પર્યાવરણ
દિવસ છે.
સમગ્ર
વિશ્વમાં
પર્યાવરણ
માટે ચર્ચાઓ
થાય છે. ચિંતા
થાય છે. આ વખતે
સંયુક્ત
રાષ્ટ્રોએ
વિશ્વ
પર્યાવરણ
દિવસ પર
ગેરકાયદે
વન્ય જીવન
વેપાર પર તવાઇ
(Zero
tolerance for illegal wildlife trade)
વિષય
રાખ્યો છે.
આની ચર્ચા તો
થશે જ, પરંતુ
આપણે તો
વૃક્ષો
છોડની પણ
ચર્ચા કરવી
છે, પાણીની પણ
ચર્ચા કરવી
છે. આપણાં
જંગલ કેવી
રીતે વધે તેની
પણ ચર્ચા કરવી
છે કારણ કે,
તમે જોયું હશે
ગત દિવસોમાં ઉત્તરાખંડ,
હિમાચલ
પ્રદેશ,
જમ્મુકાશ્મીર
હિમાલયની
તળેટીમાં
જંગલોમાં આગ
લાગી હતી. આગનું
મૂળ કારણ એ
હતું કે,
સૂકાયેલાં
પાદડાં અને
કયાંક થોડી પણ
જો બેદરકારી
રાખવામાં આવે
તો ઘણી મોટી
આગ ફેલાઇ જાય
છે અને આથી
જંગલોને બચાવવા
પાણીને
બચાવવું આ
આપણા બધાની
જવાબદારી બને
છે. ગત
દિવસોમાં જે
રાજયોમાં વધુ
દુષ્કાળની
સ્થિતિ હતી
એવાં 11 રાજયોના
મુખ્યમંત્રીએ
સાથે
વિસ્તારથી
વાતચીત
કરવાની મને તક
મળી,
ઉત્તરપ્રદેશ,
રાજસ્થાન,
ગુજરાત,
મહારાષ્ટ્ર,
મધ્યપ્રદેશ,
છત્તીસગઢ, ઝારખંડ,
કર્ણાટક, આંધ્રપ્રદેશ,
તેલંગણા,
ઓડિશા આમ તો
સરકારની
પરંપાર જ રહી
છે, હું બધાં
દુષ્કાળગ્રસ્ત
રાજયોની એક
બેઠક કરી શકતો
હતો. પરંતુ મે
એવું કર્યું
નહીં. મે દરેક
રાજય સાથે અલગ
બેઠક કરી. એક
એક રાજય સાથે
લગભગ બે અઢી
કલાક
વિતાવ્યા.
રાજયોને શું
કહેવું છે તેને
ધ્યાનથી સાંભળ્યુ.
સામાન્ય રીતે
સરકારમાં,
ભારત સરકાર તરફથી
કેટલા રૂપિયા
આવ્યા અને
કેટલાનો ખર્ચ
થયો આનાથી
વધુ ઝીણવટભરી
વાતચીત થતી
નથી. આપણી ભારત
સરકારના
અધિકારીઓ
માટે પણ
આશ્ચર્ય હતું
કે, અનેક
રાજયોએ ઉત્તમ
પ્રયાસો
કર્યા છે.
પાણીના સંદર્ભમાં,
પર્યાવરણના
સંદર્ભમાં,
દુષ્કાળની
સ્થિતિ સામે
લડવા માટે,
પશુઓ માટે,
અસરગ્રસ્ત
માનવો માટે
અને એક રીતે
સમગ્ર દેશના દરેક
ખૂણામાં
કોઇપણ રાજકીય
પક્ષની સરકાર
કેમ ન હોય, એવો
અનુભવ થયો કે
આ સમસ્યાની,
લાંબા ગાળાની
પરિસ્થિતિ
સામે લડવા
કાયમી ઉકેલ
શું હોય,
કાયમી ઉપચાર
શું હોય, તેના
પર પણ ધ્યાન હતું.
એક રીતે મારા
માટે તે
શીખવાનો
અનુભવ પણ હતો
અને મે તો
નીતી પંચને
કહ્યું છે કે,
શ્રેષ્ઠ રીત
હોય તેને બધાં
રાજયોમાં
કેવી રીતે
લાવવામાં આવે
તેના પર પણ
કોઇ કામ થવું
જોઇએ. કેટલાંક
રાજયોએ ખાસ
કરીને આંધ્રએ,
ગુજરાતે
ટેકનોલોજીનો
ભરપૂર ઉપયોગ
કર્યો છે. હું
ઇચ્છીશ કે,
ભવિષ્યમાં
નીતિ પંચ
દ્વારા
રાજયોના જે વિશેષ
સફળ પ્રયાસ છે
તેને આપણે
બીજાં
રાજયોમાં પણ
પહોંચાડીએ.
આવી
સમસ્યાઓના
સમાધાનમાં
લોકભાગીદારી
બહુ મોટી
સફળતાનો આધાર
હોય છે. અને તેમાં
જો જડબેસલાક
આયોજન થાય,
ઉચિત
ટેકનોલોજીનો
ઉપયોગ થાય અને
સમય સીમામાં
વ્યવસ્થાઓને
પૂરી કરવાનો
પ્રયાસ
કરવામાં આવે
તો ઉત્તમ પરિણામો
મળી શકે છે.
તેવો મારો
વિશ્વાસ છે.
દુષ્કાળ
પ્રબંધન માટે,
પાણી બચાવવા
માટે, ટીપુંટીપું
પાણી બચાવવા
માટે, કારણ કે,
હું માનું છું
કે, પાણી એ
પરમાત્માનો
પ્રસાદ છે.
જેવી રીતે
આપણે
મંદિરમાં જઇએ
છીએ ત્યારે
કોઇ પ્રસાદ આપે
અને થોડો
પ્રસાદ પડી
જાય તો ક્ષોભ
થાય છે. તેને
ઉપાડી લઇએ છીએ
અને પાંચ વાર
પરમાત્માની માફી
માંગીએ છીએ. આ
પાણી પણ
પરમાત્માનો
પ્રસાદ છે. એક
ટીપું પણ
વેડફાય તો
આપણને પીડા
થવી જોઇએ. અને
આથી
જળસંચયનું પણ
એટલું જ મહત્વ
છે. જળસંરક્ષણનું
પણ એટલું જ
મહત્વ છે. જળસિંચનનું
પણ એટલું જ
મહત્વ છે અને
આથી જ એક ટીપે
વધુ પાક,
માઇક્રો
ઇરિગેશન
ઓછામાં ઓછા
પાણીથી થતો
પાક, હવે તો
આનંદની વાત છે
કે, અનેક
રાજયોમાં
આપણા શેરડીના
ખેડૂતો પણ માઇક્રો
ઇરિગેશનનો ઉપયોગ
કરી રહ્યા છે.
કોઇ
ટપકસિંચાઇનો
ઉપયોગ કરી
રહ્યું છે.
કોઇ પાણી
છાંટવાના ઝારાનો
ઉપયોગ કરી
રહ્યું છે.
રાજયો સાથે
બેઠકમાં જાણ્યું
કે, કેટલાંક
રાજયોએ ડાંગર
માટે કે બીજા
કોઇ પાક માટે
સફળતાપૂર્વક
ટપકસિંચાઇનો
પ્રયોગ કર્યો
છે. અને તેના
કારણે તેની
નીપજ પણ વધુ
થઇ, પાણી પણ બચ્યું
અને મજૂરી પણ
ઘટી. આ રાજયો
પાસેથી મેં જયારે
સાંભળ્યું તો
ઘણાં રાજયો
એવાં છે, જેમણે
ઘણાં મોટાં
લક્ષ્ય
નિર્ધારીત
કર્યા છે. ખાસ
કરીને
મહારાષ્ટ્ર,
આંધ્ર અને
ગુજરાત ત્રણ રાજયોએ
ટપકસિંચાઇમાં
ઘણું મોટું
કામ કર્યું છે
અને તેમનો તો
પ્રયાસ છે કે
દર વર્ષે બે
બે, ત્રણ ત્રણ
લાખ હેકટર માઇક્રો
ઇરિગેશન સાથે
જોડાઇ જાય. આ
અભિયાન જો
બીજા
રાજયોમાં ચાલશે
તો ખેતીને પણ
બહુ લાભ થશે,
પાણીનો પણ સંચય
થશે. આપણા
તેલંગણાના
ભાઇઓએ
મિશન
ભાગીરથી

દ્વારા
ગોદાવરી અને
કૃષ્ણા નદીના
પાણીનો ખૂબ જ
ઉત્તમ ઉપયોગ
કરવાનો પ્રયાસ
કર્યો છે.
આંધ્રપ્રદેશે
નીરૂ
પ્રગતિ મિશન
માં
પણ ટેકનોલોજીનો
ઉપયોગ, ભૂગર્ભ
પાણી રિચાર્જ
કરવાનો પ્રયાસ
કર્યો છે.
મહારાષ્ટ્રમાં
જે લોકઆંદોલન
ઉભું કર્યું
છે. તેમાં
લોકો પરસેવો
પણ પાડે છે.
પૈસા પણ આપી
રહ્યા છે.
જળયુક્ત
શિબિર અભિયાન

ખરેખર આ
આંદોલન
મહારાષ્ટ્રને
ભવિષ્યના સંકટથી
બચાવવા માટે
ઘણું કામ આવશે
એવું મને લાગે
છે. છત્તીસગઢે
લોકસુરાજ
જલસુરાજ

અભિયાન
ચલાવ્યું છે.
મધ્યપ્રદેશે
બલરામ
તાલાબ યોજના

લગભગ 22 હજાર
તળાવ. આ નાના
આંકડા નથી.
તેના પર કામ ચાલી
રહ્યું છે.
તેમની
કપિલધારા
કૂપ યોજના

ઉત્તરપ્રદેશમાં
મુખ્યમંત્રી
જલ બચાઓ

અભિયાન
કર્ણાટકમાં
કલ્યાણી
યોજના
ના રૂપમાં
કૂવાને ફરીથી
જીવીત કરવાની
દિશામાં કામ
શરૂ થયું છે.
રાજસ્થાન અને
ગુજરાત જયાં
જૂના જમાનાની
ઘણી વાવ છે.
તેમને
જળમંદિરના
રૂપમાં
પુનર્જીવિત
કરવાનું એક
મોટું અભિયાન
ચલાવ્યું છે. રાજસ્થાને
મુખ્યમંત્રી
જલ સ્વાવલંબન
અભિયાન

ચલાવ્યું છે. આમ
તો ઝારખંડ વન વિસ્તાર
છે, પણ ત્યાં
કેટલાંક
વિસ્તાર છે
જયાં પાણીની
તકલીફ છે.
તેમણે
ચેકડેમનું
ઘણું મોટું
અભિયાન
ચલાવ્યું છે.
તેમણે પાણી
રોકવાની
દિશામાં
પ્રયાસો
કર્યા છે.
કેટલાંક
રાજયોએ
નદીઓમાં જ
નાના નાના
બાંધ બનાવીને
દસ દસ, વીસ વીસ
કિલોમીટર
પાણી રોકવાની
દિશામાં
અભિયાન ચલાવ્યું
છે. આ ખૂબ જ
સુખદ અનુભવ
છે. હું
દેશવાસીઓને
પણ કહું છું
કે, આ
જૂન-જુલાઇ,
ઓગસ્ટ, સપ્ટેમ્બર
આપણે નક્કી
કરીએ. પાણીનું
એક ટીપું પણ
વેડફવા નહીં
દઇએ. અત્યારથી
વ્યવસ્થા
કરીએ કે, પાણી
બચાવવાની
જગ્યા કઇહોઇ
શકેછે. પાણી
રોકવાની
જગ્યા કઇહોઇ
શકે છે. ઇશ્વર
તો આપણી જરુરીયાત
પ્રમાણે પાણી
આપે જ છે.
પ્રકૃતિ આપણી
આવશ્યકતાઓ
પૂરી કરે જ છે.
પરંતુ આપણે જો
ઘણું પાણી
જોઇને
બેદરકાર થઇ
જઇએ અને જયારે
ચોમાસું પૂરૂ
થઇ જાય તો
પાણી વગર
હેરાન થઇ જઇએ,
તે કેવી રીતે
ચાલે
? અને પાણી
માત્ર
ખેડૂતોનો જ
વિષય નથી. આ
ગામડાં, ગરીબ,
મજૂર, ખેડૂત, શહેરી,
ગ્રામીણ,
ધનવાન ગરીબ
દરેક સાથે
જોડાયેલો
વિષય છે અને
આથી વરસાદની
ઋતુ આવી રહી
છે તો પાણી
આપણી
પ્રાથમિકતા રહે
અને આ વખતે
જયારે આપણે
દિવાળી
મનાવીએ તો એ
વાતનો આનંદ પણ
લઇએ કે આપણે
કેટલું પાણી
બચાવ્યું,
કેટલું પાણી
રોકયું. તમે
જોજો, આપણી
ખુશીઓ અનેકગણી
વધી જશે.
પાણીમાં એ
તાકાત છે કે,
આપણે ગમે
તેટલા થાકીને
કેમ ન આવ્યા
હોત, મોઢા પર
થોડું પણ પાણી
છાંટી લઇએ તો
કેટલા
તરોતાજા થઇ
જઇએ છીએ. આપણે
ગમે તેટલા
થાકી ગયા
હોઇએ. પણ
વિશાળ સરોવર
જોઇએ કે
દરિયાનું
પાણી જોઇએ તો
કેવી વિરાટતાનો
અનુભવ થાય છે.
આ પરામાત્માએ
આપેલો કેવો
અણમોલ ખજાનો
છે. બરાબર
મનથી તેની
સાથે જોડાઇ જઇએ,
તેનું
સંરક્ષણ કરીએ,
પાણીનું
સંવર્ધન કરીએ,
જળસંચય પણ
કરીએ,
જળસિંચનને પણ
આધુનિક બનાવીએ.
આ વાતને હું
આજે ઘણા
આગ્રહથી કહી
રહ્યો છું. આ
વખતનું
ચોમાસું એમ ને
એમ જવા નથી
દેવું. આવનારા
ચાર મહિનાને
ટીપેટીપા
પાણી માટે
જળ
બચાવો અભિયાન
ના
રૂપમાં
પરિવર્તિત
કરવાના છે અને
આ માત્ર
સરકારોનું જ
નહીં.
રાજનેતાઓનું
નહીં, આ દરેક
વ્યકિતનું
કામ છે.
માધ્યમોએ ગત દિવસોમાં
પાણીની
મુસીબતનો
વિસ્તારથી
અહેવાલ આપ્યો
છે. હું આશા
રાખું છું કે,
માધ્યમો પાણી
બચાવવાની દિશામાં
લોકોનું
માર્ગદર્શન
કરે, અભિયાન
ચલાવે અને
પાણીના
સંકટથી કાયમી
મુક્તિ માટે
માધ્યમો પણ
ભાગીદાર બને.
હું તેમને પણ આમંત્રિત
કરૂં છું.

મારા
પ્રિય
દેશવાસીઓ,
આપણે આધુનિક
ભારત બનાવવું
છે. આપણે
પારદર્શક
ભારત બનાવવું
છે. આપણે ઘણી
બધી
વ્યવસ્થાઓને
ભારતના એક ખૂણાથી
બીજા ખૂણા
સુધી
સમાનરૂપે
પહોંચાડવી
હોય તો આપણી
જૂની ટેવને પણ
થોડી બદલવી
પડશે. આજે હું
એક એવા વિષયને
સ્પર્શવા
માંગુ છું
જેના પર જો
તમે મારી મદદ
કરશો તો આપણે
એ દિશામાં
સફળતાપૂર્વક
આગળ વધી શકીશું.
આપણને બધાને
ખબર છે, આપણને
શાળાઓમાં ભણાવાતું
હતું. એક સમય
હતો, જયારે
સિક્કા પણ
નહોતા, નોટ પણ
નહોતી તો વિનિમય
પદ્ધતિ હતી.
તમારે જો શાક
જોઇએ તો
બદલામાં આટલા ઘઉં
આપી દેવાના.
તમારે મીઠું
જોઇએ તો સામે
આટલું શાક આપી
દો. વિનિમય
પદ્ધતિથી જ
વેપાર ચાલતો
હતો. ધીરેધીરે
ચલણ આવતું
ગયું. સિક્કા
આવવા લાગ્યા,
નોટ આવવા
લાગી. પરંતુ હવે
સમય બદલાઇ ગયો
છે. આખું
વિશ્વ રોકડવિહોણા
સમાજ તરફ આગળ
વધી રહ્યું
છે.
ઇલેક્ટ્રોનિક
ટેકનોલોજીકલ
વ્યવસ્થા
દ્વારા આપણે
રૂપિયા મેળવી
શકીએ છીએ,
રૂપિયા આપી પણ
શકીએ છીએ.
વસ્તુઓ ખરીદી
પણ શકીએ છે,
બિલ પણ ચૂકવી
શકીએ છીએ. અને
તેનાથી
ખિસ્સામાંથી
કયારેય પાકિટ
ચોરાવાનો
પ્રશ્ન જ નહીં
થાય. હિસાબ
રાખવાની પણ
ચિંતા નહીં
રહે. સ્વંભૂ
હિસાબ રહેશે.
શરૂઆત થોડી
અઘરી લાગશે
પરંતુ એક વાર
ટેવ પડી જશે
તો આ વ્યવસ્થા
સરળ થઇ જશે.
અને આ સંભાવના
એટલા માટે છે
કે, આપણે આ
દિવસોમાં જે
વડાપ્રધાન
જન ધન યોજના
નું
અભિયાન
ચલાવ્યું,
તેમાં દેશના
લગભગ બધા પરિવારોનાં
બેંક ખાતાં
ખુલી ગયાં છે.
બીજી તરફ આધારક્રમાંક
પણ મળી ગયા
અને મોબાઇલ તો
લગભગ હિન્દુસ્તાનના
દરેક
હિન્દુસ્તાનીના
હાથમાં
પહોંચી ગયા
છે. તો
જનધન, આધાર, મોબાઇલ, J.A.M આનો
તાલમેલ કરીને
આપણે
કેશલેસ સોસાયટી
તરફ આગળ વધી
શકીએ છીએ. તમે
જોયું હશે કે
જનધન ખાતા
સાથે રૂ પે કાર્ડ
આપવામાં
આવ્યું છે.
આગામી
દિવસોમાં આ કાર્ડ
ક્રેડિટ અને
ડેબિટ બંને
દ્રષ્ટિથી
કામ આવશે. અને
આજકાલ તો એક
ખૂબ જ નાનું
સાધન પણ આવી
ગયું છે. જેને
કહે છે પોઇન્ટ
ઓફ સેલ પી.ઓ.એસ. –
પોસ તેની
મદદથી તમે
તમારો આધાર
નંબર હોય, રૂ
પે કાર્ડ હોય,
તમારે કોઇને પણ
પૈસા
ચૂકવવાના હોય
તો તેનાથી આપી
શકો છો. ખિસ્સામાંથી
રૂપિયા
કાઢવાની
ગણવાની જરૂર જ
નથી. સાથે
લઇને ફરવાની
જરૂરિયાત પણ
નથી. ભારત
સરકારે જે
કેટલીક પહેલ
કરી છે તેમાંથી
એક
પોસ
દ્વારા
ચૂકવણી કેવી
રીતે થાય.
પૈસા કેવી
રીતે લઇ શકાય.
બીજું કામ
આપણે શરૂ
કર્યું છે.
બેન્ક ઓન
મોબાઇલ,
યુનિવર્સલ
પેમેન્ટ
ઇન્ટરફેસ
બેંકિંગ
ટ્રાન્ઝેકશન
યુ.પી.આઇ.
પદ્ધતિને
બદલી દેશે.
તમારા મોબાઈલ
દ્વારા
નાણાંની
લેવડદેવડ
કરવાનું ઘણું
જ સરળ થઇ જશે
અને આનંદની
વાત છે કે,
N.P.C.I. અને
બેંક આ મંચને
મોબાઇલ એપ
દ્વારા શરૂ
કરવા માટે કામ
કરી રહ્યા છે
અને જો આ થયું
તો કદાચ તમારે
રૂ પે કાર્ડને
સાથે રાખવાની
પણ જરૂર નહીં પડે.
દેશમાં લગભગ
સવા લાખ
બેંકિંગ પ્રતિનિધિઓના
રૂપમાં
યુવાનોની
ભરતી કરવામાં
આવી છે. એક
રીતે બેંક
તમારા ઘરના
દરવાજે આ
દિશામાં કામ
કર્યું છે.
પોસ્ટઓફિસને
પણ બેંક સેવાઓ
માટે સજાગ કરી
દેવાઇ છે. આ વ્યવસ્થાઓનો
જો આપણે ઉપયોગ
કરવાનું શીખી
લઇએ અને ટેવ
પાડીએ તો પછી
આપણે ચલણની
જરૂર નહીં
પડે, નોટોની
જરૂર નહી પડે,
પૈસાની જરૂર
નહીં પડે, વેપાર
પોતાની મેળે
ચાલશે અને
તેના કારણે એક
પારદર્શિતા
આવશે. બે
નંબરી વેપાર
બંધ થઇ જઇશે. કાળાં
નાણાંનો તો
પ્રભાવ જ ઘટતો
જશે. તો હું દેશવાસીઓને
આગ્રહ કરૂં
છું કે, આપણે
શરૂ તો કરીએ.
જુઓ, એકવાર
શરૂ કરીશું તો
ઘણી સરળતાથી
આપણે આગળ
વધીશું. આજથી
વીસ વર્ષ
પહેલાં કોણે
વિચાર્યું
હતું કે, આપણા
દરેકના
હાથમાં આટલા
બધા મોબાઇલ
હશે. ધીરેધીરે
ટેવ પડી ગઇ,
હવે તો તેના
વિના રહી નથી
શકતા. બની શકે
કે આ રોકડવિહોણો
સમાજ પણ આવું
જ રૂપ ધારણ
કરી લે. પરંતુ
ઓછા સમયમાં
થશે તો વધુ
સારૂં થશે.

મારા
પ્રિયદેશવાસીઓ,
જયારે પણ
ઓલિમ્પિક રમતો
આવે છે અને
જયારે રમતો
શરૂ થાય છે તો
આપણે માથું
પકડીને બેસી
જઇએ છીએ. આપણે
સુવર્ણ
ચંદ્રકમાં
કેટલા પાછા
રહી ગયા. રજત
મળ્યાં કે
નહીં મળ્યાં
કાંસ્યથી
ચલાવવું ન
ચલાવવું
આવું થાય છે. એ
વાત સાચી છે
કે રમતગમતમાં
આપણી સામે
પડકારો ઘણા
છે, પરંતુ
દેશમાં એક
વાતાવરણ
બનવું જોઇએ.
રિયો
ઓલિમ્પિક
માટે જનારા
આપણા ખેલાડીઓને
પ્રોત્સાહિત
કરવાનું
તેમની હિંમત
વધારવાનું.
દરેકે
પોતપોતાની રીતે.
કોઇ ગીત લખે,
તો કોઇ
કાર્ટુન
બનાવે, કોઇ
શુભકામના
સંદેશ આપે.
કોઇ એક રમતને
પ્રોત્સાહિત
કરે, પરંતુ
સમગ્ર દેશમાં
આપણા આ
ખેલાડીઓ
પ્રત્યે ઘણું
હકારાત્મક
વાતાવરણ
બનવું જોઇએ.
પરીણામ ભલે જે
આવે, રમત છે
જીત પણ મળે
અને હાર પણ.
ચંદ્રકો મળે ન
મળે પણ હિંમત
ખૂબ જ હોવી
જોઇએ અને
જયારે હું વાત
કરૂં છું.
ત્યારે આપણા
રમતપ્રધાન
શ્રીમાન
સર્વાનંદ
સોનોવાલનું
એક કામ મારા
મનને સ્પર્શી
ગયું. તે હું
તમને કહેવા
માંગુ છું.
આપણે બધા લોકો
ગત સપ્તાહે
ચૂંટણીના
પરિણામો શું
આવશે, આસામમાં
કોણ જીતશે,
તેમાં લાગેલા હતા
અને શ્રીમાન
સર્વાનંદજી તો
પોતે જ આસામની
ચૂંટણીનું
નેતૃત્વ કરી
રહ્યા હતા. મુખ્યપ્રધાનના
પદના ઉમેદવાર
હતા પરંતુ સાથે
ભારત સરકારના
પ્રધાન પણ હતા
અને મને જયારે
આ જાણ થઇ તો
ઘણો આનંદ થયો
કે તેઓ આસામ
ચૂંટણીના
પરિણામના
દિવસે અગાઉથી
કોઇને કહ્યા
વગર પટિયાલા
પહોંચી ગયા -પંજાબ,
તમને બધાને
ખબર હશે કે
નેતાજી સુભાષ
નેશનલ
ઇન્સિટીટયુટ
ઓફ સ્પોર્ટસ
જયાં ઓલિમ્પિકમાં
ભાગ લેનારા
આપણા ખેલાડીઓની
તાલીમ થાય છે,
તે બધા ત્યાં
છે. તેઓ અચાનક
ત્યાં પહોંચી
ગયા.
ખેલાડીઓને પણ આશ્ચર્ય
થયું અને
રમતજગત માટે
પણ આશ્ચર્યની વાત
હતી કે કોઇ
પ્રધાન આ રીતે
આટલી કાળજી
લે. ખેલાડીઓની
શું વ્યવસ્થા
છે, ભોજનની
વ્યવસ્થા
કેવી છે,
જરૂરિયાત
મુજબ પૌષ્ટિક
આહાર મળે છે
કે નહિં.
તેમના શરીર
માટે જરૂરી ટ્રેનર
છે કે નથી.
તાલીમ માટેના
મશીનો બરાબર ચાલે
છે કે નથી
ચાલતા. આ બધી
બાબતો તેમણે
ઝીણવટપૂર્વક
તપાસી. એક એક
ખેલાડીના
ઓરડામાં જઇને
જોયું.
ખેલાડીઓ સાથે
વિસ્તારથી
વાત કરી,
મેનેજમેન્ટ
સાથે વાત કરી,
ટ્રેનર સાથે
વાત કરી, પોતે
બધા ખેલાડીઓ સાથે
ભોજન પણ
લીધું. ચૂંટણી
પરિણામ
આવવાનાં હોય,
મુખ્યપ્રધાન
તરીકે નવી
જવાબદારીની
સંભાવના હોય,
તેમ છતાં પણ મારા
એક સાથી
રમતગમત
પ્રધાન તરીકે
આ કામની આટલી
ચિંતા કરે તો
મને આનંદ થાય
છે. અને મને
વિશ્વાસ છે
કે, આપણે બધા આ
રીતે રમતના
મહત્વને
સમજીએ. રમતજગતના
લોકોને પ્રોત્સાહિત
કરીએ, આપણા
ખેલાડીઓને
પ્રોત્સાહિત
કરીએ. તે ખૂબ જ
મોટી તાકાત
બની જાય છે
જયારે
ખેલાડીને
લાગે છે કે
સવા સો કરોડ
દેશવાસીઓ તેમની
સાથે ઉભા છે
તો તેમની
હિંમત વધી જાય
છે.

ગયા વખતે
મે ફિફા અંડર-17
વર્લ્ડ કપ
માટે વાત કરી
હતી અને મને
જે સૂચનો
દેશભરમાંથી મળ્યાં
અને આ દિવસોમાં,
મે જોયું છે
કે ફૂટબોલનું
એક વાતાવરણ
આખા દેશમાં
દેખાવા
લાગ્યું છે.
અનેક લોકો
પહેલ કરીને
પોત પોતાની
ટીમ બનાવી
રહ્યા છે.
નરેન્દ્ર મોદી
એપ પર મને
હજારો સૂચનો
મળ્યાં છે.
બને કે ઘણા
લોકો રમતા
નહીં હોય
પરંતુ દેશના
હજારો લાખો
યુવાનોની આ
રમતમાં આટલી રૂચિ
છે તે મારા
માટે સુખદ
અનુભવ હતો.
ક્રિકેટ અને
ભારતનો લગાવ
તો આપણે જાણીએ
છીએ. પરંતુ મે જોયું
કે ફૂટબોલ
પ્રત્યે પણ
આટલી બધી
લગની. આ ઘણા
સુખદ
ભવિષ્યનો
સંકેત આપે છે
તો રિયો ઓલિમ્પિક
માટે
પસંદગીના
પાત્ર આપણા
બધા ખેલાડીઓ પ્રત્યે
આવનારા
દિવસોમાં
આપણે લોકો એક
ઉમંગ અને
ઉત્સાહનું વાતાવરણ
બનાવીએ. દરેક
બાબતને જીત
અને હારના માપદંડથી
ન માપીએ.
ખેલભાવના
સાથે ભારત
વિશ્વમાં
તેની ઓળખ
બનાવે. હું
દેશવાસીઓને
અનુરોધ કરૂં
છું કે, આપણા
ખેલજગત સાથે
જોડાયેલા
સાથીઓ પ્રત્યે
ઉત્સાહ અને
ઉમંગનું
વાતાવરણ
બનાવવામાં
આપણે પણ કંઇક
કરીએ.

ગત આઠદસ
દિવસથી કયાંક
ને કયાંકથી
નવાંનવાં પરિણામો
આવી રહ્યાં
છે. હું
ચૂંટણી
પરિણામની વાત
નથીકહી રહ્યો.
હું એ
વિદ્યાર્થીઓની
વાત કરૂં છું જેમણે
આખું વર્ષ
કઠોર મહેનત
કરી, પરીક્ષા
આપી, દસમાની,
બારમાની, એક પછી
એક પરિણામ
આવવાં શરૂ
થયાં છે. એ તો
સ્પષ્ટ થઇ
ગયું છે કે
આપણી દિકરીઓ
પરાક્રમ
દેખાડી રહી
છે. આનંદની
વાત છે. આ
પરિણામોમાં જે
સફળ થયા છે
તેમને મારી
શુભકામનાઓ
અભિનંદન. જે
સફળ નથી થઇ
શકયા તેમણે
હું ફરી એક
વાર કહેવા
માગીશ કે
જિંદગીમાં
કરવા માટે
ઘણું છે. જો
આપણી ઇચ્છા
મુજબ પરિણામ
નથી આવ્યાં તો
કોઇ જિંદગી
અટકી નથી જતી.
વિશ્વાસથી
જીવવું જોઇએ,
વિશ્વાસથી
આગળ વધવું
જોઇએ. પરંતુ
એક ઘણા નવા
પ્રકારનો
પ્રશ્ન મારી
સામે આવ્યો
છે. અને મે આમ
તો આ વિષયમાં
કયારેય
વિચાર્યુ
નહોતું. પરંતુ
મારા
My gov પર એક ઇ
મેઇલ આવ્યો તો
મારૂં ધ્યાન
ગયું. મધ્યપ્રદેશના
કોઇ શ્રીમાન
ગૌરવ છે, ગૌરવ
પટેલ. તેમણે
એક મોટી
પોતાની મુશ્કેલી
મારી સામે રજૂ
કરી. ગૌરવ
પટેલ કહે છે કે,
મધ્યપ્રદેશની
બોર્ડ
પરીક્ષામાં
મને 89.33 ટકા
મળ્યા છે. તો
વાંચીને મને
લાગ્યું કે
વાહ, શું
આનંદની વાત
છે. પણ આગળ તેઓ
પોતાના
દુઃખની કથા
કહી રહ્યા છે.
ગૌરવ પટેલ કહી
રહ્યા છે કે
સાહેબ 89.33 ટકા
માર્ક
મેળવીને
જયારે હું ઘરે
પહોંચ્યો તો
હું વિચારી
રહ્યો હતો કે,
બધી બાજુથી
મને અભિનંદન
મળશે પણ મને
આશ્ચર્ય થયું.
ઘરમાં બધાએ
મને એમ જ
કહ્યું અરે
યાર, ચાર
માર્ક વધુ
આવ્યા હોત તો
તારા 90 ટકા થઇ
જાત. એટલે કે
મારા પરિવાર
અને મારા મિત્ર,
મારા શિક્ષક
કોઇપણ મારા 89.33
ટકા માર્કથી
પ્રસન્ન
નહોતું. દરેક
જણ મને કહેતું
હતું, યાર ચાર
માર્ક માટે તારા
90 ટકા ન આવ્યા.
હવે હું એ વાત
નથી સમજી શકતો
કે આવી
સ્થિતિને હું
કેવી રીતે
સંભાળું. શું
જિંદગીમાં આ
બધું જ છે
? મે
જે કર્યું તે
સારૂં નહોતું
? શું
હું નબળો પડી
ગયો
? ખબર નથી,
મારા મન પર એક
બોજનો અનુભવ
થાય છે.

ગૌરવ,
તમારા પત્રને
મે ઘણા ધ્યાનથી
વાંચ્યો છે
અને મને લાગે
છે કે, કદાચ આ
વેદના તમારી જ
નહીં, તમારા
જેવા લાખો
કરોડો
વિદ્યાર્થીઓની
હશે કારણ કે,
એક એવું વાતાવરણ
બની ગયું છે
કે, જે થયું છે
તેના પ્રત્યે
સંતોષના બદલે તેમાંથી
અસંતોષ શોધવો,
તે
નકારાત્મકતાનું
બીજું રૂપ છે.
દરેક
બાબતમાંથી
અસંતોષ
શોધવાથી
સમાજને સંતોષની
દિશામાં આપણે
નથી લઇ જઇ
શકતા. સારૂં
થયું હોત જો
તમારા
કુટુંબીજનોએ,
તમારા સાથીઓએ,
મિત્રોએ
તમારા 89.33 ટકા
માર્કની પ્રશંસા
કરી હોત તમને
પોતાને જ
થોડું વધુ
કરવાનું મન
થાત. હું વાલીઓને,
આસપાસના
લોકોને આગ્રહ
કરૂં છું કે,
તમારાં બાળકો
જે પરિણામ
લાવ્યાં તેને
સ્વીકાર કરો,
સ્વાગત કરો,
સંતોષ વ્યકત
કરો અને તેમને
આગળ વધારવા
પ્રોત્સાહિત
કરો. નહીંતર
એવું બની શકે
કે, એ દિવસ પણ
આવશે કે તમને
સો ટકા આવ્યા
પછી તમે કહો
કે ભાઇ સો ટકા
આવ્યા પરંતુ
તમે કંઇક એવું
કરત તો સારૂં
હોત. તો દરેક
બાબતની કંઇક
મર્યાદા
રહેવી જોઇએ.

મને
જોધપુરથી
સંતોષગિરી
ગોસ્વામી
તેમણે પણ
લખ્યું છે,
લગભગ આવું જ
લખ્યું છે. તેઓ
કહે છે કે,
મારી આસપાસના
લોકો મારા
પરિણામને
સ્વીકારતા જ
નથી. તેઓ તો
કહે છે કે,
થોડું વધુ
સારૂં કર્યું
હોત તો, થોડું
વધુ સારૂં
કર્યું હોત
તો, મને કવિતા
પૂરી યાદ નથી
પણ ઘણા સમય
પહેલાં મેં
વાંચી હતી,
કોઇ કવિએ લખી
હતી કે,
જિંદગીના કેનવાસ
પર મે
વેદનાનું
ચિત્ર
બનાવ્યું. અને
જયારે તેની
પ્રદર્શની
હતી, લોકો
આવ્યા, દરેકે
કહ્યું
– ટચઅપની
જરૂર હતી. કોઇ
કહેતું હતું
ભૂરાના બદલે
પીળો હોત તો
સારૂં લાગત.
કોઇ કહેતું
હતું. આ રેખા
અહીંયાના
બદલે ત્યાં
હોત તો સારૂં હોત. કાશ,
મારી આ
વેદનાના
ચિત્ર પર કોઇ
એકાદ દર્શકની
આંખમાં આંસુ
આવ્યા હોત. આ
કવિતાના
શબ્દો આ જ હતા
એવું મને હવે
યાદ નથી રહ્યું
પરંતુ બહુ
પહેલાની
કવિતા છે.
પરંતુ ભાવ આ જ
હતો.
ચિત્રમાંથી
કોઇ વેદના
સમજી ન શક્યું,
દરેક ટચ અપની
વાત કરી
રહ્યું હતું.
સંતોષગિરીજી,
તમારી પણ
ચિંતા એવી જ
છે જેવી
ગૌરવની છે. અને
તમારા જેવા
કરોડો
વિદ્યાર્થીઓની
હશે. લોકોની
અપેક્ષાઓ
પૂર્ણ કરવા
માટે તમારા પર
બોજ સર્જાય
છે. હું તો
તમને એટલું જ
કહીશ કે આવી
સ્થિતિમાં
તમે તમારૂં
સંતુલન
ગુમાવશો નહીં.
દરેક પોતાની
અપેક્ષાઓ
વ્યક્ત કરે
છે. તે
સાંભળતા રહો
પરંતુ પોતાની
વાત પર અડગ
રહો અને કંઇક
વધુ સારૂં
કરવાનો
પ્રયાસ પણ
કરતા રહો.
પરંતુ જે
મળ્યું છે
તેના પર સંતોષ
નહીં કરો તો
પછી નવી ઇમારત
કયારેય નહીં
બનાવી શકો.
મજબૂત પાયો જ
સફળતાનો આધાર
બને છે.
સફળતામાંથી
પણ ઉત્પન્ન થયેલો
અસંતોષ
સફળતાની સીડી
બની ન શકે, તે
નિષ્ફળતાની
ગેરંટી બની
જાય છે. અને
આથી હું આપને
વિનંતી કરીશ
કે જેટલી
સફળતા મળી છે
તે સફળતાને
ગણગણો.
તેમાંથી જ નવી
સફળતાની
સંભાવનાઓ
સર્જાશે.
પરંતુ આ વાત
હું પડોશના
અને માબાપ તથા
સાથીઓને વધુ
કહેવા માગું
છું કે, તમે
તમારા બાળકો
પર કૃપા કરીને
તમારી
અપેક્ષાઓ
થોપો નહીં.
અને દોસ્તો,
શું
જિંદગીમાં
કયારેય નિષ્ફળ
થયા તો જિંદગી
અટકી જાય છે
? જે
કયારેય
પરીક્ષામાં
સારા માર્ક
નથી લાવતા તે
વિદ્યાર્થી
રમતગમતમાં
ઘણા આગળ નીકળી
જાય છે.
સંગીતમાં આગળ
નીકળી જાય છે,
કળા
કારીગરીમાં આગળ
નીકળી જાય છે,
વેપારમાં આગળ
નીકળી જાય છે.
ઇશ્વરે બધાને
કોઇને કોઇ
અદભૂત વિદ્યા
આપી જ હોય છે.
બસ, તમારા
અંદરની
શકિતને ઓળખો.
તેના પર જ ભાર
મૂકો. તમે આગળ
નીકળી જશો.
અને આ જીવનમાં
દરેક જગ્યા પર
થાય છે. તમે
સંતૂર નામના
વાદ્યને
સાંભળ્યું
હશે.એક જમાનો
હતો,સંતૂરવાદ્ય
કાશ્મીર
ખીણમાં
લોકસંગીત
સાથે જોડાયેલું
હતું. પરંતુ
એક પંડિત
શિવકુમાર શર્મા
હતા જેમણે તેને
હાથ લગાડ્યો
અને આજે
દુનિયાનું એક
મહત્વપૂર્ણ
વાદ્ય બનાવી
દીધું. શરણાઇ
શરણાઇ આપણા
સંગીતના
સમગ્ર
ક્ષેત્રમાં
સીમિત જગ્યા
પર હતી.
મોટાભાગે
રાજા
મહારાજાના જે
દરબાર હતા
તેના દરવાજા
પર તેનું
સ્થાન રહેતું હતું.
પરંતુ જયારે
ઉસ્તાદ
બિસ્મિલ્લા
ખાંએ શરણાઇને
હાથ લગાડ્યો
તો આજે
વિશ્વનું
ઉત્તમ વાદ્ય
બની ગયું.
તેની એક ઓળખ
બની ગઇ છે. અને
આથી તમારી
પાસે શું છે,
કેવું છે,
તેની ચિંતા
છોડો. તેના પર
તમે લાગી પડો,
લાગી પડો,
પરિણામ મળશે જ
મળશે.

મારા
પ્રિય
દેશવાસીઓ,
કયારેક
કયારેક હું
જોઉ છું કે,
આપણા ગરીબ
પરિવારોનો
આરોગ્ય અંગે
જે ખર્ચ થાય
છે તે
જિંદગીના
પાટાને
અસંતુલિત કરી
દે છે. અને એ
સાચું છે કે
બીમાર ન થવાનો
ખર્ચો બહુ ઓછો
હોય છે પણ
બીમાર થયા પછી
સ્વસ્થ થવાનો
ખર્ચો ઘણો વધુ
હોય છે. આપણે
એવી જિંદગી
કેમ ન જીવીએ
જેથી બીમારી
આવે જ નહીં.
પરિવાર પર
આર્થિક બોજો
પડે જ નહીં. એક
તો સ્વચ્છતા
બીમારીથી
બચવાનો સૌથી
મોટો આધાર છે.
ગરીબોની સૌથી
મોટી સેવા જો
કોઇ કરી શકે
છે તો તે
સ્વચ્છતા જ
કરી શકે છે.
અને બીજું હું
જેના માટે સતત
આગ્રહ કરૂં
છું તે છે યોગ.
કેટલાક લોકો
તેને
યોગા પણ
કહે છે. 21 જૂન
આંતરરાષ્ટ્રીય
યોગ દિવસ છે.
સમગ્ર
વિશ્વમાં યોગ
પ્રત્યે એક
આકર્ષણ પણ છે.
શ્રદ્ધા પણ છે
ને વિશ્વએ
તેને
સ્વીકારી
લીધો છે. આપણા
પૂર્વજોએ
આપણને આપેલી
એક અણમોલ ભેટ
છે જે આપણે
વિશ્વને આપી
છે.
તણાવગ્રસ્ત
વિશ્વને સંતુલિત
જીવન જીવવાની
તાકાત યોગ આપે
છે.
સારવાર
કરતાં
અગમચેતી ભલી
યોગ
સાથે
જોડાયેલા
વ્યકિતના
જીવનમાં સ્વસ્થ
રહેવું,
સંતુલિત
રહેવું. મક્કમ
મનોબળ હોવું.
અપ્રતિમ
રહેવું,
સંતુલિત
રહેવું. મક્કમ
મનોબળ હોવું,
અપ્રતિમ
આત્મવિશ્વાસથી
ભરેલું જીવન
હોવું, દરેક
કામમાં
એકાગ્રતા
હોવી આ સહજ
ઉપલબ્ધિઓ હોય
છે. 21 જૂન યોગ
દિવસ. આ માત્ર
એક પ્રસંગ
નથી. તેનો
વ્યાપ વધે,
દરેક વ્યકિતના
જીવનમાં
તેનું સ્થાન
બને, દરેક
વ્યકિત
પોતાની
દિનચર્યામાં
20 મિનિટ, 25 મિનિટ,
30 મિનિટ યોગ
માટે સમર્પિત
કરે. અને આ
માટે 21 જૂન યોગ
દિવસ આપણને
પ્રેરણા આપે
છે. અને
કયારેક
કયારેક
સામૂહિક
વાતાવરણ
વ્યકિતના જીવનમાં
પરિવર્તનનું
કારણ બને છે.
હું આશા કરૂં
છું કે, 21 જૂને
તમે ગમે ત્યાં
રહેતા હો
તમારી પહેલ
માટે હજુ એક
મહિનો છે. તમે
ભારત સરકારની વેબસાઇટ
પર જશો તો
યોગનો આ વખતે
જે
અભ્યાસક્રમ
છે, કયા કયા
આસન કરવાના
છે, કઇ રીતે
કરવાના છે,
તેનું તેમાં પૂરૂં
વર્ણન છે.
તેને જુઓ,
તમામ ગામમાં
કરાવડાવો,
તમારી
શેરીમાં કરાવડાવો,
તમારા
શહેરમાં
કરાવડાવો,
તમારી
શાળામાં,
સંસ્થામાં,
અરે ઓફિસમાં
પણ, અત્યારથી
જ એક મહિનો
શરૂ કરી દો,
તમે 21 જૂને સહભાગી
બની જશો. મે
અનેકવાર
વાંચ્યું છે
કે અનેક ઓફિસોમાં
સવારે મળતાં જ
નિયમિત,
સામૂહિક યોગ અને
પ્રાણાયમ થાય
છે તો આખી
ઓફિસમાં
કાર્યક્ષમતા
ખૂબ જવધી જાય
છે, સમગ્ર
ઓફિસની
સંસ્કૃતિ
બદલાઇ જાય છે.
વાતાવરણ
બદલાઇ જાય છે.
શું 21 જૂનનો
ઉપયોગ આપણે
આપણા જીવનમાં
યોગ લાવવા કરી
શકીએ છીએ,
આપણા સમાજ
જીવનમાં યોગ
લાવવા માટે
કરી શકીએ છીએ,
પોતાના
પડોશના
પરિસરમાં યોગ લાવવા
માટે કરી શકીએ
છીએ
? હું આ
વખતે
ચંડીગઢના
કાર્યક્રમમાં
ભાગ લેવા જવાનો
છું. 21 જૂને
ચંડીગઢના
લોકો સાથે હું
યોગ કરવાનો
છું. તમે પણ આ
દિવસે અવશ્ય
જોડાવ, આખું વિશ્વ
યોગ કરવાનું
છે. તમે કયાંક
પાછળ ન રહી
જાવ, એવો મારો
આગ્રહ છે.
તમારૂં
સ્વસ્થ
રહેવું
ભારતને
સ્વસ્થ
બનાવવા માટે
ઘણું જરૂરી
છે.

મારા
પ્રિય
દેશવાસીઓ,
મન નીવાત
દ્વારા હું
તમારી સાથે
સતત જોડાઉ
છું. મે ઘણાં
સમય પહેલાં
તમને એક
મોબાઇલ નંબર આપ્યો
હતો. તેના પર
મિસ્ડ કોલ
કરીને તમે
મનની
વાત
સાંભળી
શકતા હતા પણ
હવે તેને ઘણું
સરળ કરી દેવાયું
છે. હવે
મનની વાત
સાંભળવા માટે
માત્ર ચાર જ
અંક તેના
દ્વારા મિસ્ડ
કોલ કરીને
મનની
વાત
સાંભળી
શકો છો. આ ચાર
આંકડાના નંબર
છે ઓગણીસો
બાવીસ એક નવ
બે બેવન નાઇન
ટુ ટુ આ નંબર
પર મિસ્ડ કોલ
કરીને તમે
જયારે ઇચ્છો,
જયાં ઇચ્છો,
જે ભાષામાં
ઇચ્છો, ત્યારે
મનની
વાત
સાંભળી
શકો છો.

પ્રિય
દેશવાસીઓ,
તમને બધાને
ફરીથી
નમસ્કાર, મારી
પાણીની વાત
ભૂલતા નહીં,
યાદ રહેશે ને
?
ધન્યવાદ નમસ્તે..

J.Khunt/GP